________________
રત્નાકરાવતારિકા
ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૧૧ બદલે પથ્થર-રેતી-તન્ત-અગ્નિ-પાણી આદિ ગમે તે કારણોમાંથી પણ થવો જોઈએ, અને આ રીતે ગમે તે અનિયત કારાણોમાંથી ઉત્પન્ન થતા ઘટને કોઈ પણ કારાગની નિયત અપેક્ષા ન હોવાથી કોઈક વખત વિજળીના ચમકારાની જેમ નિહેતુક (કોઈપણ કારણ વિના) સ્વયં પાગ થઈ જશે. એ જ રીતે પટ પાણ તનુને બદલે રેતી-પથ્થર-માટી-અગ્નિ-પાણી ઈત્યાદિ અનિયત કારણોમાંથી પ્રગટ થવો જોઈએ અને એમ થવાથી નિયત કારણ ન હોવાથી કોઈક વખત નિહેતુક પણ થશે, આ રીતે થવાથી અનિયતહેતુક કાર્ય નિહેતુક બની જાય, તથા જગતના પ્રત્યેક પદાર્થોમાં રહેલો કાર્યકારણભાવ અન્વય-વ્યતિરેક દ્વારા અવાર્ય હોય છે. જેમ ધૂમ અને ધૂમધ્વજ (અગ્નિ). જ્યાં
જ્યાં અગ્નિ હોય, ત્યાં જ ધૂમ હોય, (અન્વય), અને જ્યાં અગ્નિ ન હોય ત્યાં ધૂમ ન જ હોય (તે વ્યતિરેક), આ રીતે મૃ-ઘટ, તતુ-પટ, માં પણ અન્વય વ્યતિરેક દ્વારા જ કાર્યકારાણભાવ અવધાર્ય બને છે તે જ રીતે દાહાત્મક કાર્ય પણ અન્વય-વ્યતિરેક દ્વારા જ અવધાર્ય છે. એમ જો નહીં માનો તો પ્રસ્તુત એવા આ દાહાત્મક કાર્યમાં ટુ જે પ્લોષાદિ (ફોલ્લાદિ કાર્ય) એક કાળે કોઈ એક કારણથી (પ્રાગભાવ અથવા પ્રāસાભાવ અથવા ઉત્તેજક ઈત્યાદિથી) ઉત્પન્ન થયેલું માનશો, અને તત્ તે જ (ફોલ્લાદિ કાર્ય) મચી = બીજા કાળે બીજા કારણોમાંથી પાગ ઉત્પન્ન થાય છે એમ જ માનશો તો તે ફોલ્લાદિ કાર્ય તારણમેવ = તે નિશ્ચિત પ્રથમકારાગવાળું જ છે એમ કહેવાશે નહીં અને આ રીતે અનિયતકારાગવાળું તે કાર્ય નિહેતુક કેમ ન કહેવાય?
યાયિક - નોમન્ - હે જૈનો ! વીંછીની ઉત્પત્તિ વીંછીથી પણ થાય છે અને ગોમય (છાગ) માંથી પણ થાય છે. આમ પ્રત્યક્ષ દેખાય છે. છતાં તંત્ર = તે વીંછીની ઉત્પત્તિમાં “અનિયતહેતુકતા” તમારા વડે (જૈનો વડે) પણ નથી સ્વીકારાઈ. અર્થાત્ જેમ વીંછીની ઉત્પત્તિ વીંછીમાંથી અને ગોમયમાંથી થાય છે છતાં અનિયતહેતુકતા કે નિર્દેતુકતા નથી કહેવાતી, તેવી જ રીતે દાહાત્મક કાર્ય પણ પ્રતિબંધકના પ્રાગભાવથી, અથવા પ્રāસાભાવથી અથવા ઉત્તેજક ઈત્યાદિથી થશે. છતાં અનિયતહેતુકતા કે નિતુકતા કહેવાશે નહી.
જૈન - તરિ ત્રત્રમ્ = તે વાત પણ લજાસ્પદ અથવા (ખોટી હોવાથી) કરૂણાપાત્ર છે આવી ખોટી ખોટી દલિલો કરતા તૈયાયિકને સાંભળીને તેના ઉપર અમને કરૂણા ઉપજે છે. કારણ કે ત્યાં પણ સર્વત્ર = બન્ને જગ્યાએ વીંછીનાં બચ્ચાંને ઉત્પન્ન કરવાની હિંભોત્પાદક શક્તિ એક જ કારણ છે માટે અનિયતહેતુકતા કે નિહેતુકતા કહેવાતી નથી. અમે જૈનો તો શક્તિને માનીએ છીએ એ માટે ગોમય હોય કે વીંછી હોય, બન્ને પદાથ વીંછીને ઉત્પન્ન કરવાની શક્તિથી યુક્ત છે. એમ માનીએ છીએ, શક્તિ એક જ હોવાથી તે તે કારાગમાંથી વીંછી ઉત્પન્ન થાય છે.
સારાંશ કે જે જે પદાર્થ તે (વીંછી)ને ઉત્પન્ન કરવાની શક્તિથી યુક્ત છે તે તે પદાર્થ (જ) વીંછીને ઉત્પન્ન કરવાના કાર્યના ઉત્પાદક છે. માટે અમને જૈનોને આ દોષ (અનિયતહેતુકતા કે નિર્દેતુકતા માનવાનો દોષ) આવતો નથી પરંતુ આપ લોકોને (નૈયાયિકોને) અહીં વીંછીના ઉત્પાદમાં પણ આ અનિયતહેતુકતાનો આવતો દોષ રોકવો દુષ્કર બનશે. અર્થાત્ આ દોષ રોકી શકશો નહીં અને અહીં પણ તમને તો આ દોષ આવશે જ. કારણ કે જે તમને તૈયાયિક લોકોને આ ગોમય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org