________________
૬૨૯ સ્વ-પર અપેક્ષાએ શબ્દનું રૂપ
રત્નાકરાવતારિકા યમાળ = શબ્દો દ્વારા થતી આ પ્રતીતિની યથાર્થતા (સત્યાર્થતા) અને મિથ્યાર્થતા (અસત્યાર્થતા) જો સ્વાભાવિક છે એમ સ્વીકારવામાં આવે તો વિપ્રતારક પુરૂષો વડે પ્રયોગ કરાયેલાં વાક્યોમાં વ્યભિચાર જ હોય અને ઈતર (અવિપ્રતારક) પુરૂષો વડે પ્રયોગ કરાયેલાં વાક્યોમાં અવ્યભિચાર જ હોય એવો જે નિયમ છે તે નિયમ રહેશે નહીં, કારણકે વાક્યોચ્ચારણ કરનાર પુરૂષ વિપ્રતારક હોય કે વિપ્રતારક (છેતરનાર) ન હોય તો પણ શબ્દની પોતાની શક્તિથી યથાર્થ - અયથાર્થતા જણાવાતી હોય તો સર્વત્ર બન્ને પુરૂષોના પ્રયોગકાળે શબ્દ પોતાની શકિતથી સરખો જ અર્થ બતાવે બન્ને સ્થાને શબ્દ યથાર્થ જ અર્થ બતાવે અથવા બન્ને સ્થાને અયથાર્થ જ અર્થ બતાવે, પરંતુ વિપ્રતારકનું વાક્ય અયથાર્થ અને અવિપ્રતારકનું વાક્ય યથાર્થ જ હોય છે. એવો નિયમ જગતમાં જે જણાય છે તે રહેશે નહીં. __पुरुषस्य च करुणादयो गुणा द्वेषादयो दोषा प्रतीता एव । तत्र यदि पुरुषगुणानां प्रामाण्यहेतुत्वं नाभिमन्यते जैमिनीयैः । तर्हि दोषाणामप्यप्रामाण्यनिमित्तता मा भूत् । दोषप्रशमनचरितार्था एव पुरुषगुणा: प्रामाण्यहेतवस्तु न भवन्तीत्यत्र च कोशपानमेव शरणं श्रोत्रियाणामिति ॥४-१२॥
પરનો ઉપકાર કરવાની જે બુદ્ધિ તે કરૂણા અને પરનો અપકાર કરવાની બુદ્ધિથી પર પ્રત્યેની જે દાઝ તે દ્વેષ, કરૂણા આદિ પુરૂષના ગુણો કહેવાય છે અને દ્વેષ આદિ પુરૂષના દોષો કહેવાય છે. આ ગુણ-દોષો જગતમાં સુપ્રસિદ્ધ છે. પુરૂષમાં જ્યારે સરળ અને ગુણીયલ બુદ્ધિ હોય ત્યારે તે શબ્દના અર્થો યથાર્થ કરે છે અને પુરૂષમાં જ્યારે શ્રેષાદિ દોષો હોય છે ત્યારે ઠગબુદ્ધિવાળો એવો તે પુરૂષ શબ્દના અથ અયથાર્થ કરે છે. માટે યથાર્થનું કારણ ગુણો અને અયથાર્થનું કારણ દોષો છે.
અહીં જૈમિનીયદર્શનકારો (મીમાંસકો) શબ્દોના અર્થોની અયથાર્થતાનું કારણ દોષો માને છે. પરંતુ શબ્દોના અર્થોની યથાર્થતાનું કારણ ગુણો માનતા નથી. તેઓનું માનવું એવું છે કે દીપક જેમ સ્વાભાવિક શક્તિથી અર્થબોધ કરાવે છે તેવી જ રીતે શબ્દો પોતાની સ્વાભાવિક સહજશક્તિથી જ યથાર્થ જ અર્થ જણાવે છે. પરંતુ યથાર્થ અર્થ જણાવવામાં વક્તગત ગુણોની અપેક્ષા માનવાની જરૂર નથી. માત્ર સમજાવનારમાં ઠગ બુદ્ધિ અને અજ્ઞાનતા આદિ દોષો હોય તો જ દોષોના કારણે દોષવાળો પુરૂષ અયથાર્થ અર્થમાં શબ્દ પ્રયોગ કરે છે. માટે યથાર્થતા સ્વાભાવિકશક્તિ જન્ય છે અને અયથાર્થતા વિપ્રતારક પુરૂષગતદોષજન્ય છે. આવી જૈમિનીયોની માન્યતાનું ખંડન કરતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે -
જે જૈમિનીઓ વડે પુરૂષમાં રહેલા ગુણોને પ્રમાણતા (યથાર્થતા)ની નિમિત્તતા ન સ્વીકારાતી હોય તો પુરૂષમાં રહેલા દોષોને અપ્રમાણતાની નિમિત્તતા પણ ન માનવી જોઈએ. કારણ કે જો ગુણો યથાર્થતાનું કારણ ન બને તો દોષો અયથાર્થતાનું કારણ કેમ બને ? ગુણો અને દોષો બન્ને પુરૂષગત જ છે. તેમાં એક કારણ બને અને બીજું કારણ ન બને એમ કેમ થાય ? માટે જૈમિનીયની આ વાત બરાબર નથી.
જૈમિનીય - પુરૂષમાં રહેલા ગુણો તો દોષોને શાન્ત કરવા પુરતા જ છે. અર્થાત્ પુરૂષગત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org