SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫૫ સકલાદેશ-વિકલાદેશનું સ્વરૂપ રત્નાકરાવતારિકા તે વાત હવે પછીના સૂત્રમાં આવે જ છે એટલે અહીં તેનું વિવેચન કરતા નથી. ૪-૪૩ના अथ सकलादेशं लक्षयन्ति - प्रमाणप्रतिपन्नानन्तधर्मात्मकवस्तुनः कालादिभिरभेदवृत्तिप्राधान्यादभे दोपचाराद्वा यौगपद्येन प्रतिपादकं वचः सकलादेशः ॥४-४४॥ હવે સકલાદેશ કોને કહેવાય ? તે સમજાવે છે કે - પ્રત્યક્ષાદિ પ્રમાણોથી જાગેલા એવા અનંત ધર્મવાળી વસ્તુનું કાલાદિ (આઠ) તારો વડે અભેદવૃત્તિની પ્રધાનતા દ્વારા અથવા અભેદ ઉપચાર દ્વારા એકી સાથે પ્રતિપાદન કરનારું છે વચન તે સકલાદેશ કહેવાય છે. ૪-૪૪ ટીકા - િિમિરછામિ ની વૃધર્મધર્મિોરપૃથભાની પ્રથાનં તમતુ, માણાિિમ. भिन्नात्मनामपि धर्मधर्मिणामभेदाध्यारोपाद् वा समकालमभिधायकं वाक्यं सकलादेशः प्रमाणवाक्यमित्यर्थः। अयमर्थः - योगपद्यनाशेषधर्मात्मकं वस्तु कालादिभिरभेदवृत्त्या, अभेदोपचारेण वा प्रतिपादयति सकलादेशः, तस्य प्रमाणाधीनत्वात् । विकलादेशस्तु क्रमेण भेदोपचाराद् भेदप्राधान्याद् वा तदभिधत्ते, तस्य नयायत्तत्वात् । ટીકાનુવાદ - પ્રથમ ભાવાર્થ સમજીએ (ટીકાના પદોનો અર્થ પછી વિચારીશું)- સંસારવત ઘટ-પટ-જીવ-પુદ્ગલ આદિ કોઈપણ વસ્તુ “અનંતધર્માત્મક” છે. તેમાં પણ પરસ્પર વિરોધી દેખાતા અને અપેક્ષાવિશેષથી અવિરોધીપણે રહેનારા બે બે ધમોંનાં અનંત જોડકાં છે. જેમ કે “નિત્યાનિત્ય, ભિન્નભિન્ન, અસ્તિ-નાસ્તિ, સામાન્ય-વિશેષ, વાચ્ય-અવા' ઈત્યાદિ બે બે ધમોંનાં જોડકાં નયવિશેષથી એકે વસ્તુમાં અનંતા છે. આ સર્વ ધર્મો છે. ગુણો છે અને વસ્તુ-પદાર્થ એ ધર્મી છે ગુણી છે. વસ્તુ એક છે અને તેમાં ધમ (ગુણો) અનંત છે. એમ એકેક વસ્તુમાં અનંત ધમાં રહેલા છે. આ અનંતધમ અને તેના આધારભૂત ધર્મી વસ્તુ કથંચિત્ ભિન્ન છે અને કથંચિત્ અભિન્ન પણ છે. જો ધર્મ અને ધર્મી ભિન્ન ન હોત (અને એકાન્ત અભિન્ન જ હોત, તો “આ ધર્મ અને આ ધર્મી” એવો ભેદ ન થાત, આધાર.આથમણ પાવા ન ઇટધર્મ અનંત અને ધમ એક એમ સંખ્યાલ ન ઘટત માટે કથંચિત્ ભેદ અવશ્ય છે જ, એવી જ રીતે જો ધર્મ અને ધર્મી અભિન્ન પણ ન હોત (અને એકાન્ત ભિન્ન જ હોત, તો વિવક્ષિત તે ગુણો અન્યગુણીથી જેમ ભિન્ન છે તેમ તેના આધારભૂત સ્વગુણીથી પણ એકાન્ત ભિન્ન જ હોવાથી આ તેના ગુણો છે અને આ ગુણોનો આ જ ગુણી છે એવો ગુણ-ગુણી વ્યવહાર ઘટત નહીં. જેમ ઘટના સ્થામાદિ ગુણો પટથી ભિન્ન છે માટે તે શ્યામાદિ ગુણો અને પટ ગુણ-ગુણી કહેવાતા નથી તે જ રીતે ઘટ અને ઘટના ગુણો પાણ એકાન્ત ભિન્ન જ થવાથી ગુણ-ગુણીભાવ સંભવશે નહીં. માટે ધર્મ અને ધર્મી ભિન્ન જરૂર છે પરંતુ સર્વથા ભિન્ન નથી, કથંચિત્ ભિન્ન છે. આ રીતે ધર્મ અને ધર્મી કથંચિ ભિન્ન પણ છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001267
Book TitleRatnakaravatarika Part 2
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1999
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy