________________
રત્નાકરાવતારિકા ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૧૧
૬૧૪ युष्मदीयैः “स एव शब्दानां विषयो यो विकल्पानाम्' इति कथमपोहः शब्दार्थः स्यात् ? अस्तु वा तथाऽप्यनुमानवत् किं न शब्दः प्रमाणमुच्यते । अपोहगोचरत्वेऽपि परम्परया पदार्थे प्रतिबन्धात् प्रमाणमनुमानमिति चेत्, तत एव शब्दोऽपि प्रमाणमस्तु । अतीतानागताम्बरसरोजादिष्वसत्सु अपि शब्दोपलम्भामात्रार्थप्रतिबन्ध इति चेत्, तभूद् वृष्टिः गिरिनदीवेगोलम्भाद्, भावी भरण्युदयः रेवत्युदयात्, नास्ति रासभशृङ्गम्, समग्रप्रमाणैरनुपलम्भात्, इत्यादेरर्थाभावेऽपि प्रवृत्तेऽनुमानेऽपि नार्थप्रतिबन्धः स्यात् । यदि वचोवाच्यापोहोऽपि पारम्पर्येण पदार्थप्रतिष्ठः स्यात्, तदानीमलाबूनि मज्जन्तीत्यादिविप्रतारकवाक्यापोहोऽपि तथा भवेदिति चेत्, अनुमेयापोहेऽपि तुल्यमेतत्, प्रमेयत्वादिहेत्वनुमेयापोहेऽपि पदार्थप्रतिष्ठाप्रसक्तेः । प्रमेयत्वं हेतुरेव न भवति, विपक्षासत्त्वतल्लक्षणाभावादिति कुतस्त्या तदपोहस्य तन्निष्ठतेति चेत् । तर्हि विप्रतारकवाक्यमप्यागम एव न भवति, आप्तोक्तत्वतल्लक्षणाभावादित्यादि समस्तं समानम् ।
જૈન - અહીં તમે પાડેલા અનેક વિકલ્પોમાં તેવા પ્રકારની પ્રતીતિ (દ્રવ્ય અને પર્યાયની અપેક્ષાવિશેષે એક જ કાળે એક જ પદાર્થમાં સામાન્ય અને વિશેષ સાથે રહે છે પરંતુ અલ્પ પણ વિરૂદ્ધધર્માધ્યાસ નથી. વિરૂદ્ધધર્મધ્યાસરહિતપણે રહે છે તેવા પ્રકારના અનુભવ) ના આધારે પરિતા = તજાયો છે વિરૂદ્ધધર્માધ્યાસ જેમાં એવું, તથા વિરૂદ્ધધર્માધ્યાસ ન હોવાથી જ કથંચિત્ તાદાત્મભાવને પામેલા એવા જે સામાન્ય અને વિશેષ, તે (અવિશ્વમ્ભાવવાળા) સામાન્ય-વિશેષ છે સ્વરૂપ જેનું એવું વસ્તુનું લક્ષણ છે.
સારાંશ કે તેવા પ્રકારના અનુભવના આધારે જેમાંથી વિરૂદ્ધધર્માધ્યાસપણું ચાલ્યું ગયું છે તેવું વસ્તુનું લક્ષણ છે અને વળી કથંચિત્ અભેદભાવને પામેલા એવા સામાન્ય-વિશેષાત્મક સ્વરૂપવાળું છે. વસ્તુનું આવું કથંચિત્ અભેદાત્મક લક્ષાણ અખંડપણે સમજાવવામાં ચતુરાઈપણું અમારા વડે પહેલાં પ્રગટ કરાયું જ છે. તમે એકાન્તસામાન્ય, એકાન્તવિશેષ, અને ઉભયાત્મક એવા જે ત્રાગ પક્ષો કહ્યા છે તેમાંથી પ્રથમના બે પક્ષો એકાન્ત હોવાથી અમે સ્વીકારતા જ નથી. તેથી તે બે પક્ષોનો અમારે ઉત્તર આપવાનો રહેતો જ નથી. માત્ર ઉભયાત્મક એવો ત્રીજો પક્ષ અમે સ્વીકારીએ છીએ. ત્યાં તમે જે “વિરૂદ્ધધર્માધ્યાસ” કહ્યો. તે ખોટો છે. કારણ કે જગતની સર્વ વસ્તુઓ ઉભયસ્વરૂપે અનુભવાય જ છે. અહી થતો પ્રત્યક્ષ અનુભવ એ જ પ્રમાણ છે. આવા પ્રકારના અનુભવના આધારે જ વિરૂદ્ધધર્માધ્યાસનો ત્યાગ કરીને કથંચિત્ તાદાત્મ (અભેદ) ભાવને પામેલું એવું સામાન્ય-વિશેષાત્મક વસ્તુનું સ્વરૂપ છે. અને તે જ સાચું વસ્તુનું લક્ષણ છે. એમ અમે માનીએ છીએ. આ જ વસ્તુનું લક્ષણ અખંડપણે અમે બતાવ્યું છે. તે જ બતાવવામાં અમે અમારી સતત ચતુરાઈ પહેલાં જણાવી છે. અક્ષT = અખંડપાણે સતત, તીક્ષા = સમજાવવામાં, હીક્ષિતત્વ = ચતુરાઈ, પ્રાણ = પહેલાં, પ્રત્યત = બતાવાઈ છે. માટે જગના સર્વ પદાથોં કથંચિત્ તાદાત્મભાવને પામેલા એવા સામાન્ય-વિશેષાત્મક છે.
તેથી શબ્દોનું પણ તત્ = તે ઉભયાત્મક સ્વરૂપ તત્ત્વથી પ્રસિદ્ધ જ છે. એટલે કે શબ્દો પણ સામાન્ય અને વિશેષ એમ ઉભયાત્મક વસ્તુના વિષયવાળા છે. તમારા જ આચાર્યોએ કહ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org