________________
૫૪૧
વર્ણાદિ વચનોની વ્યાખ્યા
રત્નાકરાવતારિકા જ છે એવું કહેનારા જ આગમનો પૂર્વે કહેલી રીતિ મુજબ સદ્ભાવ હોવાથી, ‘‘પ્રષ્નાપતિવેંદ્રમાસી’’ ઈત્યાદિ પૂર્વે કહેલું આગમ વેદોના પૌરૂષયત્વને જ કહેનારૂં વિદ્યમાન છે.
તથા વળી તમે વેદોને નિત્ય (અપૌરૂષય) માનો છો અને વેદોના વર્ગો તમારા મતે અપૌદ્ગલિક હોવાથી સર્વ આકાશમાં વ્યાપક માનો છો. એટલે કે વેદોના વર્ગો નિત્ય અને વ્યાપક એમ માનો છો, જે નિત્ય હોય તે ત્રિકાલવર્તી હોવાથી કાલકૃત આનુપૂર્વી (કાળક્રમે શબ્દો લાઈન સર જ બોલાય) તે ઘટે નહી. જેમ વૃક્ષ નિત્ય ન હોવાથી પ્રથમ અંકુર, પછી પત્ર, પછી કંદલ અને પછી કાંડ એમ ક્રમશ: થાય છે તેની જેમ વર્ણોની કાળકૃત આનુપૂર્વી જો નિત્ય હોય તો સંભવે નહીં તથા વોં સર્વ જગતમાં વ્યાપક માનેલા હોવાથી કીડીઓ જેમ ક્રમશ: જાય છે તેમ દેશકૃત (ક્ષેત્રકૃત) આનુપૂર્વી પણ ઘટે નહીં અર્થાત્ જે વ્યાપક હોય તેને ક્ષેત્રકૃત આનુપૂર્વી સંભવે નહીં. જો વેદો નિત્ય હોય તો તે ત્રિકાલવર્તી હોવાથી અંકુર-પત્ર-કન્દલની જેમ કાળક્રમે જ થાય છે તેવુ તે વેદોમાં ઘટે નહીં અને વેદોના વર્ગો કાળે કાળે ક્રમશ: જ બોલાય છે. માટે કાલકૃત આનુપૂર્વી તો તે વેદોમાં સંભવે છે. તથા જે સર્વ વ્યાપક હોય, તેને કીડીઓની પંક્તિની જેમ ક્ષેત્રકૃત આનુપૂર્વી પણ ઘટે નહીં. વેદોના વર્ણોનું લખાણ ક્ષેત્રકૃત આનુપૂર્વી વાળું છે.
મીમાંસક - વેદોના વર્ગો નિત્ય અને વ્યાપક જ છે. ઉચ્ચારણ કાળે તેની અભિવ્યક્તિ (પ્રગટતા) માત્ર થાય છે. એટલે ક્રમ દ્વારા અભિવ્યક્તિ થતી હોવાથી સ = તે આનુપૂર્વી સંભવશે. અર્થાત્ વેદોના વર્ગો નિત્ય હોવાથી વૈકાલિક છે અને વ્યાપક હોવાથી સર્વ ક્ષેત્રવર્તી છે. ફકત ઉચ્ચારણ કાળે ઉચ્ચારણક્રિયાને લીધે તે કાળે અને તે ક્ષેત્રે અભિવ્યક્તિ માત્ર પામે છે (માત્ર તે કાળે અને તે ક્ષેત્રે આવિર્ભૂત થાય છે). એમ સમજવું.
જૈન જો એમ હોય તો થમ્
=
= આ આનુપૂર્વી અપૌરૂષય કેમ કહેવાય ? કારણ કે ઉચ્ચારણ રૂપે અભિવ્યક્ત થવું એ પણ પૌરૂષય જ થયું. આ પ્રમાણે શ્રુતિ પૌરૂષય છે એ સિદ્ધ થયું.૫૪-ગા
आप्तं प्ररूप्य तद्वचनं प्ररूपयन्ति
વર્ગ-૫૬-વાજ્યાત્મળ વનમ્ II૪-૮
આપ્તપુરૂષનું નિરૂપણ કરીને હવે તેમના વચનનું નિરૂપણ કરે છે
વર્ણાત્મક, પદાત્મક, અને વાક્યાત્મક જે શબ્દરચના હોય તે વચન કહેવાય છે.૫૪-૮૫ ટીકા - પક્ષનું ચૈતત્ પ્રર્પરિચ્છેદ્રાવીનામપિ ।।૪-૮)
ટીકાનુવાદ - વર્ગ-પદ અને વાક્યને વચન કહેવાય એવું જે કહેવામાં આવ્યું છે તે (અન્યનું) ઉપલક્ષણ સમજવું. અધ્યાહરથી અન્યને પણ વચન કહેવાય છે. એમ સમજી લેવું. અન્ય એટલે પ્રકરણ તથા પરિચ્છેદ તથા અધ્યાય વિગેરેને પણ વચન કહેવાય છે.
(૧) અર્થયુક્ત એકલો વર્ણ પણ વચન કહેવાય છે. જેમ કે :, સ:, ઈત્યાદિ. (૨) પરસ્પર સાપેક્ષ વર્ણોનો સમુહ તે પદ કહેવાય, તેને પણ વચન કહેવાય છે. જેમ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org