________________
૬૧૫
શક્તિ અને સંકેત વડે શબ્દ અર્થબોધહેતુ છે તેની ચર્ચા રત્નાકરાવતારિકા
“શબ્દોનો પણ તે જ વિષય છે. કે જે વિકલ્પોનો વિષય છે.”
આ વાક્ય જ એમ જણાવે છે કે વિકલ્પો જે પદાર્થ (ઘટ-પટ)ને વિષય કરે છે. એટલે કે મનમાં થયેલો વિકલ્પ જે ઘટ-પટ પદાર્થને વિચારે છે તે જ ઘટ-પટ પદાર્થ શબ્દોનો વિષય છે. આવું સ્પષ્ટ વાક્ય હોવા છતાં પણ અને તેવો અનુભવ હોવા છતાં પણ “અપોહ” (વિકલ્પ) એ શબ્દોનો અર્થ (વિષય) છે એમ કેમ માની શકાય ? વિકલ્પથી જેમ વિષય જણાય છે તેમ શબ્દથી પણ વિષય જ જણાય છે. માટે ઘટ-પટ વિષયને જ શબ્દોનો વિષય માનવો જોઈએ. પરંતુ અપોહમાત્રને શબ્દનો વિષય ન માનવો જોઈએ.
મતુ વાનુમાનવત્ = અથવા માનો કે શબ્દ એ ઘટ-પટ પદાર્થને વિષય કરતો નથી. પરંતુ અપોહને જ વિષય કરે છે તો પણ તે શબ્દ અપોહને તો છેવટે જણાવે જ છે. તેથી અનુમાનની જેમ શબ્દને પ્રમાણ કેમ ન મનાય ? અનુમાન પણ અપોહને (સાધ્યના નિર્ણયને) જણાવતું છતું પ્રમાણ કહેવાય છે તેવી જ રીતે શબ્દ પણ અપોહને (પદાર્થવિષયક વિકલ્પને) જણાવતો છતો પ્રમાણ કેમ ન મનાય ? અર્થાત્ શબ્દને પણ પ્રમાણ માનવો જોઈએ. તેથી હે બૌદ્ધ ! પ્રત્યક્ષ - અને અનુમાન એમ બે જ પ્રમાણો તમે જે માનો છો તે વ્યાજબી નથી. પરંતુ પ્રત્યક્ષ અનુમાન અને આગમ એમ ત્રાણ પ્રમાણો તમારે માનવાં જોઈએ. શબ્દ એ જો કે ઘટપટ વિષયને જણાવે છે. છતાં તમારી કલ્પના મુજબ વિકલ્પને જગાવતો હોય તો પણ વિકલ્પને જણાવતો છતો અનુમાનની જેમ તમારે ત્રીજા પ્રમાણ તરીકે સ્વીકારવો જોઈએ.
બૌધ્ધ - પોપરત્વે f = અનુમાન પ્રમાણ શબ્દની જેમ અપોહના વિષયવાળું હોવા છતાં પાગ એટલે કે કોઈ પાગ વકતા જ્યારે અનુમાન બોલે ત્યારે શ્રોતાના મનમાં સાંભળતાંની સાથે સાધ્યના નિર્ણયને વિષયવાળો વિકલ્પ (અપોહો ઉઠવા છતાં પણ પરંપરાએ પદાર્થની સાથે પ્રતિબંધવાળો હોવાથી (અર્થાત્ જેવા પ્રકારનો નિર્ણય થયો તેવા પ્રકારના સાધ્યની પ્રતીતિ પક્ષમાં થતી હોવાથી) અનુમાનને તો પ્રમાણ જ મનાય. અર્થાત્ અનુમાન સાંભળતાં મનમાં જેવો અપોહ (વિકલ્પ) થયો તેવું જ સાધ્ય પક્ષમાં જણાય જ છે. એટલે અપોહ એ પદાર્થની સાથે પ્રતિબંધવાળું છે માટે અનુમાન પ્રમાણ મનાય છે. જેમ કે પર્વતો વર્તમાન્ ધૂમાત્ બોલતાંની સાથે શ્રોતાને મનમાં સાધ્યનો અપોહ જ થાય છે. પરંતુ પક્ષમાં જઈને જોતાં વદ્ધિ પ્રાપ્ત થાય જ છે. માટે અનુમાન ભલે વિકલ્પને જ ઉત્પન્ન કરે છે. પરંતુ તે વિકલ્પ પદાર્થની સાથે પ્રતિબંધવાળો છે. તેથી અનુમાન પ્રમાણ છે.
જૈન - તત વ રીન્દ્રો પ્રમાણમતુ = હે બૌદ્ધ ! જો આવું સમજો છો તો તે જ રીતે શબ્દ પાગ પ્રમાણ હો. કારણ કે વક્તા વડે ઉચ્ચારણ કરાયેલો શબ્દ સાંભળતાંની સાથે જ શ્રોતાના મનમાં પ્રથમ વિકલ્પ (અપોહ) ઉઠે છે અને ત્યારબાદ તે જ અપોહ ઘટ-પટાદિ ભૂમિગત પદાર્થને જણાવનાર બને જ છે માટે પદાર્થ સાથે પ્રતિબંધવાળો હોવાથી અનુમાનની જેમ શબ્દ પણ પ્રમાણ હો. - બૌદ્ધ - ૩અતીતાના પતિ - હે જૈન ! શબ્દ ક્યારેક અપોહમાત્રને જ ઉત્પન્ન કરે છે. પરંતુ તેનાથી જણાવાતા પદાથો સંસારમાં હોતા નથી. એમ પણ બને છે. સંસારમાં ન હોય તેવા પદાર્થોને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org