________________
૫૭૭
શક્તિ અને સંકેત વડે શબ્દ અર્થબોધહેતુ છે તેની ચર્ચા રત્નાકરાવતારિકા જેમાં હોય તે વાચક કહેવાય, અને ત્વ-૩મોત્વે આવા પ્રકારની સામાન્ય જાતિનો સંબંધ જ્યાં નથી તે ઈતર પદાર્થને વાચ્ય કહેવાય. એમ અમે જાતિ સંબંધથી વાચ્ય-વાચકભાવની નિયામકતા માનીશું. અતીન્દ્રિયશક્તિ માનવાની શી જરૂર ? જેમ અગ્નિ અને જલ બન્ને દ્રવ્યો દ્રવ્યપણે (દ્રવ્યત્વની અપેક્ષાએ) સમાન હોવા છતાં પાગ અગ્નિત્વ નામની જે “સામન્યવિશેષ જાતિ” તે જાતિવાળો જે પદાર્થ હોય તેમાં જ દાહજનકત્વ હોય છે. પરંતુ જલત્વ નામની જે સામાન્યવિશેષ જાતિ છે તે જાતિવાળામાં દાહજનકત્વ હોતું નથી. એવી જ રીતે જલવ નામની સામાન્યવિશેષ જાતિ જેમાં હોય છે તેમાં જ પિપાસોચ્છેદકત્વ હોય છે. પરંતુ અગ્નિવજાતિવાળામાં પિપાસોચ્છેદકત્વ હોતું નથી. (અહીં અગ્નિત્વ-જલત્વ એ જાતિ સર્વ અગ્નિમાં અને સર્વ જલમાં વર્તતી હોવાથી સામાન્ય કહેવાય, પરંતુ ઈતર ઘટ-પટાદિમાં આ જાતિ ન વર્તતી હોવાથી વિશેષ પણ કહેવાય. આ પ્રમાણે અગ્નિત્વ-જલત્વ આદિ જાતિને સામાન્ય વિશેષજાતિ કહેવાય છે.)
જૈન - તવુમ્ = નૈયાયિકની આ વાત અમ્યુક્ત છે. કારણ કે અતીન્દ્રિય શક્તિ સ્વીકાર્યા વિના તે અગ્નિત્વાદિ જાતિ પાળ (અગ્નિત્વ અને જલત્વ વિગેરે જાતિઓ પાણ) કાર્ય-કારણભાવની નિયામક (અગ્નિત્વજાતિ એ દાહજનક અને જલત્વજાતિ એ પિપાસોચ્છેદક થવામાં કારાગ બનવી જોઈએ તે) બનતી નથી. કારણ કે અગ્નિ જ્યારથી ઉત્પન્ન થઈ ત્યારથી સહજભાવે તેમાં અગ્નિત્વ છે જ. માટે અગ્નિત્વ એ દાહ પ્રત્યે જેવું છે તેવું જ વિજાતીયકારણો જે જલાદિ, તેનાથી જન્ય જે કાર્ય પિપાસોચ્છેદ-ફલેદાપનોદ આદિ, તે કાર્યોમાં પણ સમાન જ છે. અર્થાત્ દાહ કાર્ય વખતે અગ્નિમાં જેવું અગ્નિત્વ છે તેવું જ અગ્નિત્વ જલાદિ ઈતર કારણજન્ય પિપાસોચ્છેદાદિ કાર્ય વખતે પણ છે જ. તો શા માટે અગ્નિદ્રવ્ય પોતાનામાં રહેલા અગ્નિત્વ વડે એક કાર્ય કરાવે અને બીજું કાર્ય ન કરાવે ? પિતામાં પિતૃત્વ જ્યારે પુત્ર જન્મ્યો ત્યારે જ જન્મે છે. એટલે પિતામાં રહેલું પિતૃત્વ જેમ માત્ર પુત્ર આશ્રયી જ છે તેની જેમ અગ્નિમાં જન્મેલું અગ્નિત્વ એ કંઈ દાહને આશ્રયીને જ જન્યું નથી. દ્રવ્યમાં સામાન્યપાગે જન્મે છે. તેથી અગ્નિ દાહજનકની જેમ પિપાસોચ્છેદક્લેદાપનોદ-આદિ કાર્ય કરનાર પાગ બનવી જોઈએ. માટે અગ્નિમાં એવી કોઈ અતીન્દ્રીય શકિત છે કે જે દાહજનકતાનું જ કાર્ય કરે છે. એમ માનવું જ ઉચિત છે. તે અતીન્દ્રિય શક્તિ સ્વીકાર્યા વિના અગ્નિત્વ આદિ જાતિઓ કાર્યકારણભાવની વ્યવસ્થાનો હેતુ બની શકતી નથી. તેની જેમ જ
-૩ોd આદિ જાતિ પણ અતીન્દ્રિય શક્તિ માન્યા વિના વાચ્ય-વાચકભાવના નિયમનનો હેતુ બની શકતી નથી. તેથી શબ્દમાં રહેલી અર્થબોધમાં કારણભૂત એવી અતીન્દ્રિય શક્તિ સ્વીકારવી એ જ ઉત્તમ ઉપાય છે. ___ अथ किमनेनातीन्द्रियशक्तिकल्पनाक्लेशेन । करतलानलसंयोगादिसहकारिकारणनिकरपरिकरितं कृपीटयोनिस्वरूपं हि स्फोटघटन-पाटवं प्रकटयिष्यति । किमवशिष्टं यदनया करिष्यते ?। तथा च जयन्तः
स्वरूपादुद्भवत्कार्यं, सहकार्युपहितात् । न हि कल्पयितुं शक्तं, शक्तिमन्यामतीन्द्रियाम् ॥१॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org