________________
૬૨૫
શક્તિ અને સંકેત વડે શબ્દ અર્થબોધહેતુ છે તેની ચર્ચા રત્નાકરાવતારિકા અહીં પણ અર્થરૂપ ઘટપટાદ અને અનર્થરૂપ બુદ્ધિપ્રતિબિંબિત ઘટપટાદિ એમ બન્ને જો તે વિકલ્પની વિષયતાને પામતા હોય તો જ આ ભ્રમ ઘટી શકે છે અન્યથા નહીં. કારણ કે સ્વલક્ષણ (વાસ્તવિક અર્થ) કદાપિ ભ્રમાત્મકવિકલ્પની વિષયતાને પામતો નથી. અર્થાત્ અર્થરૂપ પદાર્થ અને અનર્થ રૂપ પ્રતિબિંબિત પદાર્થ, એમ બન્ને શબ્દના વિષય બને છે. પરંતુ શબ્દનો વિષય અનર્થરૂપ પ્રતિબિંબિત વિકલ્પાત્મક વિષય થતો હોય અને તે અનર્થાત્મક વિકલ્પનો વિષય અર્થરૂપ ભૂમિગત ઘટપટાદિ થતા હોય અને જો અનર્થ રૂપ એવા ભ્રમાત્મકવિકલ્પમાં વાસ્તવિક અર્થનો ભ્રમ થતો હોય તો વાહ-દોહાદિ અર્થક્રિયાના અર્થી જીવોની તેમાં તેમાં પ્રવૃત્તિ સારી રીતે થશે જ નહીં. કારણ કે જ્યારે જ્યારે તે પ્રવૃત્તિ કરવા જાય ત્યારે ત્યારે તેને તુરંત જ ખ્યાલ આવે આવાહ-દોહાદિ પ્રાણી તે ભારવાહકપ્રાણી નથી. માત્ર માટીના બનાવેલા પુતળારૂપી જ ભ્રમાત્મક વાહદોહાદિ છે. તેથી પ્રવૃત્તિ કરશે જ નહીં. જેમ દાહપાકાદિ ક્રિયાનો અર્ધી જીવ વાસ્તવિક અગ્નિમાં જેવી પ્રવૃત્તિ કરે છે. તેવી ક્રોધાવેશમાં આવેલા માણવકરૂપી ઉપચરિત અગ્નિમાં કદાપિ પ્રવૃત્તિ કરતો નથી. તેમ અહીં પણ જો અનર્થરૂપ વિકલ્પમાં અર્થનો આરોપ માત્ર હોય તો ઘટશબ્દ સાંભળીને ઘટના ગ્રહણમોચનમાં જીવ પ્રવૃત્તિવાળો બનશે નહીં.
બૌદ્ધ - રત્નતપતા = હે જૈન ! તમારી આ વાત બરાબર નથી. કારણ કે રસ્તામાં પડેલી શુક્તિકામાં જેને રજત રૂપતાનો ભ્રમ થયો છે તે જીવ ‘આ રજત છે' એમ માનીને પ્રવૃત્તિ કરે જ છે. એટલે કે જેમ છીપ (રજત રૂપે અનર્થ સ્વરૂપ હોવા છતાં પણ તે) માં રજત (રૂપ અર્થ) નો ઉપચાર હોવા છતાં પણ રજતના અર્થીની પ્રવૃત્તિ થતી દેખાય જ છે. તેમ અહીં પણ થશે.
જૈન પહેલાં તો એ જ મોટો દોષ છે કે શુક્તિકા ભલે રજતરૂપે ન હો, પરંતુ શુક્તિકા પણ એક પદાર્થ છે. એટલે અર્થ રૂપ છે. જે અર્થ રૂપ હોય છે તેમાં જ બીજા અર્થનો ઈન્દ્રિયોની અપટુતાથી ભ્રમ થાય છે. જ્યારે અહીં તો મનમાં થયેલ શબ્દાર્થ રૂપ વિકલ્પ તો અર્થ રૂપ (પદાર્થરૂપ) છે જ નહીં કે જેથી તેમાં બીજા અર્થનો સમારોપ સંભવી શકે. તથા વળી આ શુક્તિકામાં થતા રજતના સમારોપની જેમ આ સમારોપ છે એમ જો તમે કહેશો તો શુક્તિકાને રજત માનીને માણસ ભ્રમથી ભલે કદાચ પ્રવૃત્તિ કરે છે પરંતુ અંતે તે રજત રૂપ ફળ મેળવવામાં કૃતાર્થ (સફળ) થતો નથી તેમ વિકલ્પ રૂપ અનર્થમાં કદાચ ભૂમિગત ઘટપટાત્મક અર્થનો ઉપચાર કરીને જીવ પ્રવૃત્તિ કરશે એમ માની લઈએ તો પણ આ સમારોપ બ્રાન્તિરૂપ છે માટે ત્યાં પ્રવર્તેલો અક્રિયાનો અર્થી પુરૂષ કેવી રીતે કૃતાર્થતા (સફળતા) ને પામનાર બનશે ? તેથી શબ્દનો વાચ્ય અર્થ ખરેખર મનનો વિકલ્પ નથી, પરંતુ ભૂમિગતઘટપટાદિ અર્થ જ છે.
-
यदपि प्रोक्तम् - कार्यकारणभावस्यैव वाच्यवाचकतया व्यवस्थापितत्वादिति । तदप्ययुक्तम्, यतो यदि कार्यकारणभाव एव वाच्यवाचकभावः स्यात्, तदा श्रोत्रज्ञाने प्रतिभासमानः शब्दः स्वप्रतिभासस्य भवत्येव कारणमिति तस्याप्यसौ वाचकः स्यात् । यथा च विकल्पस्य शब्दः कारणम्, एवं परम्परया स्वलक्षणमपि,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org