________________
સમભંગીનું સ્વરૂપ રત્નાકરાવતારિકા વસ્તુમાં રહેલા નિત્યાનિત્ય - સદસત્ સામાન્યવિશેષ ઈત્યાદિ અનન્ત ધર્મોમાં પણ પ્રત્યેક ધર્મવાર (નિત્યાનિત્ય સંબંધી એકેક જોડકા સંબંધી) પ્રશ્નોના સાત જ પ્રકાર સંભવતા હોવાથી તેના પ્રત્યુત્તર રૂપ વચનો પણ સાત પ્રકારનાં જ ઉચિત છે. આ પ્રમાણે એક એડકાવાળા નિત્યાનિત્યાદિ ધર્મમાં એક જ સપ્તભંગી માનવી એ જ શ્રેયસ્કર છે. પરંતુ આવા પ્રકારના જોડકાવાળા અનંત ધર્મો છે. તેથી તે અનંત જોડકાઓની અપેક્ષાએ સપ્તભંગીઓ પણ અનંતી જે થાય છે તે અમને માન્ય છે.
૬૩૩
સારાંશ કે એક ધર્મને આશ્રયીને શતભંગી-સહસ્રભંગી-લક્ષભંગી કે અનંતભંગી નથી. પરંતુ એકેક જોડકાવાર પ્રશ્નો સાત હોવાથી ઉત્તરો પણ સાત છે. માટે એકેક જોડકાવાર એકેક સમભંગી થાય છે. એવાં પરસ્પરવિરોધી ધર્મોનાં જોડકાં અનંત હોવાથી આવી સમભંગીઓ અનંતી થાય છે. એમ અમે જૈનો માનીએ છીએ. આ જ પરિચ્છેદના સૂત્ર ૩૭/૩૮ માં આગળ ઉપર મૂળસૂત્રથી જ આ વાતનો નિર્ણય જણાવશે. પૂ. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજશ્રીએ પણ દ્રવ્ય-ગુણપર્યાયના રાસમાં ઢાળ ચોથીમાં આ જ વાત સમજાવી છે.
(૩) મૂળસૂત્રમાં વિરોધેન શબ્દ કેમ લખ્યો ? તે સમજાવે છે કે પ્રત્યક્ષ-અનુમાન આદિ પ્રમાણોથી વિરૂદ્ધ એવા અસ્તિત્વ કે નાસ્તિત્વના એકાન્તવાદોમાં એકાન્તે વિધિની અથવા એકાન્તે નિષેધની કલ્પના વડે પ્રવર્તમાન એવા વચનપ્રયોગોને ‘“સમભંગીપણાની પ્રાપ્તિ' આવી ન જાય (કારણકે એકાન્ત હોવાથી વિવક્ષિત એવા એક ભાંગામાં પ્રતિપક્ષ ભાંગાનો સમાવેશ થતો નથી માટે ત્યાં સમભંગી થતી જ નથી. તેથી) સમભંગીપણાના અનુષંગના (પ્રાપ્તિના) ભંગ માટે (નિષેધ માટે) અમે મૂલસૂત્રમાં ‘‘વિશેષેન’” લખ્યું છે. અન્યશાસ્ત્રોમાં અમે જ કહ્યું છે કે -
‘“અનંતધર્માત્મક એવી ઘટપટાદિ વસ્તુમાં એકેક ધર્મને આશ્રયી પ્રશ્નો (સમધા) થતા હોવાથી તેના ઉત્તર રૂપે વિધિ-નિષેધના ભેદથી અલ્પ પણ બાધા (દોષથી) રહિત એવી સાત પ્રકારની જે નિર્દોષ વાક્યરચના છે તે રૂપ આ સમભંગી હે વીતરાગદેવ ! તમારા વડે એવી બતાવાઈ છે કે જેના વડે વ્યૂહ રચી સમરાંગણમાં બોલતો વાદી ક્ષણમાત્રમાં જ વિપક્ષને (સામેના પ્રતિવાદીના પક્ષને) જીતી લે છે.
સપ્તભંગીનું આ લક્ષણ પ્રમાણસમભંગી અને નયસભંગી એમ બન્નેમાં સંભવી શકે તેવું સાધારણલક્ષણ સમજવું. પરંતુ પ્રમાણસમભંગીનું કે નયસમભંગીનું એમ એકેકનું વિશેષલક્ષણ આ નથી. પ્રમાણસમભંગીનું કે નય સમભંગીનું વિશેષલક્ષણ જો જાણવું હોય તો તે વિશેષલક્ષણ આ બન્નેનું હમણાં જ આ જ પરિચ્છેદના સૂત્ર ૪૪/૪૫ માં જણાવાશે. ૫૪-૧૪
अथास्यां प्रथमभङ्गोल्लेखं तावद् दर्शयन्ति -
तद्यथा
આ સમભંગીમાં ‘‘અસ્તિ-નાસ્તિ” ને આશ્રયી પહેલા ભાંગાનો ઉલ્લેખ કરે છે તે આ પ્રમાણે છે. (૧) સર્વ ઘટ-પટ-આત્માદિ પદાર્થો (સ્વદ્રવ્ય-ક્ષેત્ર કાળ અને ભાવની) અપેક્ષાએ અસ્તિરૂપ
Jain Education International
-
स्यादस्त्येव सर्वमिति विधिकल्पनया प्रथमो भङ्गः ॥४-१५ ॥
For Private & Personal Use Only
www.jainelibrary.org