________________
રત્નાકરાવતારિકા
ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૧૧
૫૭૮
यत्तूक्तम् - अग्निर्दाहवत्पिपासापनोदमपि विदध्यादिति । तन्न सत् । न हि वयमद्य कश्चिदभिनवं भावानां कार्यकारणभावमुत्थापयितुं शक्नुमः । किन्तु यथाप्रवृत्तमनुसरन्तो व्यवहरामः । न ह्यस्मदिच्छया आपः शीतं शमयन्ति, कृशानुर्वा पिपासाम्, किन्तु तत्र दाहादावन्वयव्यतिरेकाभ्यां वा, वृद्धव्यवहाराद् वा ज्वलनादेरेव कारणत्वमवगच्छाम इति तदेव तदर्थिन उपादद्महे, न जलादि ।
તૈયાયિક હે જૈનો ! આવા પ્રકારની અતીન્દ્રિય શક્તિની કલ્પના કરવા સ્વરૂપ આ ક્લેશ (માથાકૂટ) વડે સર્યું. આવી કલ્પના કરવાની કંઈ જરૂર નથી. કારણ કે કરતલ (હથેળી) અને અનલસંયોગ ઈત્યાદિ રૂપ જે જે કાર્યનાં જે જે સહકારી કારણો હોય તે તે સહકારી કારણોના સમુહથી યુક્ત એવું કૃપીટયોનિ (અગ્નિ)નું સ્વરૂપ જ સ્ફોટ (ફોલ્લા) ને ઉત્પન્ન કરવાની પટુતાને પ્રગટ કરશે જ. એટલે કે સહકારી કારણો સાથેનો અગ્નિ પોતે જ સ્વકાર્ય કરવા સમર્થ થશે. સર્વ સહકારી કારણો મળી ચુક્યાં હોય ત્યારે એવું શું બાકી રહી ગયું છે કે જે (સ્વકાર્ય ઉત્પન્ન કરવાનું કાર્ય) આ તમે માનેલી અતિન્દ્રિય શક્તિ વડે કરાય ? અર્થાત્ સર્વ સહકારી કારણોનો યોગ મળે ત્યારે અગ્નિ પોતે જ ફોલ્લાનું કાર્ય કરે છે. કંઈ પણ બાકી રહ્યું જ નથી કે જેથી અતીન્દ્રિય શક્તિની કલ્પના કરવી પડે. જયન્ત નામના આચાર્યે કહ્યું છે કે
:
‘‘સહકારી કારણોથી ઉપબૃહિત (સંપૂર્ણપણે પુષ્ટિ પામેલ) એવા સ્વરૂપમાંથી જ ઉત્પન્ન થતું કાર્ય છે. માટે અન્ય એવી અતીન્દ્રિય શક્તિની કલ્પના કરવી તે ઉચિત નથી.''
તથી વળી હે જૈનો ! તમે પૂર્વે જે કહ્યું કે - (જે અતીન્દ્રિયશક્તિ ન માનીએ તો) ‘“અગ્નિએ દાહની જેમ પિપાસાના વિનાશનું પણ કાર્ય કરવું જોઈએ' આવું જે કહ્યું તે સત્ય નથી. કારણ કે અનાદિ કાળથી અગ્નિ-દાહ કરે છે તથા જલ-પિપાસાપનોદ કરે છે. ઈત્યાદિ રૂપે જેમાં જે જે કાર્ય કારણભાવ સ્વયં નિયત છે જ, તેનાથી કોઈ નવો કાર્યકારણભાવ પદાર્થોનો અમે આજે ઉત્પન્ન કરવાને શક્તિમાન્ નથી. પરંતુ જે કારણમાંથી જે કાર્ય યથાયોગ્ય રીતે (અનાદિથી સ્વયં) પ્રવર્તે છે. તેને જ અનુસરતા અમે તેનો વ્યવહાર કરીએ છીએ. અમારી ઈચ્છામાત્રથી કંઈ પાણી ઠંડીને શાન્ત કરતું નથી. અને અગ્નિ પિપાસાને શાન્ત કરતી નથી. પરંતુ તે અગ્નિ-જલ આદિમાં અન્વયવ્યતિરેક સંબંધ વડે, અથવા વૃધ્ધ (એવા વડીલ પુરૂષોના) વ્યવહાર વડે તે તે નિયત જ કાર્ય કરવાની કારણતાને અમે જાણીએ છીએ. (અને તેથી તેવી જ કારણતાનો નિશ્ચય કરીએ છીએ) તેથી તર્ષિન: તે તે કાર્યના અર્થી એવા અમે (તથા સકલ જગત્) તવેવ તે તે નિયત જ કારણને સ્વીકારીએ છીએ. પરંતુ (શીતનો ઉચ્છેદ કરવામાં) અન્ય એવા જલાદિને અમે સ્વીકારતા નથી. માટે હે જૈનો ! અતીન્દ્રિય શક્તિ માનવાની કંઈ જરૂર નથી. કરતલ અને અગ્નિસંયોગ આ ફોલ્લાનાં કારણો છે. અને ફોલ્લાનું થવું એ અગ્નિનું કાર્ય છે. બધાં કારણો મળે તો અગ્નિ કાર્ય કરે જ છે. બધાં કારણો ન મળે તો અગ્નિ કાર્ય કરતું નથી. આ જગત્પ્રસિદ્ધ વાત છે. બધાં કારણો મળે ત્યારે એવું શું બાકી રહી જાય છે. કે કાર્યને કરવા તમારી કલ્પેલી અતીન્દ્રિય શક્તિ માનવી પડે ? અતીન્દ્રિય શક્તિ માન્યા વિના જ સકલકારાણસમુહથી જ કાર્ય થઈ જાય છે માટે બધાં કારણો
=
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org