________________
૬૨૧
શક્તિ અને સંકેત વડે શબ્દ અર્થબોધહેતુ છે તેની ચર્ચા
રત્નાકરાવતારિકા
શબ્દો અન્યથા પિ સાધ્ય શૂન્ય પણ હોય છે. માટે પણ હેતુ વ્યભિચારી બનશે, આ પ્રમાણે તૃણ-ઘટ-પટાદિ અર્થમાં કહેવાયેલા, ઉન્મત્ત-સુત-શુક અને સારિકાદિ વડે અભિધેય શૂન્યપણે કહેવાયેલા, તથા ગોત્રની (વાણીની) સ્ખલનાવાળા પુરૂષ વડે પણ જે અભિધેયશૂન્ય પણે કહેવાયેલા શબ્દોમાં હેતુ સાધ્યાભાવવદ્ વૃત્તિ હોવાથી વ્યભિચાર દોષ આવશે. માટે સંકેત વિના શબ્દ પ્રયોગ કરાય છે આ બીજો પક્ષ તો કોઈ પણ રીતે ઉચિત નથી.
હવે સંકેત કરીને આ અનુમાનમાં શબ્દપ્રયોગ કરાય છે એમ જો પ્રથમપક્ષ કહેતા હો તો. આ બિચારો શબ્દ પોતે જ સંકેત દ્વારા તે તે પોતાની નિયત વાચ્ય વસ્તુને અનુમાન વિના જ જણાવે છે એમ માનવામાં શું દોષ દેખાય છે ? અર્થાત્ આ શબ્દ પોતે જ (અનુમાન વિના) વાચ્યને સંકેત દ્વારા જણાવે છે એમ કહેવામાં અને માનવામાં કોઈ દોષ નથી. આ શબ્દ કંઈ પદાર્થથી ડરતો નથી કે જેથી ‘શબ્દ અર્થ જણાવે છે.'' એમ કહેવામાં કે માનવામાં ભય લાગે, ઉલટું એમ સત્ય માનવામાં અને સ્વીકારવામાં આવા પ્રકારનો વિશેષલાભ થાય છે. તે વિશેષલાભ આ પ્રમાણે છે શબ્દથી અપોહ જણાય, અને અપોહથી અર્થબોધ થાય આવા પ્રકારની, તથા વારંવાર દરેક શબ્દે શબ્દે અનુમાન કરવા દ્વારા અર્થની વિવક્ષા જાણવી. આવા પ્રકારની નહી અનુભવાતી લાંબી લાંબી લંઘર જેવી પરંપરાની કલ્પનાનો ત્યાગ કરવા રૂપ વિશેષલાભ થાય છે.
-
સારાંશ કે - ગૌરવ ઘટે છે અને લાઘવ થાય છે. તથા જગતના જીવો વડે ન અનુભવાતી વાત સ્વીકારવામાં જે બાધા દોષ આવે તે પણ અટકી જશે. માટે હે બૌદ્ધો ! કંઈક સમજો કે શબ્દ પોતે જ સંકેત વડે પોતાનો નિયત વાચ્ય અર્થ જણાવે છે. આ જ વાત યુક્તિસિદ્ધ છે.
यदकथि- परमार्थतः सर्वतो व्यावृत्तस्वरूपेषु स्वलक्षणेष्वेकार्थकारित्वेनेत्यादि - तदवद्यम् । यतोऽर्थस्य वाहदोहादेरेकत्वम्-अद्विरूपत्वं समानत्वं वा विवक्षितम् ? । न तावदाद्यः पक्षः, पण्डमुण्डादौ कुण्डकाण्डभाण्डादिवाहादेरर्थस्य भिन्नभिन्नस्यैव संदर्शनात् । द्वितीयपक्षेऽपि सदृशपरिणामास्पदत्वम्, अन्यव्यावृत्त्यधिष्ठितत्वं वा समानत्वं स्यात् । न प्राच्यः प्रकारः सदृशपरिणामस्य सौगतैरस्वीकृतत्वात् । न द्वितीयः, अन्यव्यावृत्तेरतात्त्विकत्वेन वान्ध्येयस्येव स्वलक्षणेऽधिष्ठानासम्भवात् ।
किञ्च, अन्यतः सामान्येन, विजातीयाद् वा व्यावृत्तिरन्यव्यावृत्तिर्भवेत् । प्रथमपक्षे न किञ्चिदसमानं स्यात्, सर्वस्यापि सर्वतो व्यावृत्तत्वात् । द्वितीये तु विजातीयत्वं वाजिकुञ्जरादिकार्याणां वाहादिसजातीयत्वे सिद्धे सति स्यात् । तच्चान्यव्यावृत्तिरूपमन्येषां विजातीयत्वे सिद्धे सति, इति स्पष्टं परस्पराश्रयत्वमिति । एवं च कारणैक्यं प्रत्यवमर्शैक्यं च विकल्प्य दूषणीयम् ॥
ટીકાનુવાદ તમે પૂર્વે (પૃષ્ઠ-૬૦૯ થી ૬૧૩માં) જે કહ્યું કે “સર્વતો વ્યાવૃત્તસ્વરૂપેણુ स्वलक्षणेष्वेकार्थकारित्वेन इत्यादि, = આ પંક્તિઓમાં તમે (બૌદ્ધોએ) એમ કહેલું કે વ્યાવૃત્ત સ્વરૂપવાળા અર્થાત્ સર્વથા ભિન્ન સ્વરૂપવાળા એવા સ્વલક્ષણોમાં (આગુરૂપ પદાર્થોમાં) ‘આ ઘટ છે’’ ‘‘આ પટ છે’’ જલાધાર રૂપ એક અર્થ ક્રિયા કરનાર છે. એવી એકાકાર રૂપ પદાર્થની પ્રતીતિ કરાવનાર તરીકે ઉત્પન્ન થનારો, એક કારગતાના લીધે ઉત્પન્ન થતો, બાહ્ય પદાર્થ તરીકે મનાતો,
Jain Education International
For Private & Personal Use Only
-
www.jainelibrary.org