________________
૬૪૫
પ્રથમ ભાંગાના એકાન્તવાદનું નિરસન
રત્નાકરાવતારિકા સ્વભાવ આશ્રયી ‘“અસ્તિ’” ધર્મવાળા છે. અને પરદ્રવ્ય-પરક્ષેત્ર-પરકાળ અને પરભાવને આશ્રયી ‘‘નાસ્તિ’’ધર્મવાળા છે. એ જ પ્રમાણે પ્રત્યેકપદાર્થો દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ નિત્ય છે. અને પર્યાયાર્થિક નયની અપેક્ષાએ ‘‘અનિત્ય’’ છે. સંગ્રહનયની અપેક્ષાએ ‘‘સામાન્ય’’ રૂપ છે અને વ્યવહાર તથા ઋજુસૂત્ર નયની અપેક્ષાએ ‘‘વિશેષ’’ સ્વરૂપ છે. આ પ્રમાણે પરસ્પર વિરોધી દેખાતા બે ધર્મોનું યુગલ એકે એક પદાર્થોમાં નયભેદે છે જ. આવા પ્રકારના આ બે ધર્મોમાંથી કોઈપણ એકધર્મને પ્રધાનપણે અને બીજા ધર્મને ગૌણપણે કહેવાથી પ્રથમ બે ભાંગા બને છે. આ બે ભાંગા જ સાત ભાંગાનું (સમભંગીનું) મૂલકારણ બને છે.
જેમ કે “અસ્તિ અને નાસ્તિ' આ બે ધર્મો છે. તેમાં અસ્તિની પ્રધાનતાએ અને નાસ્તિની ગૌણતાએ વિવક્ષા કરવાથી ‘“સ્યાદસ્તિ’” નામનો પ્રથમભાંગો બને છે. તથા નાસ્તિની પ્રધાનપણે અને અસ્તિની ગૌણ પણે વિવક્ષા કરવાથી ‘“સ્યાન્નાસ્તિ’” નામનો બીજો ભાંગો બને છે. આવી જ રીતે સ્થાન્નિત્ય” અને “સ્યાનિત્ય' એમ નિત્યાનિત્યના પ્રથમ બે ભાંગા બને છે. તથા ‘“સ્વાત્મામાન’” અને ‘“સ્યાવિશેષ’” એમ પણ બે ભાંગા બને છે. આ રીતે પરસ્પર વિરોધી દેખાતા (અને ભિન્ન ભિન્ન નય લગાડવાથી વાસ્તવિક અવિરોધી) એવા બે બે ધર્મોનાં અનંત જોડકાં (અનંત યુગલો) સર્વ પદાર્થોમાં છે. તે કારણથી જેમ એક યુગલધર્મમાંથી વિવક્ષાએ એકસમભંગી થાય છે. એવી જ રીતે અનંતયુગલધર્મમાંથી અનંત સમભંગીઓ એકેક પદાર્થમાં હોય છે. પરંતુ અનંતભંગીઓ થતી નથી. કારણ કે પ્રત્યેક યુગલધર્મ ઉપરથી ભાંગા સાત જ થતા હોવાથી ‘“સમભંગી’’ જ બને છે. પ્રથમના બે ભાંગા થયા બાદ બાકીના પાંચ ભાંગાઓ સંચારણથી થાય છે. બે બેના મીલનથી થાય છે જેમ પચ્ચક્ખાણોમાં “મન-વચન-કાયાના’’ તથા ‘“કરવું-કરાવવું અને અનુમોદવું” એના એકસંયોગી (૩), દ્વિસંયોગી (૩) અને ત્રિસંયોગી (૧) એમ સાતભાંગાઓ થાય છે. એ જ રીતે આ યુગલ ધર્મોમાં પણ એકસંયોગી-દ્વિસંયોગી અને ત્રિસંયોગીની અપેક્ષાએ સાત ભાંગાઓ સર્વત્ર સમજવા. જેમ કે
(૧) મન
(૨) વચન
(૩) કાયા
કરવું
કરાવવું
અનુમોદવું
કર-કરા
Jain Education International
અસ્તિ
નાસ્તિ
અવક્તવ્ય
(૪) મનવચન
અસ્તિ-નાસ્તિ
(૫) મન-કાયા
કર-અનુ.
અસ્તિ-અવકત.
(૬) વચન-કાયા
કરા. અનુ.
નાસ્તિ-અવક્ત. અસ્તિ-નાસ્તિ.અવ નિ. અનિ. અવ.
(૭) મન-વચન-કાયા કર-કરા.અનુ.
આવી અનંત સમભંગીઓ થાય છે. સમભંગી કરવાનો આશય એ છે કે કોઈપણ એકાન્તરૂપે વસ્તુનું સ્વરૂપ નથી. જે જે દર્શનવાદીઓ વસ્તુનું એકાન્તસ્વરૂપ માને છે તેના નિરસન માટે આ સમભંગી સમજાવાય છે. જેમ કે સર્વથા શૂન્યવાદી બૌદ્ધો ‘કંઈ જ નથી' એમ માને છે. તેઓ
નિત્ય
અનિત્ય
અવક્તવ્ય
નિ. અનિ.
નિ.અવ.
અનિ.અવ.
For Private & Personal Use Only
www.jainelibrary.org