________________
૫૪૦
રત્નાકરાવતારિકા
ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૭ પણ અમે માનવા સમ્મત નથી.
તેથી અપૌરુષેય વચનોનો અર્થ પણ અન્ય કોઈ પણ હોઈ શકે છે એમ સંભાવના કરી શકાય છે. અર્થાત્ જે પૌરુષેય વચનો હોય તેના અર્થનો નિર્ણય તો તેનો કર્તા હોવાથી કર્તાના આશયને અનુસરીને હજુ કરી શકાય છે. પરંતુ જે વચનો અપૌરૂષય છે તેના અર્થનો નિર્ણય તો કર્તા ન હોવાથી, કર્તાના આશયને સમજવાની અપેક્ષા ન રહેતી હોવાથી “આમ જ અર્થ થાય” એવો અર્થનો નિર્ણય જૈમિની આદિ પણ કહી શકે નહીં.
તથા જે વાણી પૌરુષેય હોય છે એટલે કે જે વાણીના પ્રણેતા ચ્છ અને આર્ય પુરૂષો હોય છે તેવી પૌરુષેય એવી મ્લેચ્છ અને આર્ય પુરૂષોની વાણી પણ જો એકાર્થક (એક જ અર્થના નિર્ણયવાળી) હોતી નથી તો પછી અપૌરૂષયવાણીની (એટલે કે જેનો અર્થ કરવામાં કોઈ નિયામક જ નથી તેવી વાણીની) વાત તો કરવી જ શું ? એટલે કે જો તમે વેદોને અપૌરુષેય માનશો તો તે તે શબ્દોના ત્યાં ત્યાં નિયત અર્થ ન થતાં અવ્યવસ્થા અને અનર્થકારી અથની ઉપલબ્ધિ જ
થશે.
તત: = તેથી હે મીમાંસકો ? જેમ કોઈ વર્તમાનકાલીન ગ્રંથકર્તા સુંદર અધ્યયન સ્વયં પોતે કરીને એટલે કે સારી ગ્રંથરચના કરીને ભાવિજીવોના ઉપકાર માટે સ્વયં પોતે રચેલા ગ્રંથની વ્યાખ્યા કરે છે તેમ પરમ એવી કૃપા રૂપી અમૃત વડે પ્લાવિત છે અંત:કરણ જેનું એવા કોઈક નિર્દોષ પુરૂષ સ્વાધ્યાય વિધાન = વેદોની સ્વયં પોતે રચના કરીને પ્રસિદ્ધ અર્થવાળા શબ્દો વડે પોતે જ ભાવિ જીવોના ઉપકાર માટે વ્યાખ્યાન કરે છે એમ માનવું એ જ યુક્તિ સંગત છે એમ અમારૂં કહેવું છે અને એજ વાત બરાબર યુક્તિયુક્ત છે એમ અમને દેખાય છે. અન્યત્ર પણ એમ જ
“હે મીમાંસક ? તમે છન્દને (શ્રુતિને-વેદને) પ્રમાણ માનો છો અને તેના વાચ્ય અર્થનો નિશ્ચય કરનાર કોઈ વિશ્વવિ (સર્વજ્ઞને) માનતા નથી. તેથી તમે મૂલ્ય વિના વસ્તુ ખરીદનારા જેવા દેખાઓ છો.”
સારાંશ કે કોઈ પુરૂષ નાગુ લીધા વિના બજારમાં વસ્તુ ખરીદવા જાય તો તે જેમ મુર્ખ કહેવાય છે તેમ તમે પણ વેદને પ્રમાણ માનો છો અને તેના કર્તાને (સર્વજ્ઞને) માનતા નથી. તેથી કર્તા વિનાનું વાક્ય પ્રમાણ બની શકે જ નહીં. છતાં તમે માનો છો માટે તમે પણ તેના જેવા જ મુર્ખ છો. ____ आगमोऽपि नाऽपौरुषेयत्वमाख्याति । पौरुषेयत्वाविष्कारिण एवास्योक्तवत्सद्भावात् । अपि च, इयमानुपूर्वी पिपीलिकादीनामिव देशकृता, अङ्कुर-पत्र-कन्दल-काण्डादीनामिव कालकृता वा वर्णानां वेदे न सम्भवति, तेषां नित्यव्यापकत्वात् । क्रमेणाभिव्यक्तेः सा सम्भवतीति चेत्, तर्हि कथमीयमपौरुषेयी भवेत्, अभिव्यक्तेः पौरुषेयत्वात् । इति सिद्धा पौरुषेयी श्रुतिः ॥४-७॥
તથા આગમપ્રમાણ પણ વેદોના આ અપરુષેયત્વને સિદ્ધ કરતું નથી. કારણ કે વેદો પૌરૂષય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org