________________
રત્નાકરાવતારિકા
ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૧૧
૬૧૨
વિશેષ શબ્દના વિષય બને છે ? = વાળો પ્રથમ પક્ષ કહો તો તેનો
નાથ: પક્ષ: પહેલો પક્ષ બરાબર નથી. જો તમે સ્વતન્ત્રયો: અર્થ એ થાય છે કે શબ્દમાં રહેલો સંકેત સ્વતંત્ર એવા સામાન્યને
=
જણાવે છે તથા સ્વતંત્ર એવા વિશેષને જણાવે છે એમ માનવામાં હમણાં જ વિઘ્ન પૂર્વે જણાવેલા विकल्प વિકલ્પોમાં રિતિ બતાવેલા દોષોનો પ્રસંગ આવશે. જો સ્વતંત્ર એવા સામાન્યને જણાવે તો સામાન્ય નિષ્ક્રિય હોવાથી આકાશપુષ્પ તુલ્ય હોવાથી અસત્ છે અને જો સ્વતંત્ર એવા વિશેષને જણાવે તો શબ્દો વિકલ્પોને જ જણાવે છે. વિશેષોને તો શબ્દો સ્પર્શતા પણ નથી તો જણાવે ક્યાંથી ? ઈત્યાદિ પૂર્વે કહેલા દોષો પુનઃ આવશે.
=
न द्वितीयः તાદાત્મ્યભાવને પામેલા એવા સામાન્ય અને વિશેષને શબ્દગત આ સંકેત જણાવે છે આવો બીજો પક્ષ પણ વ્યાજબી નથી કારણ કે સામાન્ય અને વિશેષ આ બન્ને પરસ્પર અત્યન્ત વિરૂદ્ધધર્મથી યુક્ત હોવાના કારણે શીતળતા અને ઉષ્ણતાની જેમ આ બન્નેનો તાદાત્મ્ય સંભવી જ ન શકે. સામાન્ય એ ધ્રુવ છે. અને વિશેષ એ ક્ષણિક છે. વળી સામાન્ય એ સર્વમાં અનુયાયી છે. અને વિશેષ એ વ્યક્તિમાત્રવર્તી છે. આ પ્રમાણે બન્ને વિરૂદ્ધ ધર્મવાળા હોવાથી તાદાત્મ્ય થઈ જ ન શકે. માટે શબ્દોથી સામાન્યાત્મક, કે વિશેષાત્મક, કે ઉભયાત્મક, એમ ત્રણ પક્ષોમાંથી કોઈ પણ પક્ષે અર્થ (પદાર્થ) એ વાચ્ય બની શકતો જ નથી. માટે શબ્દ અને ઘટ-પટાદિ પદાર્થ વચ્ચે વાચ્ય-વાચકભાવ જ નથી.
=
પરંતુ શબ્દ અને મનમાં ઉઠતા વિકલ્પો કે જેને અપોહ કહેવાય છે તે શબ્દ અને અપોહ વચ્ચે માત્ર કાર્યકારણભાવ છે. ‘‘ઘટ’’ એવો વક્તાના મુખે શબ્દ સાંભળતાં જ શ્રોતાના મનમાં ઘટનો આકાર જે પ્રતિબિંબિત થાય છે. તે ઘટાકાર રૂપે પ્રતિબિંબિત થયેલ વિકલ્પ એ કાર્ય છે અને શબ્દ એ કારણ છે. શબ્દ નામના કારણથી વિકલ્પાત્મક કાર્ય ઉત્પન્ન થાય છે. આ રીતે શબ્દને અને વિકલ્પને કાર્ય-કારણભાવ માત્ર જ છે.
શ્રોતાના મનમાં થતો તે વિકલ્પ કેવો છે ? તે સમજાવે છે કે સર્વતો વ્યાવૃત્તસ્વરૂપેણુ સ્વક્ષોનું एकार्थकारित्वेन સર્વથા વ્યાવૃત્ત સ્વરૂપવાળા અર્થાત્ એક-બીજાથી પરસ્પર અત્યન્ત ભિન્ન સ્વરૂપવાળા એવા સ્વલક્ષણો (પરમાણુ આદિ રૂપ પદાર્થો)માં “આ એક ઘટ છે'’ એવી હ્રાર્થનારિત્વેન એકાકાર પ્રતીતિ કરાવનાર તરીકે ઉપનાયમાન = ઉત્પન્ન થતો એક વિચાર રૂપ વિકલ્પનો જે આકાર,
તથા જાળત્વન૨ ૩૫ાયમાન = એક કારણતાના લીધે ઉત્પન્ન થતો એક વિચાર રૂપ વિકલ્પનો જે આકાર, તથા બાહ્ય તરીકે મનાતો એવો આ આકાર અને બુદ્ધિમાં જાણે પ્રતિબિંબિત થયો હોય એવા વ્યપદેશને ભજનારો એવો જે આ આકાર તે અપોહ કહેવાય છે. અને આ અપોહ એ જ શબ્દનું કાર્ય છે. કારણ કે શબ્દ સાંભળતાંની સાથે જ તાદૃશોઢેલોવરસ્ય વ્ ‘આ એક ઘટ છે.’’ તેવા પ્રકારના ઉલ્લેખના શિખરવાળા વિકલ્પાત્મક આકારનું જ સંવેદન ઉત્પન્ન થાય છે. આ ચર્ચાનો સાર એવો છે કે - વક્તા વડે બોલાતા શબ્દનું કાર્ય શ્રોતાના મનમાં થતો વિકલ્પમાત્ર છે. તેને અપોહ કહેવાય છે. તે વિકલ્પ અર્થાત્ અપોહ કેવો છે ? તે ચાર વિશેષણોથી સમજાવે છે. (૧) સર્વથા પરસ્પર ભિન્ન ભિન્ન સ્વરૂપવાળા પરમાણુઓમાં “આ એક ઘટ છે’” અર્થાત્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
–
=