________________
૬૦૧
શક્તિ અને સંકેત વડે શબ્દ અર્થબોહેતુ છે તેની ચર્ચા રત્નાકરાવતારિકા
અને વીંછી વચ્ચે બન્નેમાં સાધારણ એવું એક (શક્તિ નામનું) કારણ માન્ય નથી. જે તમે બન્ને વચ્ચે સાધારણ એકકારણતા માનો તો તે ક્તિ જ સ્વીકારેલી થઈ. અને તમે શક્તિતત્ત્વ માનતા નથી માટે તમને ત્યાં ગોમય અને વીંછીમાં પણ અનિયતહેતુતા અને નિર્હેતુકતા દોષ આવશે જ. તથા પ્રતિબંધકનો પ્રાગભાવ, પ્રતિબંધકનો પ્રધ્વંસાભાવ અથવા ઉત્તેજકની હાજરી આદિ ભિન્ન, ભિન્ન કારણોમાં પણ કોઈ એક તુલ્યરૂપ વાળું કારણ તમારા મતે નથી. (જે સાધારણ એકકારણ માનો તો તે અમારી માનેલી શક્તિ જ સ્વીકારેલી થશે.) તેથી પ્રાગભાવાદિ ભિન્ન ભિન્ન કારણો દાહનાં થશે. અને આ રીતે અનિયત એવા કારણોથી થતો આ દાહ કોઈ નિયતકારણવાળો કહેવાશે નહીં. માટે અમે આપેલા ‘“અનિયતહેતુકતા” નામના દોષ રૂપી દૌર્ભાગ્ય વડે ગમી = આ તૈયાયિકો મુક્ત થઈ શકશે નહીં. પંક્તિનો અર્થ આ પ્રમાણે જાણે દૌર્ભાગ્ય રૂપી દૈવ જ હોય એવા અનિયતહેતુકતાના દોષ વડે આ તૈયાયિકો મુક્ત થઈ શકશે નહીં.
કે
નૈયાયિક અમે પ્રતિબંધકાભાવને ભાવથી ભિન્ન કારણપણે કહ્યો એટલે તમે અમને ઉપર મુજબ દોષો આપી શકો છો. પરંતુ ધારો કે અભાવ એ પણ દાહનું કારણ છે પરંતુ ભાવથી ભિન્ન નહીં. એમ માનીએ તો તો કદાચ તમારા દોષોમાંથી અમે બચી શકીશું. અર્થાત્ દાહાત્મક કાર્યમાં અગ્નિ એ ભાવાત્મક કારણ છે અને પ્રતિબંધકાભાવ તેનાથી અત્યંત ભિન્નપણે કારણ છે. એમ બે કારણોથી દાહ થાય છે એમ અમે હવે નહી માનીએ પરંતુ ભાવસ્વભાવાત્મક એવો પ્રતિબંધકાભાવ એ જ દાહનો હેતુ છે એમ માનીને દાહમાં અતીન્દ્રિય શક્તિ કારણ છે એમ ન માનીએ તો કોઈ દોષ આવતો નથી. અને આ માન્યતાવાળો માર્ગ અતિસુંદર છે.
ભાવાર્થ એવો છે
શબ્દમાં વાચ્ય અર્થ જણાવવાની સ્વાભાવિક શક્તિ છે કે નહીં ? આ બાબતમાં જૈનોના અને નૈયાયિકોના કથનમાં મુખ્ય બે વિચારભેદ હતા. જૈનોનું કહેવું એમ છે કે કાર્યની ઉત્પત્તિમાં ભાવાત્મક પદાર્થ કારણ છે. તેમાં અતીન્દ્રિય શક્તિ છે અને તે ભાવાત્મક પદાર્થ પોતે પ્રતિબંધકના અભાવાત્મક છે. અને નૈયાયિકોનું કહેવું એમ છે કે ભાવાત્મક પદાર્થ અને પ્રતિબંધકાભાવ આ બન્ને સ્વતંત્ર કારણ છે. પરંતુ ભાવાત્મક પદાર્થમાં અતીન્દ્રિય શક્તિ નથી. આ ચર્ચામાં નૈયાયિકોએ માનેલી ભિન્ન એવી પ્રતિબંધકાભાવની કારણતામાં ગ્રંથકારશ્રીએ ઘણા દોષો બતાવ્યા. તેથી હવે તે દોષોથી બચવા તૈયાયિકો એવી દલીલ કરે છે કે ભાવાત્મક અગ્નિ અને
કે
-
=
-
અભાવાત્મક પ્રતિબંધકાભાવ આ બન્નેને અલગ અલગ સ્વતંત્ર કારણ ન માનીએ પરંતુ ભાવસ્વભાવાત્મક એવો (અભિન્ન એવો) પ્રતિબંધકાભાવ એ જ દાહાદિકાર્યનું કારણ માનીએ અને અતીન્દ્રિય શક્તિ ન માનીએ તો સ્વતંત્ર અભાવને કારણ માનવામાં તમે જૈનોએ આપેલા દોષો અમને આવશે નહીં. અને અતીન્દ્રિય શક્તિ ન માનીએ પણ વ્યવહાર ચાલે છે. માટે અતીન્દ્રિય શક્તિનો સ્વીકાર કરવો તે સુંદર માર્ગ નથી. પરંતુ ભાવ સ્વભાવાત્મક અભાવ કારણ છે. એમ માનવું તે જ સુંદર માર્ગ છે. આ પ્રમાણે નૈયાયિક કહે છે.
જૈન
Jain Education International
इत्यप्युच्यमानमपास्तम् = આ પ્રમાણે નૈયાયિક વડે કહેવાતું વચન પણ ઉપર કહેલી ચર્ચાના અનુસારે દૂર થયેલું સમજવું. કારણ કે તમે પ્રતિબંધકાભાવને ભાવાત્મક અગ્નિથી અભિન્ન
For Private & Personal Use Only
www.jainelibrary.org