________________
૬૨૩
શક્તિ અને સંકેત વડે શબ્દ અર્થબોધહેતુ છે તેની ચર્ચા રત્નાકરાવતારિકા વધ્યાપુત્રની જેમ સંભવી શકે નહીં. જેમ વધ્યાપુત્ર તુચ્છરૂપ અભાવાત્મક હોવાથી એટલે “સતુ” રૂપ ન હોવાથી સ્વલક્ષણોમાં પ્રવેશ પામે નહીં તેમ અન્યની વ્યાવૃત્તિ પામ વ્યાવૃત્તિરૂપ = અભાવરૂપ = તુચ્છરૂપ= અસત્ રૂપ હોવાથી સ્વલક્ષણોમાં પ્રવેશ પામે નહીં માટે આ પક્ષ પણ અનુચિત જ છે.
તથા વળી અમે તમને (બૌદ્ધોને પુછીએ છીએ કે ન્યતઃ = સામાન્ય વિજ્ઞાતીય વા વ્યવૃત્તિ વ્યવૃત્તિમવેત્ ? તમે જે વિવક્ષિત સમાનત્વનો અર્થ “અન્ય થકી વ્યાવૃત્તિ” એવો જે કરો છો ત્યાં અમે પુછીએ છીએ કે અન્યની વ્યાવૃત્તિ એટલે કોનાથી વ્યાવૃત્તિ ? (૧) શું સામાન્યથીસજાતીયથી વ્યાવૃત્તિ ? કે (૨) વિજાતીયથી વ્યાવૃત્તિ ? કહો કે આ બે પક્ષોમાં તમને કયો પક્ષ માન્ય છે? જો પ્રથમપક્ષ કહો તો ન શિશ્ચિમીનું સ્થાત્ = તો કોઈ પણ પદાર્થ કોઈપણ પદાર્થથી અસમાન = વ્યાવૃત્તિવાળો રહેશે જ નહીં. કારણ કે ઘટ એ સજાતીય એવા ઘટથી વ્યાવૃત્તિવાળો છે એનો અર્થ એ થાય છે કે તે વિજાતીય એવા પટની સાથે સમાન છે. અને તે ઘટ પટની સાથે સમાન થવાથી પટની સાથે જે વ્યાવૃત્તિ = અસમાનતા હતી તે રહેતી જ નથી. ઉડી જ જાય છે. તેવી જ રીતે પટ એ સજાતીય એવા પટથી વ્યાવૃત્ત માનવાથી ઈતર-વિજાતીય એવા ઘરની સાથે સમાન થવાથી ઘટથી જે વ્યાવૃત્તિ-અસમાનતા હતી તે ઘટતી નથી- ઉડી જ જાય છે. આ રીતે સર્વે પણ પદાથો સ્વજાતીય ઈતર-ઈતર સર્વપદાર્થોથી વ્યાવૃત્ત હોવાથી ઈતર એવા વિજાતીયની સાથે સમાન થવાના કારણે વિજાતીયની સાથેની તે અસમાનતા કોઈપણ રીતે સંભવશે નહીં. સમાન થઈ જશે.
હવે જો હે બૌદ્ધો ! બીજો પક્ષ કહો તો એટલે કે અન્ય વ્યાવૃત્તિ = એટલે વિજાતીયથી વ્યાવૃત્તિ એવો અર્થ કહો તો “વહાદિની અપેક્ષાએ” બીજા વાહાદિમાં સજાતીયતા પ્રથમ સિદ્ધ થાય તો જ વાજિ (અશ્વ) અને કુંજર (હાથી) આદિ કાયોંમાં (પદાર્થોમાં) વિજાતીયતા સિદ્ધ થાય. કારણ કે આ બન્ને શબ્દો પરસ્પર સામ-સામા છે. વિજાતીય એ વિજાતીય ત્યારે જ કહેવાય કે કોઈ સજાતીય હોય, તે સજાતીય પાસે સમજાયો હોય, અને આ વિજાતીય પદાર્થ સજાતીયથી ભિન્ન છે એમ સમજાયો હોય તો જ વિજાતીય એ વિજાતીય છે એમ સિદ્ધ થાય, સાર એ છે કે સજાતીયતાની સિદ્ધિ વડે વિજાતીયતાની સિદ્ધિ થાય છે. તે = અને તે સજાતીયતા ૩ન્યાવૃત્તિરૂપમ્ = અન્ય એવી વિજાતીયતાથી વ્યાવૃત્તિ રૂપ જ છે. માટે ૩ષાં વિનાતીયત્વે સિદ્ધ સતિ ચાતુ = અન્ય પદાર્થોમાં વિજાતીયતા સિદ્ધ થયે છતે જ સજાતીયતાની સિદ્ધિ ઘટી શકે છે.
સારાંશ કે - આ સજાતીયતા એ અન્યની વિજાતીયતા રૂપ હોવાથી અન્યોમાં વિજાતીયતા જ્યાં સુધી સિદ્ધ ન થાય ત્યાં સુધી સિદ્ધ થઈ શકે નહીં. આ રીતે વિજાતીયતાની સિદ્ધિ સજાતીયતાની સિદ્ધિ વિના અસંભવિત હોવાથી અને સજાતીયતાની સિદ્ધિ વિજાતીયતાની સિદ્ધિ વિના અસંભવિત હોવાથી તે બૌદ્ધો ! તમને “પરસ્પરાશ્રય” નામનો દોષ આવશે.
આ રીતે પૃષ્ઠ (૬૦૯ થી ૬૧૩) માં બૌદ્ધના પૂર્વપક્ષમાં કહેલી પંક્તિમાં પ્રાર્થકારિત્વેન પદથી જે દલીલ છે તેનું ઉપરોક્ત વિકલ્પો પાડીને અમે જેમ ખંડન કર્યું. તે જ રીતે તે જ પૃષ્ઠમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org