________________
૫૩૫
શ્રુતિ અપૌરુષેય છે એમ માનનાર મીમાંસકની સાથે ચર્ચા રત્નાકરાવતારિકા કેમ કરાય ? સર્વશ તો જગતમાં કોઈ છે જ નહીં. એમ અમારૂં મીમાંસકોનું માનવું છે. માટે કર્તા માનવાથી અર્થાત આ વેદોને પૌરુષેય માનવાથી તેનો કર્તા અસર્વજ્ઞ જ હોય, એમ માનવું પડે, અને અસર્વશ કકવેદોમાં પ્રમાણતાનો નિર્ણય કરવો મુશ્કેલ થશે. કહ્યું છે કે -
શબ્દમાં (વાકયરચનામાં) દોષોનો અભાવ વકતાને આધીન છે. (વકતા સર્વજ્ઞ-વીતરાગ હોય તે જ દોષોનો અભાવ હોય) આ સ્થિતિ છે. એટલે કે ગુણવાન વકતા હોવાથી તમાવ: = દોષોનો અભાવ કયાંય પણ જાણી શકાય છે. જેના
કારણ કે તશુળ = તે ગુણીયલ વકતાના ગુણો વડે જ મપાનાં દૂર કરાયેલા દોષોની સંગતિ શબ્દમાં સંભવતી નથી. અર્થાત્ સર્વજ્ઞતાના ગુણવાળો જો વકતા હોય તો તે ગુણવડે દૂર કરાયેલા દોષોનો સંયોગ વેદમાં ન સંભવે પરંતુ વેદોમાં આવો (સર્વજ્ઞ વીતરાગ) કોઈ વકતા છે એવો નિર્ણય કરી શકાતો નથી. (કારણ કે મીમાંસકોના મતે સર્વશ કોઈ છે જ નહીં.) રા
તેથી (વેદના ક સર્વજ્ઞ સિદ્ધ ન થવાથી) વેદમાં દોષાભાવનો પણ નિર્ણય કેમ કરી શકાય? (અર્થાત્ સર્વજ્ઞ જગતમાં કોઈ છે જ નહીં અને અસર્વજ્ઞને કર્તા માનવામાં દોષો આવે જ. દોષાભાવ બને જ નહીં, તેથી જો કર્તાનો અભાવ માનવામાં આવે તો (અર્થાત જો કોઈ કર્તા જ નથી. એમ માનવામાં આવે તો) દોષાભાવ સુજ્ઞાન બને, તો દોષાભાવ જ હોય તે સારી રીતે સમજી શકાય છે. કારણ કે કત જો કોઈ હોય તો જ દોષો સંભવે ને ? પરંતુ જો કોઈ કર્તા જ નથી તો પછી દોષો કયાંથી આવવાના હતા ? માટે કર્તાનો અભાવ માનવામાં દોષાભાવ આવવો સુકર છે. તેવા
કારણ કે તુરમાન = વેદોનો વકતા જ કોઈ ન હોવાથી આધાર વિના દોષો સંભવે જ કયાંથી ? માટે વેદોનો કોઈ કર્તા નથી. અન્યથા જો કર્તા માનીએ તો કત દોષવાળો હોવાથી વેદોમાં પણ દોષો જ આવે, અને દોષો આવે તો તે શાસ્ત્ર પ્રમાણ બને નહીં તતઃ = તેથી પ્રમાણતાના નિર્ણયની અન્યથા = અપૌરુષેય માન્યા વિના અનુપપત્તિ હોવાથી માં મૌરવ: પવ = આ વેદ અપૌરૂષય જ છે એમ અમે અથપત્તિ પ્રમાણથી વેદોની અપૌરુષેયતા સિદ્ધ કરીશું. ___ अस्तु तावदत्र कृपणपशुपरम्परप्राणव्यपरोपणपगुणप्रचुरोपदेशापवित्रत्वादप्रमाणमेवैष इत्यनुत्तरोत्तरप्रकारः। प्रामाण्यनिर्णयेऽप्यस्य न साध्यसिद्धिः, विरुद्धत्वात्, गुणवद्वक्तृकतायामेव वाक्येषु प्रामाण्यनिर्णयोपपत्तेः। पुरुषो हि यथा रागादिमान् मृषावादी, तथा सत्यशौचादिमान् अवितथवचनः समुपलब्धः । श्रुतौ तु तदुभयाभावे नैरर्थक्यमेव भवेत् । कथं वक्तुर्गुणित्वनिश्चयश्छन्दसीति चेत्, कथं पितृ-पितामह-प्रपितामहादेरप्यसौ ते स्यात् येन तद्धस्तन्यस्ताक्षरश्रेणेः, पारम्पर्योपदेशस्य वाऽनुसारेण ग्राह्य-देय-निधानादौ निःशकं प्रवर्तेथाः ? स्वचित्संवादात् चेत्, अत एवान्यत्रापि प्रतीहि, कारीर्यादौ संवाददर्शनात् । कादाचित्कविसंवादस्तु सामग्रीवैगुण्याद् त्वयाऽपि प्रतीयत एव, प्रतीताप्तत्वोपदिष्टमन्त्रवत् । प्रतिपादितश्च प्राक् रागद्वेषाज्ञानशून्यपुरुषविशेषनिर्णयः ॥
જૈન - “કોઈ કર્તા ન હોવાથી વેદો દોષાભાવ વાળા છે અને તેથી પ્રમાણ છે” આવા પ્રકારના મીમાંસકના કથનનો (મનુત્તર એટલે)= અનુપમ = સુંદર ઉત્તરવાળો આ પ્રકાર છે કે બીચારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org