________________
રત્નાકરાવતારિકા ચતુર્થ પરિચ્છેદ સૂત્ર-૧૧
૬૦૨ ભલે માન્યો પરંતુ કાર્ય કરવાની કારણતા શક્તિ અગ્નિમાં નથી સ્વીકારતા, (જો તે અગ્નિમાં કાર્યકારણતા માનો તો અતીન્દ્રિયશક્તિ સ્વીકારેલી જ થાય માટે ત્યાં કારણતા શકિત માનતા નથી, પરંતુ ભાવથી અભિન્ન એવા પ્રતિબંધકાભાવમાં કારાણતા લાવો છો. જે અભાવાત્મક હોય તે આકાશ પુષ્પાદિની જેમ શૂન્ય હોવાથી તેમાં કારગતા સંભવે નહી. માટે પૂર્વે કહેલા અભાવના જે જે વિકલ્પો છે અને તે તે વિકલ્પો સ્વીકારવામાં જે જે દોષો અને કહ્યા છે. તે તે વિકલ્પોમાં તે તે દોષો તમને આવશે જ. કારણ કે કાર્ય કરવાની કારણતા તમે અભાવમાં સ્થાપો છો. અને અભાવ શૂન્યાત્મક હોવાથી કાર્યનો અકર્તા છે અને જો કારાગતા ભાવમાં સ્થાપો તો ભાવાત્મક અગ્નિમાં દાહની કાર્યકારી એવી અતીન્દ્રિય શકિત સ્વીકારેલી જ થઈ, માટે ભાવાત્મક પદાર્થ જ કારાગ છે અને તેમાં જ કાર્યકારી શક્તિ છે જ.
___ अथ शक्तिपक्षप्रतिक्षेपदीक्षिता आक्षपादा एवं साक्षेपमाचक्षते - ननु भवत्पक्षे प्रतिबन्धकोऽकिञ्चित्करः किश्चित्करो वा भवेत् ? अकिञ्चित्करप्रकारे - अतिप्रसङ्गः, शृङ्ग भृङ्ग-भृङ्गारादेरप्यकिञ्चित्करस्य प्रतिवन्धकत्वप्रसङ्गात् । किञ्चित्करस्तु किञ्चिदुपचिन्वन्- अपचिन्वन् वा स्यात् ? प्राचि पक्षे किं दाहशक्तिप्रतिकुलां शक्तिं जनयेत्, तस्या एव धर्मान्तरं वा ?। न प्रथमः, प्रमाणाभावात्, दाहाभावस्तु प्रतिबन्धकसनिधिमात्रेणैव चरितार्थ इति न तामुपपादयितुमीश्वरः । धर्मान्तरजनने तदभावे सत्येव दाहोत्पाद इत्यभावस्य कारणत्वस्वीकारः, त्वदुक्ताशेषप्रागभावादिविकल्पावकाशश्च । अपचयपक्षे तु प्रतिबन्धकस्तां शक्तिं विकुट्टयेत् तद्धर्मं वा ? प्रथमप्रकारे, कुतस्त्यं कृपीट्योनेः पुनः स्फोटघटनपाटवम् । तदानीमन्यैव शक्ति: संजातेति चेत् - ननु सा संजायमाना किमुत्तम्भकात्, प्रतिबन्धकाभावाद्, देशकालादिकारकचक्राद् अतीन्द्रियार्थान्तराद्वा जायते ? आद्यभिदायाम्, उत्तम्भकाभावेऽपि प्रतिवन्धकाभावमात्रात् कौतस्कुतं कार्यार्जनं जातवेदसः ?। द्वितीयभेदे, तत एव स्फोटोत्पत्तिसिद्धेः शक्तिकल्पनावैयर्थ्यम् । तृतीये देशकालादिकारकचक्रस्य प्रतिबन्धककालेऽपि सद्भावेन शक्त्यन्तप्रादुर्भावप्रसङ्गः । चतुर्थे, अतीन्द्रियार्थान्तरनिमित्तकल्पने तत एव स्फोट: स्फुटं भविष्यति, किमनया कार्यम् ?। तन्न शक्तिनाशः श्रायसः, तद्वदेव तद्धर्मनाशपक्षोऽपि प्रतिक्षेपणीयः।
નૈયાયિક - નૈયાયિકો અને વૈશેષિકોની માન્યતા લગભગ સમાન છે. તેથી અતીન્દ્રિય શક્તિ ન સ્વીકારવામાં બન્ને સમાન છે. તેથી જૈનોની સામે અત્યાર સુધી તૈયાયિકોએ ચર્ચા કરી, આ સાંભળીને જાણે ગુસ્સામાં આવ્યા હોય તેવા આક્ષપાદો = (વૈશેષિકો) = નૈયાયિકોના પક્ષનું ઉપરાણું લઈને જૈનોની સામે તુટી પડે છે. કે (જૈનોએ માનેલી અતીન્દ્રિય એવી) શક્તિનો જે પક્ષ છે. તેનું ખંડન જ કરવામાં માત્ર દીક્ષિત (ચતુર) એવા આક્ષપાદો (વૈશેષિકો) જૈનો પ્રત્યે આક્ષેપ સહિત (ગુસ્સા સાથે) આ પ્રમાણે કહે છે કે - શક્તિનો પક્ષ કરનારા હે જૈનો ! તમારા પક્ષમાં મણિ-મંત્ર-તંત્રાદિ પ્રતિબંધકો શું અકિંચિત્કર છે કે કિંચિત્કર છે ? અર્થાત્ સહકાર કે પ્રતિષેધ કંઈ કરે છે કે નથી કરતા ? જે મણિ-મંત્ર-તંત્રાદિ પ્રતિબંધકો અકિંચિત્કર છે એવો પ્રથમ પ્રકાર કહેશો તો અતિપ્રસંગ (અતિવ્યાપ્તિ) દોષ આવશે. તે આ પ્રમાણે - અગ્નિને કંઈ પણ લાભ-નુકશાન ન કરતા એવા અકિંચિત્કર મણિ-મંત્ર-તંત્રાદિને જો પ્રતિબંધક સ્વીકારાય છે તો તે જ ન્યાયે અગ્નિને
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org