SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧૩ શક્તિ અને સંકેત વડે શબ્દ અર્થબોધહેતુ છે તેની ચર્ચા રત્નાકરાવતારિકા જલાધાર રૂપે એક કાર્ય કરનાર છે.” એવા પ્રકારના એકાર્યકારીપણે ઉત્પન્ન થતા એક વિચાર રૂપ આકારાત્મક છે. તથા વળી (૨) આ અપોહ એક માત્ર વિકલ્પના કારણપણામાંથી જ ઉત્પન્ન થતો આકારવિશેષરૂપ છે. પરંતુ પદાર્થથી ઉત્પન્ન થતો નથી. કે પદાર્થની સાથે જોડાતો નથી. (૩) તથા બાહ્ય જે ભૂમિ ઉપર પડેલા ઘટ-પટ છે તે આકાર મનાતો, હકીકતથી તે અપોહ મનમાં થતો હોવાથી અત્યંતર છે. ફક્ત બાહ્યની સાથે સમાન હોવાથી જાણે બાહ્ય પદાર્થગત આકાર હોય શું તેવો દેખાતો, અને (૪) બુદ્ધિમાં જાણે પ્રતિબિંબિત થઈ ચુક્યો હોય એવો જે આ આકાર તે જ અપોહ કહેવાય છે. પર્વ પામ્ય = મનમાં થતા આ વિકલ્પને અપોહ કહેવાનું કારણ એ છે કે વિવક્ષિત એવા ઘટ-પટાદિ સ્વ આકારથી વિપરીત ઈતર સર્વ આકારોનું ઉમૂલન કરનાર હોવાથી આ વિવક્ષિત આકારને અપોહ કહેવાય છે. તેની વ્યુત્પત્તિ આવા પ્રકારની છે. મોદ્યતે રૂતિ પોઃ = દૂર કરાયઉમૂલન કરાય તે અપોહ, સ્વ આકારથી વિપરીત આકાર ઉમૂલન કરાય છે જેના વડે તે અપોહ કહેવાય છે. જે વસ્તુ વિચારાય છે. તેનાથી અન્ય આકારોનું ઉમૂલન કરાય છે માટે અપોહ કહેવાય તાત્વિકપણે વિચારીએ તો કોઈ વા-વાચક છે જ નહીં શબ્દ એ વાચક અને પદાર્થ એ વાચ્ય આવું છે જ નહીં. પદાર્થને તો શબ્દો સ્પર્શતા પણ નથી. શબ્દને અને પદાર્થને તો કોઈ પણ જાતનો કંઈ સંબંધ નથી, પરંતુ બુદ્ધિમાં પ્રતિબિંબિત થવા સ્વરૂપ જે અપોહ (વિકલ્પ) છે તે વિકલ્પ જ શબ્દના અર્થ રૂપે કહેવાય છતે શબ્દ અને અપોહ આ બન્નેની વચ્ચે માત્ર કાર્યકારણભાવ છે. શબ્દ એ કારણ છે અને અપોહ એ કાર્ય છે. આ કાર્યકારણભાવને જ લોકો વાચવાચક ભાવ તરીકે માની લે છે. પરંતુ વાસ્તવિક વાચ્ય વાચક ભાવ જેવું કંઈ છે જ નહીં આ બૌધ્ધમુનિનું કહેવું છે. अथ श्रीमदनेकान्तसमुद्घोषपिपासितः । अपोहमापिबामि द्राग, वीक्षन्तां भिक्षवः क्षणम् ॥॥ શ્રીમાનું એવા (અતિશય લક્ષ્મી અને શોભા વાળા એવા) અનેકાન્તવાદનું વારંવાર આ ગ્રંથમાં અને આવા પ્રકારના બીજા પણ ગ્રંથોમાં સતત કથન કરવાથી તૃષાવાનું બનેલો હું બૌદ્ધોને આ અપોહને જલ્દીથી (ઘોળીને) પી જાઉં છું તે હે બૌદ્ધમુનિઓ ! તમે ક્ષણવાર જુઓ ના સારાંશ કે આખા આ ગ્રંથમાં ડગલે પગલે વારંવાર શ્રીવીતરાગપરમાત્માએ બતાવેલા અનેકાન્તવાદને જ ગાતાં ગાતાં (ગાવાના કારણે જ) કંઠશોષ થવાથી લાગેલી અત્યન્ત તૃષાવાળો હું બૌદ્ધોએ રજુ કરેલા આ અપોહને હમણાં જ દલીલો દ્વારા ખંડિત કરું છું. (એટલે પી જાઉં છું) તે હે બૌદ્ધો ! તમે જુઓ. इह तावद्विकल्पानां तथाप्रतीतिपरिहृतविरुद्धधर्माध्यास- कथञ्चित्तादात्म्यापन्न- सामान्यविशेषस्वरूपवस्तुलक्षणाक्षूणदीक्षादीक्षितत्वं प्राक् प्राकट्यत । ततस्तत्त्वतः शब्दानामपि तत्प्रसिद्धमेव । यतोऽजल्पि Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001267
Book TitleRatnakaravatarika Part 2
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1999
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy