________________
૫૯(૯
શક્તિ અને સંકેત વડે શબ્દ અર્થબોધહેતુ છે તેની ચર્ચા રત્નાકરાવતારિકા
(યુક્ત) છે. જો અન્યોન્યાભાવ દાહનું કારણ બનતો હોય તો ચંદ્રકાન્તની હાજરી કાળે પણ અગ્નિમાં ચંદ્રકાન્તમણિનો અન્યોન્યાભાવ છે જ, છતાં દાહ થતો નથી માટે અન્યોન્યાભાવવાળા આ ત્રણે પક્ષો દાહ પ્રત્યે અકારણ જ છે.
अथ प्रागभावप्रध्वंसाभावोत्तम्भकमणिमन्त्रतन्त्रादयो यथायोगं कारणमिति चेत् - तदस्फुटम् - स्फोटादिकार्यस्यैवमनियतहेतुकत्वप्रसङ्गात् । अनियतहेतुकं चाहेतुकमेव । तथाहि - अन्वयव्यतिरेकावधार्यः कार्यकारणभावो भावानाम्, धूमधूमध्वजयोरिव । प्रस्तुते तु फ्लोषादि यदेकदैकस्मादुत्पद्यमानमीक्षामासे, तदन्यदा यद्यन्यतोऽपि स्यात्, तर्हि तत्कारणकमेव तन्न भवेदिति कथं नाहेतुकं स्यात् ?
अथ गोमयाद् वृश्चिकाच्च वृश्चिकोत्पाद: प्रेक्ष्यते । न च तत्रानियतहेतुकत्वं स्वीकृतं त्वयाऽपीति चेत् तदपि त्रपापात्रम्, सर्वत्र हि शालूकगोमयादौ वृश्चिकडिम्भाऽऽरम्भशक्तिरेकास्ति - इति यानि तच्छक्तियुक्तानि तानि तत्कार्योत्पादकानि - इति नायं नः कलङ्कः सङ्क्रामति । भवतां पुनरत्राप्ययं प्रादुर्भवन् दुष्प्रतिषेधः, येषां वृश्चिकगोमयसाधारणमेकं किञ्चिन्नास्ति । न च प्रागभावप्रध्वंसाभावोत्तम्भकादीनामप्येकं किचित्तुल्यं रूपं वर्तते । इति नानियतहेतुकत्वेन दुर्विधदैवेनेवामी मुच्यन्ते ।
-
एतेन भावस्वभावोऽप्यभाव एवास्तु हेतुर्न त्वतीन्द्रियशक्तिस्वीकारः सुन्दर इत्यप्युच्यमानमपास्तम्, उक्ताभावविकल्पानामत्राप्यविशेषात् ॥
નૈયાયિક - હે જૈનો ! તમારી આવી સૂક્ષ્મ ભંગજાળમાં અમને કંઈ સમજાતું નથી. તમે ચારે બાજુથી અમને બાંધવાની જ કોશિષ કરો છો. પરંતુ અમારી વાત સમજવા કોશિષ કરતા નથી. અમે એમ માનીએ છીએ કે પ્રતિબંધક એવા મણિ આદિનો પ્રાગભાવ, પ્રધ્વંસાભાવ, ઉત્તેજક અથવા (ઉત્તેજકની હાજરીવાળા) મણિ-મંત્ર-તંત્ર-ઔષધિ આદિ કોઈ પણ પદાર્થ ક્યારેક ક્યારેક અનિયતપણે કારણ બને છે. એટલે કોઈક કાળે મણિનો પ્રાગભાવ દાહનું કારણ બને છે. તો ક્યારેક મણિનો પ્રધ્વંસાભાવ દાહનું કારણ બને છે. તો કોઈક કાળે ઉત્તેજક એકલો પણ દાહનું કારણ બને છે એવી જ રીતે (ઉત્તેજકની હાજરીવાળા) મણિ-મંત્રાદિ પણ જયારે હાજર હોય ત્યારે પણ દાહનાં કારણ બને છે. એમ યથાયોગ્ય પણે અનિશ્ચિત કારણ અમે દાહનાં માનીશું જેથી અમને તમારા કહેલા કોઈ દોષ આવશે નહીં.
-
જૈન - તવતમ્ = તે વાત બરાબર ઉચિત નથી, એમ માનવા જતાં સ્ફોટાદિ કાર્ય (ફોડલાદિ કાર્ય-દાહાદિકાર્ય) અનિયત કારણવાળું બનવાનો પ્રસંગ આવશે, અને જે કાર્ય અનિયતકારણવાળું હોય છે તે અહેતુક (નિર્હેતુક) બને છે. એટલે કે કોઈ પણ વિવક્ષિત કાર્ય પોતાના નિયતકારણમાંથી ઉત્પન્ન થાય છે એમ જો ન માનીએ તો કાર્યકારણભાવનો ઉચ્છેદ થાય અને ગમે તે કાર્ય ગમે તે કારણમાંથી ઉત્પન્ન થવાનો દોષ આવે, અને ગમે તે કાર્ય ગમે તે કારણમાંથી ઉત્પન્ન થતું હોય તો કોઈ પણ નિશ્ચિત કારણની અપેક્ષા ન હોવાથી વિના કારણે પણ કાર્ય થવાનો દોષ આવે, જેમ કે ઘટાત્મક કાર્ય માટી રૂપ નિયત કારણમાંથી ઉત્પન્ન થાય છે. પટ એ તન્તુમાંથી જન્મે છે, ધૂમ એ વિન્નેમાંથી જ જન્મે છે. જો આ નિશ્ચિત કાર્યકારણભાવ ન માનીએ તો ઘટ એ માટીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org