________________
૬૧૧
શક્તિ અને સંકેત વડે શબ્દ અર્થબોધહેતુ છે તેની ચર્ચા રત્નાકરાવતારિકા સારાંશ કે શબ્દ સાંભળતાંની સાથે જ શબ્દ દ્વારા શ્રોતાના મનમાં પ્રથમ વિકલ્પો જ જણાય છે. ઘટપટાદિ પદાથોં જણાતા નથી. પરંતુ વિકલ્પો જાણ્યા પછી આવા વિકલ્પો હોવાથી આવા પદાર્થો હોવા જોઈએ એવું અનુમાન કરીને પદાર્થ બોધ થાય છે. માટે વાચક એવા શબ્દથી તો માત્ર વિકલ્પો જન્મે છે. પરંતુ આવા વિશેષ (વિશેષધર્માત્મક પદાથો) જણાતા નથી. શાસ્ત્રમાં કહ્યું છે કે -
विकल्पयोनयः शब्दाः, विकल्पाः शब्दयोनयः ।
कार्यकारणता तेषां, नार्थं शब्दाः स्पृशन्त्यपि ॥ બોલનાર વક્તાની અપેક્ષાએ તેણે મનમાં ગોઠવેલા વિકલ્પોમાંથી શબ્દો ઉત્પન્ન થાય છે. જેવા મનમાં વિચારો (વિકલ્પો) કર્યા હોય તેવા શબ્દો મુખેથી બોલાય છે. અને શ્રોતાની અપેક્ષાએ શબ્દો સાંભળીને મનમાં તેવા તેવા વિકલ્પો ઉઠે છે. એટલે વક્તાની અપેક્ષાએ વિકલ્પો છે ઉત્પત્તિસ્થાન જેનું એવા શબ્દો છે. અને શ્રોતાની અપેક્ષાએ શબ્દો છે ઉત્પત્તિસ્થાન જેનું એવા વિકલ્પો છે. આ રીતે વકતામાં વિકલ્પોમાંથી શબ્દો અને શ્રોતામાં શબ્દોમાંથી વિકલ્પો ઉત્પન્ન થાય છે. માટે વિકલ્પોને અને શબ્દોને, તથા શબ્દોને અને વિકલ્પોને પરસ્પર કાર્યકારણભાવ છે. બાકી શબ્દો ભૂમિ ઉપર પડેલા પદાર્થને તો સ્પર્શતા પણ નથી. હવે જો શબ્દોને અને વિશેષધર્માત્મક પદાર્થને કોઈ પણ સંબંધ જ ન સંભવતો હોય તો શબ્દમાં તે તે વિશેષપદાર્થને જણાવનારો સંકેત છે. એમ કહેવું કેમ ઉચિત કહેવાય ? અર્થાત્ વક્તાની અપેક્ષાએ વિકલ્પમાંથી શબ્દ ઉત્પન્ન થાય છે. અને શબ્દમાંથી શ્રોતામાં વિકલ્પો (ઘટાકારાદિ) ઉત્પન્ન થાય છે. બાકી મુખે બોલાતા શબ્દો અને ભૂમિ ઉપર પડેલા વિશેષ ધર્માત્મક ઘટ-પટાદિ પદાથોને તો પરસ્પર સ્પર્શ પણ નથી. હવે જો શબ્દને અને પદાર્થને પરસ્પર કોઈ સંબંધ જ ન હોય તો તે તે પદાર્થને જગાવનારો સંકેત શબ્દમાં છે અને શબ્દ એ સંકેતનો આધાર છે આ વાત કેમ સંભવે ? 1. છતાં માની લો કે તત્સમવેર = શબ્દ એ સંકેતનો આધાર સંભવે છે એમ માની લઈએ તો પણ તે તે સંકેતથી જણાતા ઘટ-પટાદિ વિશેષ પદાર્થો વ્યવહારકાળને અનુસરનારા ન હોવાથી સંકેત કરવો નિરર્થક છે. જેમ કે વર્ધમાનવામા આ શબ્દનો વ્યવહાર આ કાળે પણ છે છતાં કચ્છદ્વાચ્ય વર્ધમાનસ્વામી રૂપ વ્યકિત આજે નથી. તથા ઘટ શબ્દ સદા વ્યવહારાય છે. પરંતુ ઘટપદાર્થ વિધ્વંસ થયા પછી હોતો નથી. હવે જો તે વિશેષધર્માત્મક પદાર્થ વ્યવહારકાળ સુધી અનુસરનાર ન હોય તો તે શબ્દનો તે વિશેષમાં કરેલો સંકેત નિષ્ફળ જ જાય. માટે પાણ શબ્દમાં વિશેષનું વાચકપણું સંભવી શકતું નથી.
તાર્તવી તુ = હવે હે જૈન ! ત્રીજો પક્ષ જો તમે કહો તો એટલે સામાન્ય-વિશેષ એમ ઉભયનો વાચક શબ્દ છે એમ જો કહો તો અમે (બૌદ્ધો) તમને (જૈનોને) પુછીએ છીએ કે સ્વતન્નોઃ = સ્વતંત્ર એવા એટલે કે પરસ્પર અત્યન્ત ભિન્ન એવા સામાન્ય અને વિશેષ શબ્દના વિષય બને છે ? કે તાદ્રાભ્યાસિયો: = તાદાત્મ પગાને પામેલા અર્થાત્ પરસ્પર અભિન્ન એવા સામાન્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org