________________
રત્નાકરાવતારિકા
ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૧૪
૬૩૨
હવે મૂલ સૂત્રમાં “સમભંગી’’ ની વ્યાખ્યા સમજાવતાં (૧) ત્ર વસ્તુનિ, (૨) ધર્મવર્યનુયોગવશાત્ અને (૩) અવિશેષેન ઈત્યાદિ જે જે પદો લખ્યાં છે તે તે પદો લખવાનું પ્રયોજન શું ? શા માટે આ પદો લખવાં પડ્યાં ? તે સમજાવતાં ગુરૂજી કહે છે કે -
(૧) જો ઘટ-પટ આદિ કોઈ પણ વિવક્ષિત એકવસ્તુવિષયક વિધિ નિષેધના પ્રશ્નસંબંધી ઉત્તરની વાત ન કરીએ અને નાના વસ્તુ (ભિન્ન ભિન્ન અનેક વસ્તુ) ને આશ્રયી વિધિ-નિષેધના પ્રશ્નસંબંધી ઉત્તરની વાત જો કરીએ તો નાનાવસ્તુઓ સેંકડો હોવાથી તેના સંબંધી પ્રશ્નો અને ઉત્તરો પણ સેંકડો થવાથી સમભંગીને બદલે શતભંગી-સહસ્રભંગી લક્ષભંગી ઈત્યાદિ થઈ જવાનો પ્રસંગ આવે. તે ન આવે તેટલા માટે અર્થાત્ શતભંગી આદિના નિવર્તન માટે જ આ ‘‘સમભંગી’’ ની વ્યાખ્યામાં મૂળસૂત્રમાં ‘“ત્ર વસ્તુનિ' એવું જણાવ્યું છે.
(૨) ધારો કે ઘટ-પટ આદિ વિક્ષિત પદાર્થ એક જ લઈએ. પરંતુ તે વિક્ષિત એક જ પદાર્થમાં પણ ‘“અસ્તિ-નાસ્તિ' અથવા નિત્ય-અનિત્ય એમ એકેક ધર્મવિષયક પ્રશ્નોના ઉત્તરોની વાત જે ન કરીએ તો તે જ વિવક્ષિત એક વસ્તુમાં પણ વિધાન કરાતા અને નિષેધ કરાતા એવા ‘‘અનંતધર્મો’’ છે. તેવા પ્રકારના અનંતધર્મો સંબંધી પ્રશ્નો અને ઉત્તરોની વાત જો કરીએ તો અનંતધર્મો હોવાથી ‘“અનંતભંગી'' થઈ જાય પરંતુ સપ્તભંગી રહે નહીં તેથી તેવા પ્રકારની તે અનંતભંગીના પ્રસંગનું વ્યાવર્તન (રૂકાવટ) કરવા માટે જ મૂલસૂત્રમાં ધર્મવંનુયોગવશાત્ આ પ્રમાણે કહેલું
છે.
अनन्तेष्वपि हि धर्मेषु प्रतिधर्मं पर्यनुयोगस्य सप्तधैव प्रवर्तमानत्वात् तत्प्रतिवचनस्यापि सप्तवि - धत्वमेवोपपन्नमित्येकैकस्मिन् धर्मे एकैकैव सप्तभङ्गी साधीयसी । एवं चानन्तधर्मापेक्षया सप्तभङ्गीनामानन्त्यं यदायाति, तदभिमतमेव । एतच्चाग्रे सूत्रत एव निर्णेष्यते । प्रत्यक्षादिविरुद्धसदाद्येकान्तविधिप्रतिषेधकल्पनयाऽपि प्रवृत्तस्य वचनप्रयोगस्य सप्तभङ्गीत्वानुषङ्गभङ्गार्थमविरोधेनेत्यभिहितम् ।
'अवोचाम च
या प्रश्नाद् विधिपर्युदासभिदया बाधच्युता सप्तधा । धर्मं धर्ममपेक्ष्य वाक्यरचनाऽनेकान्तात्मके वस्तुनि ॥ निर्दोषा निरदेशि देव ! भवता सा सप्तभङ्गी यया । जल्पन् जल्परणाङ्गणे विजयते वादी विपक्षं क्षणात् ||१||
इदं च सप्तभङ्गीलक्षणं प्रमाणनयसप्तभङ्ग्यो: साधारणमवधारणीयम् । विशेषलक्षणं पुनरनयोरग्रे वતે ॥૪-૨૪ા
૧ આ શ્લોક ટીકાકારશ્રી રત્નપ્રભસૂરિજીનો જ બનાવેલો છે. તે ગોવામ પદથી જણાય છે. પરંતુ તેમના બનાવેલા કયા ગ્રંથમાં આ શ્લોક છે. તે જાણવા પ્રયત્ન કરવા છતાં મળી શક્યું નથી. તેથી તથાવિધ ગુરૂગમથી જાણી લેવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org