________________
રત્નાકરાવતારિકા ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૧૧
६२२ અને બુદ્ધિમાં જાણે પ્રતિબિંબિત થતો એવો જે આકાર તે “અપોહ” કહેવાય છે. અને અપોહ એ જ શબ્દનો અર્થ છે, પરંતુ વસ્તુ એ શબ્દનો અર્થ નથી. ઈત્યાદિ જે તમે પૂર્વે કહ્યું છે. તમ્ = તે તમારું કહેવું મિથ્યા છે. કારણ કે જેમ ભિન્ન ભિન્ન આગુલક્ષણોમાં “ઘટપણે” એકાકારતાની પ્રતીતિ થવા માત્ર રૂપ વિકલ્પો ઉઠે છે તેમ જ વાહ-દોહાદિ અથૉમાં એકપાયું હોય તો, જે પ્રાણી ઉપર ભાર વહન કરાય તે બળદ વિગેરે વાહ, જેને દોહી શકાય, દુધ આપે તે ગાય વિગેરે દોહ. આ વાહ (બળદ) અને દોહ (ગાય) આદિ પદાર્થોમાં જો એકાકારતાની પ્રતીતિ માત્ર જ હોય તો અમે તમને પુછીએ છીએ કે તે એકાકારતા = એકત્વ” એટલે શું ? (૧) શું તેઓમાં ધિત્વપણું જ નથી ? = બે પશું જ નથી? અર્થાત્ બન્નેનો મળીને એક પદાર્થ જ બનેલો છે કે (૨) બન્ને પદાથોં છે ભિન્ન-ભિન્ન, પરંતુ તે બન્નેની વચ્ચે સમાનતા = સદશતા ભાસે છે ?
જે પ્રથમપક્ષ કહો તો, એટલે કે વાહ = બળદ અને દોહ = ગાય આદિ પદાર્થો એકપદાર્થરૂપ છે એમ જો કહો તો તે ઉચિત નથી કારણ કે હું (ખંડિત શૃંગવાળા) અને મુન્હ (શંગ વિનાના) આદિ એકલા “બળદ” માત્રમાં પણ કોઈ બળદ કુંડવાહી (ઘડાદિને ઉપાડનાર), કોઈ બળદ કાંડવાડી (ઘાસના સમુહને ઉપાડનાર), અને કોઈ બળદ ભાંડવાડી (વાસણો ઉપાડનાર), પ્રત્યક્ષ નજરે દેખાય છે. તેવી જ રીતે ગાય-ગાય પણ ભિન્ન ભિન્ન પ્રત્યક્ષ જ જણાય છે. તેથી આવા બે-ચાર બળદોને એકબળદરૂપ માનવો, બે-ચાર ગાયોને એકગાય રૂ૫ માનવી, કે અનેક બળદ અને અનેક ગાયોને એક જ પ્રાણી છે. (અદ્ધિરૂપત્વ છે) એમ માનવું તે સર્વથા મિથ્યા છે. માટે આ પક્ષ અનુચિત છે. તેમ સ્વતઃ વ્યાવૃત્તિ સ્વરૂપવાળા સ્વલક્ષણોમાં (પરમાણુઓમાં) આ ઘટ છે. એવી એકાકરતા માનવી તે અનુચિત જ છે.
હવે જો બીજો પક્ષ કહો તો એટલે કે અનેક વાહ અને દોહ વચ્ચે “સમાનત્વ” છે એ પક્ષ કહો તો “સમાનત્વ એટલે શું ? (૧) "આ આની સાથે સમાન = સદશ છે એમ સદશયાણાના પરિણામનું આધારત્વ છે? કે (૨) અન્ય (ઈતર) પદાથોંથી વ્યાવૃત્તિનું આધારત્વ છે ? ખરેખર બે વચ્ચે સદશતા છે ? કે ઈતરથી વિસદશતા છે ? કહો, આ બે પક્ષોમાં તમારે કયો પક્ષ માન્ય છે ?
જો પ્રથમપક્ષ કહો તો ઉચિત નથી. કારણ કે બૌદ્ધદર્શનમાં સર્વવસ્તુઓ ક્ષણિક હોવાથી, અને પરસ્પર અત્યન્ત ભિન્ન હોવાથી તથા “અન્વયનો” અસ્વીકાર હોવાથી “સદશપરિણામતા' સ્વીકારાઈ જ નથી, કોઈ કોઈની સાથે સમાન છે જ નહીં. એક વાહ પોતે જ પોતાના સ્થાને જ થનારા બીજા સમયના તે વાહની સાથે સમાન નથી તો ઈતર વાહ કે ઈતર દોહાદિની સાથે તો સમાન સંભવે જ કેમ ? માટે કોઈની પણ કોઈની સાથે સમાનતા તમારા મતે ન સ્વીકારાઈ હોવાથી આ પક્ષ અનુચિત છે.
હવે જો બીજો પક્ષ કહો તો, એટલે કે વિવક્ષિત વાહ ઈતર વાહાદિથી વ્યાવૃત્તિરૂપ (અભાવરૂપ) છે એવી સમાનતા કહો તો તે પક્ષ પાણ અનુચિત જ છે. કારણ કે અન્યની વ્યાવૃત્તિ એ વ્યાવૃત્તિરૂપ = અભાવરૂપ હોવાથી અને અભાવ એ શૂન્યાત્મક હોવાથી = તુચ્છરૂપ હોવાથી સ્વલક્ષણમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org