________________
રત્નાકરાવતારિકા
ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૧૩
૬૩૦
કરૂણાદિ ગુણો પુરૂષમાં રહેલ દ્વેષાદિ દોષોને માત્ર દબાવે જ છે. શાન્ત જ કરે છે. એટલું જ કાર્ય કરવાની તે ગુણોની શક્તિ હોવાથી તેટલુ કાર્ય કરવા વડે જ તે ગુણો ચરિતાર્થ થઈ જાય છે. માટે પુરૂષગતગુણો એ પ્રમાણતાનો હેતુ બનતો નથી.
જૈન - જે દોષો અયથાર્થનું નિમિત્ત બનતા હોય તો ગુણો યથાર્થતાનું નિમિત્ત કેમ ન બને? માટે હું જૈમિનિય ! ગુણો એ માત્ર દોષોપશમનનો જ હેતુ છે. પરંતુ પ્રમાણતાનો હેતુ નથી. એવું તમારૂં કથન યુક્તિરહિત હોવાથી સોગન આપીને અનિચ્છાએ લોકોને મનાવા જેવું છે. અર્થાત્ મિથ્યા છે. કારણ કે - ગુણો જેમ દોષોપશમનમાં જ હેતુ છે. પરંતુ યથાર્થતાનો હેતુ નથી એમ તમે માનો છો તેમ દોષો ગુણોના આવરણમાત્રમાં જ હેતુ છે પરંતુ અયથાર્થતાનો હેતુ નથી. એમ કેમ ન માની શકાય ? બન્ને બાજુ તર્ક તો સમાન જ છે. શા માટે એક તરફનો તર્ક સત્ય અને બીજી તરફનો તર્ક મિથ્યા કલ્પી શકાય ? માટે તમારી વાત બળજબરીથી ઠોકી બેસાડવા જેવી છે. ૫૪-૧૨૫
इह यथैवान्तर्बहिर्वा भावराशिः स्वरूपमाबिभर्ति, तथैव तं शब्देन प्रकाशयतां प्रयोक्तृणां प्रावीण्यमुपजायते । तं च तथाभूतं सप्तभङ्गीसमनुगत एव शब्दः प्रतिपादयितुं पटीयानित्याहुः सर्वत्रायं ध्वनिर्विधिप्रतिषेधाभ्यां स्वार्थमभिदधानः सप्तभङ्गीमनुगच्छति ॥४-१३॥
અહીં આ સંસારની અંતર્ગત પદાર્થરાશિ એટલે જે ચક્ષુ આદિ બાહ્ય ઈન્દ્રિયોથી અગમ્ય છે એવી આત્મા-કર્મ આદિ જે પદાર્થરાશિ તે અત્યંતર પદાર્થરાશિ, તથા બાહ્ય પદાર્થરાશિ એટલે જે ચક્ષુ આદિ બાહ્ય ઈન્દ્રિયોથી ગમ્ય છે તેવી ઘટ-પટ આદિ પદાર્થરાશિ, જેવા પ્રકારના (અસ્તિનાસ્તિ-સામાન્ય-વિશેષ-નિત્ય-અનિત્ય એમ ઉભયાત્મક) સ્વરૂપને ધારણ કરે છે. તથૈવ = તેવા પ્રકારના જ અનેકાન્તાત્મક સ્વરૂપવાળી એવી તેં તે ભાવરાશિને રાજ્વેન = શબ્દ દ્વારા પ્રકાશિત કરતા પ્રયોક્તાઓ યથાર્થવાદી થવાથી સંસારમાં પ્રવીણતાને-ચતુરાઈને-યશસ્વિતાને પામે છે. જે વસ્તુ જેમ હોય તે વસ્તુ તેમ કહેવી એ જ ઉત્તમ પુરૂષનું કામ છે.
હવે જણાવાતી સમભંગીનું અનુસરણ કરનાર એવો શબ્દ જ તેં = તે ભાવરાશિને તથામૂર્ત તેવા પ્રકારના અનેકાન્તાત્મકપણે પ્રતિપાદન કરવાને પટુ (સમર્થ) બને છે. એ જ વાત ગુરૂજી સમજાવે છે.
=
.
સર્વત્ર આ શબ્દ વિધિ અને પ્રતિષેધ દ્વારા પોતાના વાચ્ય અર્થને કહેતો છતો સમભંગીને’ (સાત ભાંગાઓને) અનુસરે છે. ૫૪-૧૩।।
टी - सदसन्नित्यानित्यादिसकलैकान्तपक्षविलक्षणानेकान्तात्मके वस्तुनि विधिनिषेधविकल्पाभ्यां प्रवर्तमानः शब्दः सप्तभङ्गीमनुकुर्वाण एव प्रवर्तत इति भावः ॥४-१३॥
ટીકાનુવાદ - (૧) સર્વથા વસ્તુ એકાન્તે સત્ જ છે. અથવા (૨) સર્વથા વસ્તુ એકાન્તે અસત્ જ છે. (૩) સર્વથા એકાન્તે વસ્તુ નિત્ય જ છે. અથવા (૪) સર્વથા એકાન્તે વસ્તુ અનિત્ય જ છે. ઈત્યાદિ આવા પ્રકારના સર્વ એકાન્તપક્ષોથી તદ્દન વિલક્ષણ એવા અનેકાન્તમય વસ્તુને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org