________________
રત્નાકરાવતારિકા ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૧૨
૬૨૮ અર્થ જણાવે છે. અને ઝાંઝવાના જળને સમજાવવા ગઈમમ્ શબ્દ જ્યારે વપરાય ત્યારે નિષ્ફળ જળ અર્થ સમજાવે છે.
(૫) સિદ્ધ અને સાધ્યમાન = વહ્નિઃ 8િાન તિ, માં વપરાયેલો વહ્નિ શબ્દ સિદ્ધવહ્નિને સમજાવે છે. અને પર્વતો વહિમાનું ધૂમર્ માં વઢિ શબ્દ સાધ્યમાન વદ્ધિને જણાવે છે.
દીપકની જેમ પોતાના નિશ્ચિત વાચ્ય અર્થને જણાવવો એ શબ્દનું સ્વાભાવિક સ્વરૂપ છે. ફક્ત પ્રદીપ કરતાં શબ્દમાં આટલી વિશેષતા છે કે જે આ શબ્દ સંકેતવ્યુત્પત્તિની એટલે સંકેતના જ્ઞાનની અપેક્ષા રાખતો છતો અર્થ બોધ કરાવે છે અને દીપક તેવા પ્રકારની કોઈ પણ અન્ય અપેક્ષા રહિતપણે પદાર્થનો પ્રકાશ કરે છે. જેમ કે એક ઓરડામાં ઘટ-પટ-મઠ આદિ સેંકડો વસ્તુઓ વિદ્યમાન હોય ત્યાં પ્રદીપ કરવામાં આવે તો તે પ્રદીપ સર્વ વસ્તુઓનો પ્રકાશ કરે. (એટલે સર્વ વસ્તુઓને જણાવે) પરંતુ તે જ ઓરડામાં ઘરમ્ એવો શબ્દ બોલાય તો તે ઘટશબ્દ વાચ એવા ઘટ પદાર્થમાં જ સંકેતિત હોવાથી માત્ર ઘટપદાર્થને જ જણાવે છે પરંતુ પટ-મઠાદિ અન્ય પદાથોને જણાવતો નથી. આટલી વિશેષતા દીપક અને શબ્દમાં છે. એટલે શબ્દ પોતાના નિયત વાચ્ય અર્થને જ જણાવે છે. તે નિયત વાચ્ચને જ જણાવવાની સ્વાભાવિક શક્તિ શબ્દમાં છે. અને સંકેત એ સહકારી સાધન પણ અંદર છે. - હવે શબ્દ જણાવેલો તે તે અર્થ યથાર્થ છે કે અયથાર્થ છે ? એટલે કે સત્ય અર્થ છે કે અસત્ય અર્થ છે. તે વાત પ્રતિપાદક (બોલનાર) પુરૂષ રૂ૫ અધિકરણમાં રહેલી શુદ્ધિ અને અશુદ્ધિને અનુસરે છે. એટલે પુરૂષગત જે ગુણ અને દોષ છે તેની અપેક્ષા રાખે છે. તે ગુણ-દોષની અપેક્ષાએ યથાર્થ-અયથાર્થ કહેવાય છે. તે આ પ્રમાણે - જો વક્તા પુરૂષ સાચી દષ્ટિવાળો હોય અને પવિત્રહૃદયવાળો હોય તો તેના વડે કરાતી શબ્દસંબંધી અર્થની પ્રતીતિ યથાર્થ છે અને અન્યથા તુ = અને જો વક્તા વિપરીતદષ્ટિવાળો હોય અથવા ઠગહૃદયવાળો હોય તો તેના દ્વારા કરાતી શબ્દસંબંધી અર્થની પ્રતીતિ તે મિથ્યા છે એમ જાણવું. તે આ પ્રમાણે - જે સાચીદષ્ટિવાળો અને પવિત્રહૃદયવાળો વક્તા હોય તે રજતને જોઈને તેને બરાબર ઓળખીને જ રજત જ જણાવવાના ભાવથી ખતમિત્રમ્ એમ બોલે છે. એ જ પ્રમાણે સુવનિમ્, સમ્, રોમ, ઈત્યાદિ વાક્યો પોતે વસ્તુને સાચી રીતે દેખીને પવિત્ર હૃદયથી જેમ છે તેમ જાગાવવા બોલે છે માટે યથાર્થ છે. પરંતુ અવળી દષ્ટિવાળો અને ઠગહૃદયવાળો પોતાને બરાબર ન દેખાયું- સમજાયું હોવાથી અથવા બરાબર દેખાયું હોવા છતાં ઠગવાની બુદ્ધિ હોવાથી છીપમાં રખતમિઢમ્ પીત્તળમાં સુવર્ષામિમ્, રાજુમાં સપડવમ્ ઈત્યાદિ બોલે છે આ રીતે પુરૂષગત ગુણ-દોષને આશ્રયી તે શબ્દ યથાર્થ-અયથાર્થ અર્થને જણાવનાર બને છે.
પ્રશ્ન - શબ્દમાં અર્થબોધ કરાવવાની જે શક્તિ છે તે જેમ સ્વાભાવિક છે. પરાપેક્ષિત નથી. તે જ રીતે શબ્દોથી થતી આ અર્થની પ્રતીતિ યથાર્થ છે કે અયથાર્થ છે એ વાત પણ શબ્દોની સ્વાભાવિકશકિત રૂપ માનીએ તો શું દોષ ? વક્તાના ગુણદોષ આશ્રિત ન માનીએ તો શું દોષ?
ઉત્તર - આ વાત બરાબર નથી. કારણ કે - ૩: પાથ મિથ્યાર્થત્વે સ્વમવિ ક્રિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org