________________
૬૩૧ સપ્તભંગીનું સ્વરૂપ
રત્નાકરાવતારિકા સમજાવવામાં વિધિ અને પ્રતિષેધ વડે પ્રવર્તમાન એવો શબ્દ અવશ્ય હવે જણાવાતા સાત પ્રકારના વાક્યોચ્ચારણના ભાંગાને અનુસરણ કરતો છતો જ પ્રવર્તે છે. I૪-૧૩
अथ सप्तभङ्गीमेव स्वरूपतो निरूपयन्ति - एकत्र वस्तुन्येकैकधर्मपर्यनुयोगवशादविरोधेन व्यस्तयोः समस्तयोश्च विधिनिषेधयोः
कल्पनया स्यात्काराङ्कितः सप्तधा वाक्यप्रयोगः सप्तभङ्गी ॥४-१४॥ હવે તે સમભંગીને જ સ્વરૂપથી ગ્રંથકારશ્રી સમજાવે છે -
વિવક્ષિત એવી ઘટ-પટાદિ કોઈ પણ એક વસ્તુમાં (સત્ર-અસત આદિ સ્વરૂ૫) એકેક ધર્મસંબંધી પ્રશ્ન પુછવાના વશથી પરસ્પર અવિરોધપણે છુટા-છુટા અથવા સમુશ્ચિત રૂપે કરાયેલા વિધિ અને પ્રતિષેધની કલ્પના કરવા દ્વારા, તથા “સાત” એવા પદથી વાંછિત (યુકત) એવો જે સાત પ્રકારનો વાક્યપ્રયોગ તે સપ્તભંગી કહેવાય છે. ૧૪-૧૪.
- एकत्र जीवादी बस्तुन्येकैकसत्त्वादिधर्मविषयप्रभवशादविरोधेन प्रत्यक्षादिवाधापरिहारेण पृथग्भूतयोः समुदितयोश्र विधिप्रतिषेधयोः पर्यालोचनया कृत्वा स्याच्छन्दलाञ्छितो वक्ष्यमाणैः सप्तभिः प्रकारैर्वचनविन्यासः सप्तभङ्गी विज्ञेया। भज्यन्ते भियन्तेऽर्था यस्ते भङ्गा वचनप्रकारास्ततः सप्त भङ्गाः समाहृताः सप्तभङ्गीति कथ्यते। नानावस्त्वाश्रयविधिनिषेधकल्पनया शतभङ्गीप्रसङ्गनिवर्तनाथमेकत्र वस्तुनीत्युपन्यस्तम् । एकत्रापि जीवादिवस्तुनि विधीयमाननिषिध्यमानानन्तधर्मपर्यालोचनयाऽनन्तभङ्गीप्रसक्तिव्यावर्तनार्थमेकैकधर्मपर्यनुयोगवशादित्युपात्तम्।
ટીકાનુવાદ - જીવ-અજીવ (આત્મા-ઘટ-પટ-આકાશ) આદિ સંસારવર્તી પદાર્થો પૈકી કોઈ પણ એક પદાર્થની બાબતમાં આ પદાર્થ સંસારમાં છે કે નહીં ? એવો સત્વ (અસ્તિત્વ) આદિ (આદિશબ્દથી નાસ્તિત્વ-નિત્યત્વ અને અનિત્યત્વ ઈત્યાદિ) અનેક ધર્મ વિષયક જ્યારે જ્યારે એકેક પ્રશ્ન પુછવામાં આવે છે ત્યારે ત્યારે તે પ્રશ્નના વશથી (પ્રશ્નના ઉત્તર રૂપે) પ્રત્યક્ષ-અનુમાન આદિ કોઈ પણ પ્રમાણોથી વિરોધ (બધા) ન આવે તે રીતે સ્વદ્રવ્ય-ક્ષેત્રાદિની અપેક્ષાએ અસ્તિત્વનું વિધાન, પારદ્રવ્ય-ક્ષેત્રાદિની અપેક્ષાએ નાસ્તિત્વનું વિધાન, આ પ્રમાણે પૃથભૂત એવી વિધિ અને નિષેધ દ્વારા, અથવા સ્વદ્રવ્યાદિ અને પરવ્યાદિની કમશઃ સાથે વિવક્ષા કરીને પુછાયેલા પ્રશ્નના ઉત્તરમાં સમુદિત રૂપે વિધિ-નિષેધની વિચારણા કરીને, એટલે કે વિધિ દ્વારા અને નિષેધ દ્વારા સાથે કલ્પના (પલોચના) કરીને “ ” શબ્દથી યુક્ત, એટલે અપેક્ષાપૂર્વક, કથંચિવિવક્ષાયુક્ત, બોલાતાં એવાં અને હવે જણાવાતાં એવાં સાત પ્રકારનાં વચનોની જે રચના = વચનોનું જે ઉચ્ચારણ, તેને “સમભંગી' કહેવાય છે એમ જાણવું.
“ભેદાય - છુટા પડે અર્થો જેના વડે તે ભંગ” કહેવાય છે. જે જે વચનો બોલવા દ્વારા પદાર્થો જુદી-જુદી રીતે સમજાય, જુદી-જુદી રીતે છુટા પડે તેને ભંગ ભાંગા અથવા પ્રકાર કહેવાય છે. આવા પ્રકારના (શબ્દો) બોલવાના જે વચન પ્રકારો, એ જ સાત ભાંગા છે તેથી આવા પ્રકારના સાત ભાંગાઓનો જે સમુદાય તે સપ્તભંગી કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org