________________
૬૨૪
રત્નાકરાવતારિકા
ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૧૧ તે જ પંક્તિમાં પારણન વોપનીયમન ઈત્યાદિમાં કરેલી કાર = કારણએકત્વની દલીલ, તથા તે જ પંક્તિમાં પ્રશ્નપ્રતિવમરૂપવિન્યારો ઈત્યાદિમાં કરેલી પ્રત્યમવર્ષ = પ્રત્યવમર્શના એકત્વની દલીલ પાણ (અમારા ઉપર જણાવેલા ખંડનમાં પાડેલા પક્ષોની જેમ જ) વિકલ્પો પાડીને તે બન્ને દલીલોને દૂષિત કરવી. ખંડનની રીત સમાન હોવાથી પુનઃ પુનઃ અમે અહીં લખતા નથી. ___अपि च - यदि बुद्धिप्रतिबिम्बात्मा शब्दार्थ: स्यात्, तदा कथमतो बहिरर्थे प्रवृत्तिः स्यात् ? स्वप्रतिभासेऽनर्थेऽर्थाध्यवसायाचेत्, ननु कोऽयमर्थाध्यवसायो नाम, अर्थसमारोप इति चेत्, तर्हि सोऽयमर्थानर्थयोरग्निमाणवकयोरिव तद्विकल्पविषयभावे सत्येव समुत्पत्तुमर्हति । न च समारोपविकल्पस्य स्वलक्षणं कदाचन गोचरतामश्चति । यदि चानर्थेऽर्थसमारोप: स्यात्, तदा वाहदोहाद्यर्थक्रियार्थिनः सुतरां प्रवृत्तिर्न स्यात् । न हि दाहपाकाद्यर्थी समारोपितपावकत्वे माणवके कदाचित् प्रवर्तते । रजतरूपताऽवभासमानशुक्तिकायामिव रजतार्थिनो अर्थक्रियार्थिनो विकल्पात्तत्र प्रवृत्तिरिति चेत्, भ्रान्तिरूपस्त_यं समारोपः, तथा च कथं ततः प्रवृत्तोऽर्थक्रियार्थी कृतार्थः स्यात्, यथा शुक्तिकायां प्रवृत्तो रजतार्थक्रियार्थीति ।
જો શબ્દનો અર્થ બુદ્ધિમાં પ્રતિબિંબિત થયેલો મનનો જે વિકલ્પ, તે જ હોય અને ભૂમિગત ઘટપટાદિ અર્થ ન હોય તો તે શ્રોતાની ભૂમિગત બાહ્ય એવા ઘટપટાદિ (ના પ્રહાણ-મોચન અને આનયન) માં પ્રવૃત્તિ કેમ થાય છે ? શબ્દથી તો બુદ્ધિમાં જે પ્રતિબિંબિત રૂપ વિકલ્પ છે તે જ થાય છે. ભૂમિગત અર્થને તો કંઈ સંબંધ જ નથી. તો આ જીવની તેમાં થતી પ્રવૃત્તિ કેમ ઘટે ?
બૌદ્ધ - સ્વપ્રતિભાસે = બુદ્ધિમાં પ્રતિબિંબિત થયેલો જે વિકલ્પ તે (ઘટપટાદિ પદાર્થરૂપ) અર્થ નથી જ. અર્થાત તે વિકલ્પ પદાર્થ રૂપ ન હોવાથી અનર્થરૂપ કહેવાય છે. તેવા પ્રકારના અનર્થરૂપ એવા બુદ્ધિમાં પ્રતિભાસિત આ વિકલ્પમાં ભૂમિગત વાસ્તવિક ઘટપટાદિ અર્થનો આ જીવ અધ્યવસાય કરે છે. તેથી પ્રવૃત્તિ ઘટે છે.
જૈન = નવું ફોડવાન્ = હે બૌદ્ધ ! આ “અર્થોધ્યવાસાય” એ શું છે ? અર્થધ્યવસાયનો અર્થ (તું શું કરે છે ?
બૌદ્ધ - “મર્થસમારો” તિ = અર્થનો ભ્રમ થવો તે, જેમ ઝાંઝવાનું જળ પદાર્થ નથી તેથી અનર્થરૂપ તે જલમાં અર્થ રૂપ જલનો ભ્રમ થાય છે. તથા જેમ છીપમાં રજતનો ભ્રમ થાય છે તેમ અનર્થ રૂપ એવા બુદ્ધિપ્રતિબિંબિત વિકલ્પમાં ભૂમિગત વાસ્તવિક અર્થનો જે ભ્રમ થાય છે તેને “અધ્યવસાય” કહેવાય છે.
જૈન - તરું સૌ થમ્ = અર્થનો ભ્રમ થવો = સમારોપ થવો તેને અધ્યવસાય કહેવાય એમ જ કહેશો તો તે ભ્રમ, અર્થ રૂપ (ભૂમિગત ઘટપટાદિ) અને અનર્થરૂપ (બુદ્ધિપ્રતિબિંબિત) ઘટપટાદિ એમ બન્ને તે વિકલ્પનો વિષય થયે છતે જ ઘટી શકે, અન્યથા ન ઘટી શકે. જેમ વાસ્તવિક અગ્નિ, અને ક્રોધાવેશમાં આવેલો માણવક (મનુષ્ય) રૂ૫ ઉપચરિત અગ્નિ એમ બન્ને અર્થરૂપ અને અનર્થરૂપ અગ્નિ, અગ્નિના વિકલ્પનો વિષય બને છે તો જ અનર્થરૂપ અગ્નિમાં અગ્નિનો ઉપચાર ઘટે છે. તેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org