SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦૯ શક્તિ અને સંકેત વડે શબ્દ અર્થબોધ હેતુ છે તેની ચર્ચા રત્નાકરાવતારિકા નહીં. તે કારણથી જ દેશભેદે શબ્દોનો અર્થભેદ થવો જોઈએ નહીં અને દેશભેદે શબ્દોનો અર્થભેદ તો થાય જ છે. જેમ કે વોર શબ્દ ગુજરાત આદિ દેશોમાં ચોર અર્થમાં પ્રયોગ કરાય છે તે જ વોર શબ્દ દક્ષિણદેશના લોકો દ્વારા ઓદન અર્થમાં પ્રયોગ કરાય છે. હવે જો આ વોર શબ્દ ચોર અર્થનો બોધ કરાવવાની સ્વાભાવિકશક્તિ ધરાવતો હોય તો ઓદન અર્થ ક્યાંથી સમજાવી શકે ? અને જો ઓદન અર્થ સમજાવવાની શક્તિ ધરાવતો હોય તો ચોર અર્થ કયાંથી સમજાવી શકે ? જે અર્થ સમજાવવાની શક્તિ ધરાવે તે જ અર્થ થવો જોઈએ. ઉત્તર - તરણ્યમ્ - ઉપરની તે શંકા અનુચિત છે. અમે એમ કહીએ છીએ કે સર્વશબ્દો સર્વ અર્થ સમજાવવાની શક્તિથી યુક્ત છે. ફક્ત જે દેશમાં જે અર્થનું પ્રતિપાદન કરવામાં સહકારી કારાણભૂત એવો જે સંકેત મળે, તે દેશમાં તે શબ્દ તે જ અર્થનું પ્રતિપાદન કરે છે. જેમ લોટના સર્વકણોમાં પુરી-રોટલી-ભાખરી અને લાડુ આદિ સર્વ ખાદ્ય પદાર્થો બનાવવાની ઉપાદાનશકિત હોવા છતાં જે જે પદાર્થને અનુરૂપ મસાલા નાખવા રૂપ સહકારી કારણ મળે તે તે પદાર્થ જ લોટમાંથી બને છે. કોઈ એક કાણમાં ટેબલ-ખુરશી-બારી-બારણાં એમ સર્વ કાર્યો બનાવવાની ઉપાદાન શક્તિ હોવા છતાં જે જાતના ઘાટને અનુરૂપ શસ્ત્રોના ઘા સ્વરૂપ સહકારી કારાણો મળે છે તે કાર્ય જ તેમાંથી થાય છે. તેવી રીતે જ પ્રત્યેક શબ્દોમાં સર્વ અર્થ જણાવવાની શક્તિ હોવા છતાં પણ જે જે સંકેતાત્મક સહકારી કારાગ મળે તે તે શબ્દોમાંથી તે તે અર્થબોધ થવા રૂપ કાર્ય થાય છે. આ પ્રમાણે સર્વ ભાવાર્થ સ્વચ્છ છે અર્થાત્ નિર્દોષ છે. __ सौगतांस्तु प्रत्येवं विधेयानुवाद्यभावः, योऽयं शब्दो वर्णात्माऽऽवयोः प्रसिद्धः, स स्वाभाविकसामर्थ्यसमयाभ्यां कृत्वाऽर्थबोधनिबन्धनमेवेति । अथ स्वाभाविकसामर्थ्यसमयाभ्यां शब्दस्यार्थे सामान्यरूपे, विशेषलक्षणे, तदुभयस्वभावे वा वाचकत्वं व्याक्रियेत ? न प्रथमे, सामान्यस्यार्थक्रियाकारित्वाभावेन नभोऽम्भोजसन्निभत्वात् । न द्वैतीयीके, विशेषस्य स्वलक्षणस्य वैकल्पिकविज्ञानागोचरत्वेन सङ्केतास्पदत्वासम्भवात् । तत्सम्भवेऽपि विशेषस्य व्यवहारकालाननुयायित्वेन सङ्केतनैरर्थ्यक्यात् । तार्तीयीके तु स्वतन्त्रयोः तादात्म्यापन्नयोर्वा सामान्यविशेषयोस्तद्गोचरता संगीर्येत । नाय: पक्षः, प्राचिकविकल्योपदर्शितदोषानुषङ्गात् । न द्वितीयः, सामान्यविशेषयोः विरुद्धधर्माध्यासितत्वेन तादात्म्यायोगादिति नार्थो वाच्यो वाचाम् । अपि तु परमार्थतः सर्वतो व्यावृत्तस्वरूपेषु स्वलक्षणेष्वेकार्थकारित्वेन एककारणत्वेन चोपजायमानैकप्रत्यवमर्शरूपविकल्पस्याकारो बाह्यत्वेनाभिमन्यमानो बुद्धिप्रतिविम्ब व्यपदेशभागपोहः, शब्दश्रुतौ सत्यां तादृशोल्लेखशेखरस्यैव वेदनस्योत्पादात् । अपोहत्वं चास्य स्वाकारविपरीताकारोन्मूलकत्वेनावसेयम् । अपोह्यते स्वाकाराद् विपरीत आकारोऽनेनेत्यपोह इति व्युत्पत्तेः। तत्त्वतस्तु न किञ्चिद् वाच्यं वाचकं वा विद्यते, शब्दार्थतया कथिते बुद्धिप्रतिबिम्बात्मन्यपोहे कार्यकारणभावस्यैव वाच्यवाचकतया व्यवस्थापितत्वात् । નૈયાયિકોની સાથે શબ્દસંબંધી આ ચર્ચા સમાપ્ત કરીને હવે બૌદ્ધોની સાથે શબ્દસંબંધી આ ચર્ચા શરૂ કરતાં ટીકાકારશ્રી જણાવે છે કે - સૌગતો (બૌધ્ધો) પ્રત્યે આ પ્રમાણે વિધેયાનુવાધભાવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001267
Book TitleRatnakaravatarika Part 2
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1999
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy