________________
રત્નાકરાવતારિકા ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૧૧
૬૧૦ જાણવો - આપણા બન્નેની વચ્ચે જે આ વર્ણાત્મક શબ્દ પ્રસિદ્ધ છે, તે સ્વાભાવિક સામર્થ્ય અને સંકેત એમ બે વડે કરીને જ અર્થબોધનું કારણ છે.
અહીં જે વસ્તુ પ્રસિદ્ધ હોય, વાદી-પ્રતિવાદી બન્નેને માન્ય હોય એવી જે વસ્તુનું કથન કરાય તે નવી કહેવાય છે. ઉચ્ચારણ કરાતો વર્ણાત્મક જે શબ્દ છે. તે પ્રસિદ્ધ છે. બૌદ્ધ અને જૈન એમ બન્નેને માન્ય છે. માટે “શબ્દ છે” એવું જે કથન તે અનુવાદ. - જે વસ્તુ પ્રસિદ્ધ ન હોય, વાદી-પ્રતિવાદી બન્નેને માન્ય ન હોય પરંતુ વાદી દ્વારા પ્રતિવાદીને સમજાવવાની હોય, કહેવાની હોય તે વિધેય કહેવાય છે. “શબ્દ છે” આ વાત બન્નેને માન્ય છે. પરંતુ સ્વાભાવિકસામર્થ્ય અને સંકેત વડે તે શબ્દ વસ્તુનો બોધક છે. આ વાત જૈનને જ માન્ય છે. બૌદ્ધને આ વાત માન્ય નથી, તેથી તેને સમજાવવાની છે. માટે વિધેય છે. ગ્રંથકારશ્રી અનુવાદ એવા શબ્દનો શક્તિ-સંકેત વડે વિધેયભાવ હવે સમજાવે છે. અથવા વિધેય એટલે સામર્થ્ય અને સંકેત વડે શબ્દ વાચક છે એવું જે સમજાવવું છે તે વિધેય કહેવાય છે, તેનો અનુવાધભાવ એટલે ચર્ચાનો સાર આ પ્રમાણે છે -
બૌદ્ધ - હે જૈન ! સ્વાભાવિક એવું સામર્થ્ય અને સંકેત આ બે વડે શબ્દનું વાચકપણું અર્થને વિષે જે તમારા વડે કહેવાય છે તે સામાન્યરૂપ અર્થને વિષે વાચકપાયું છે ? કે વિશેષરૂપ એવા અર્થને વિષે વાચકપણું છે ? કે તે સામાન્ય અને વિશેષ એમ ઉભયાત્મક સ્વભાવવાળા અર્થને વિષે વાચકપણું છે ? અર્થાત્ શબ્દવડે જે અર્થ સમજાવાય છે તે અર્થ શું સામાન્યાત્મક છે ? કે વિશેષાત્મક છે કે શું ઉભયાત્મક છે !
ને પ્રથમે, = પહેલા પક્ષમાં હે જૈન ! તમારી વાત બરાબર નથી. સામાન્ય એ અર્થક્રિયાકારી ન હોવાથી આકાશપુષ્પની તુલ્ય અસત્ છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે સામાન્ય Á નિરવવં નિષ્ક્રિય = એટલે કે સામાન્ય એ નિરવયવ અને નિષ્ક્રિય છે. અને જે નિષ્ક્રિય હોય છે. તે સ્વ અર્થક્રિયાકારી રૂપ કિયાવાળું ન હોવાથી વધ્યાપુત્રાદિની જેમ સત્ કહેવાય છે. ત્વ-પદ– ઈત્યાદિ અન્વયી એવું સામાન્ય કોઈ પણ જાતની ક્રિયાને કરનાર ન હોવાથી સત્ જ છે. અર્થાત્ નથી જ, (બૌદ્ધદર્શન ક્ષણિકવાદી હોવાથી સામાન્યને = અન્વયને-ધુવને ન માનનાર છે.) તેથી શબ્દથી વાચ્ય અર્થ સામાન્યાત્મક છે. એ વાત સંભવે નહીં.
ન દ્વતીય = બીજા પક્ષમાં પણ તે જૈન તમારી વાત બરાબર નથી. કારણ કે સ્વલક્ષણ સ્વરૂપ એવું આ વિશેષ વિકલ્પસંબંધી જ્ઞાનનો વિષય બનતું નથી માટે તે વિશેષ સંકેતનો આધાર બને એ અસંભવિત છે. એટલે કે પ્રત્યેક શબ્દો તે તે પદાર્થના વિકલ્પને (એટલે કે તે તે પદાર્થસંબંધી સંકલ્પને) જ જણાવે છે. પરંતુ વિશેષાત્મક એવા પદાર્થને કોઈ શબ્દ જગાવતો નથી. જેમ કે
ઘરમાના” બોલતી વખતે શ્રોતાના મનમાં ઘટના આકાર રૂપ વિકલ્પજ્ઞાન ઉત્પન્ન થાય છે. એટલે જ તે ઘટાદિ શબ્દો શ્રોતાના મનમાં ઘટાકારાદિ વિકલ્પોને જ ઉત્પન્ન કરે છે તે વિકલ્પોમાં વિશેષધર્માત્મક પદાર્થો સંભવતા નથી, પરંતુ વિકલ્પો જાણ્યા પછી અનુમાનથી વિશેષધર્માત્મક પદાથોને તે શ્રોતા જાણે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org