________________
રત્નાકરાવતારિકા
ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૨૨/૨૩/૨૪/૨૫/૨૬
૪૬
સર્વથા નાસ્તિ જ છે એમ માનનારા હોવાથી તેના નિરસન માટે સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ ‘“સ્યાદસ્તિ’’ એવો પ્રથમભાંગો કહ્યો છે.
તથા સર્વથા અદ્વૈતવાદી મીમાંસકો “સર્વ વસ્તુઓ સત્ રૂપે એક જ છે.' એમ માને છે તેઓ સર્વથા અસ્તિવાદી જ છે. તેના નિરસન માટે પર દ્રવ્યાદિની અપેક્ષાએ ‘સ્યાન્નાસ્તિ” એવો બીજો ભાંગો છે. એ જ રીતે સર્વ વસ્તુ પ્રતિક્ષણે ક્ષણિકમાત્ર જ છે એમ માનનારા બૌદ્ધોના નિરસન માટે “સ્યાન્નિત્ય’' સ્વરૂપ સમજાવેલ છે. તથા આત્માદિ પદાર્થો સર્વથા નિત્ય જ છે એમ માનનારા સાંખ્ય-નૈયાયિક અને વૈશેષિકોના નિરસન માટે “સ્થાનિત્ય” સ્વરૂપ સમજાવેલ છે. આ રીતે અન્ય સર્વદર્શનો એકાંતવાદી છે અને જૈનદર્શન જ માત્ર અનેકાન્તવાદી અને યથાર્થવાદી છે.
118-2911
अथास्यामेव सप्तभङ्गयामेकान्तविकल्पान्निराचिकीर्षवः सूत्राण्याहुः -
-
विधिप्रधान एव ध्वनिरिति न साधु ॥४-२२॥
निषेधस्य तस्मादप्रतिपत्तिप्रसक्तेः ॥४-२३॥
હવે આજ સમભંગીમાં એકાન્તમતના જે જે વિકલ્પો છે તે તે વિકલ્પોને દૂર કરવાની ઈચ્છાવાળા ગ્રંથકારશ્રી તે સંબંધી સૂત્રો જણાવે છે
ધ્વનિ - (શબ્દ) વિધિપ્રધાન જ છે માત્ર અસ્તિત્વવાચી જ છે એવું માનવું સારૂં નથી. તેનું કારણ પણ જણાવે છે કે જો શબ્દ વિધિ જ જણાવતો હોય તો તે શબ્દથી નિષેધ ન જ જણાવવાનો પ્રસંગ આવે. “આ ઘટ છે” એમ કહેવાથી જો શબ્દ ઘટનું વિધાન જ કરતો હોય તો તેનાથી આ ઘટ છે. પણ પટ નથી એમ નિષેધ જે સમજાય છે તે ન સમજાવો જોઈએ. ૫૪-૨૨/૨૩૫
ટીકા- પ્રાધાન્યન વિધિમેત્ર રાજ્યોઽમિયત્તે રૂતિ ન યુક્તમ્ । તસ્માહિતિ રાન્દ્રાત્ ॥૪-૨૨/૨૩॥ ટીકાનુવાદ શબ્દ સદાકાળ વિધિ જ (અસ્તિત્વને જ) જણાવે છે આ વાત ઉચિત નથી. કારણ કે જો એમ જ હોય તો તસ્માત્ = તે શબ્દથી નિષેધ ન જ સમજાવો જોઈએ. પરંતુ જેમ વિધિ સમજાય છે તેમ નિષેધ પણ સમજાય જ છે. કારણ કે “આ ઘટ છે” એમ વાકય બોલતાં જેમ આ ઘટ છે. એમ તે વાકય અસ્તિ જણાવે છે. તેમ તે જ વાક્ય આ ઘટ એ પટ નથી એમ નિષેધને પણ જણાવે જ છે. માટે શબ્દ એ વિધિ જ જણાવે છે આ વાત વ્યાજબી નથી. ૪-૨૨/૨૩
-
आशङ्कान्तरं निरस्यन्ति
Jain Education International
अप्राधान्येनैव ध्वनिस्तमभिधत्ते इत्यप्यसारम् ॥४-२४॥
अत्र हेतुमाचक्ष
—
For Private & Personal Use Only
www.jainelibrary.org