________________
૫૩૪
રત્નાકરાવતારિકા
ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૭ તથા કાલ– હેતુ પણ આવી જ રીતે અપ્રયોજક છે. અતીત અને અનાગત કાળ જો આકાશઆત્મા આદિ દ્રવ્ય આશ્રયી લઈએ તો કશૂન્ય છે. કાળ હોવાથી, વર્તમાનકાળની જેમ, આ હેતુ સાધ્યમાં જ (એટલે કે કર્તાની શૂન્યતામાં જ) વર્તે છે. પરંતુ ઘટ-પટ આદિ દ્રવ્ય આશ્રયી જે લઈએ તો તે ઘટપટ દ્રવ્યનો વર્તમાન કાળ પણ સકતૃક હોવાથી અતીત-અનાગત કાળ પણ સકક જ રહેશે અને છે. પરંતુ કશુન્ય નથી. તેથી કાલ– હેતુ કન્ય સાધ્યમાં રહેવાને બદલે તેના અભાવાત્મક સકકત્વ નામના સાધ્યાભાવવવૃત્તિ પણ હોવાથી અપ્રયોજક થશે. તેવી રીતે તમારા આ બન્ને હેતુ અપ્રયોજક હોવાથી સાધ્યસિદ્ધિ કરવામાં અસમર્થ જ છે અને વિદ્વાન પુરૂષોને માટે અશ્રોતવ્ય જ થશે. આકાશાદિને આશ્રયી કશૂન્યમાં કાલ– વર્તે છે. પરંતુ ઘટપટને આશ્રયી સકકત્વમાં પણ કાલ– હેતુ વર્તે છે. ___भय भर्थापत्तेरपौरुषेयत्वनिर्णयो वेदस्य, तथाहि - संवादविसंबाददर्शनाऽदर्शनाभ्यां तावदेष निःशेषपुरुषैः प्रामाण्येन निरणायि । तनिर्णयश्चास्य पौरुषेयत्वे दुरापः । यतः .
शन्दे दोषोद्भवस्ताबद् बक्त्रधीन इति स्थितिः । तदभावः स्वचित्तावद्, गुणवद्वस्तृकत्वतः ॥१॥ तद्गुणैरपकृष्टानां, शन्दे सान्त्यसम्भवात् । बेदे तु गुणवान् बक्ता, निर्णेतुं नैव शक्यते ॥२॥ ततध दोषाभाषोऽपि, निर्णेतुं शक्यतां कथम् ? । वक्त्रभाने तु सुझानो, दोषाभावो विभाव्यते ॥३॥ यस्माद् बस्तुरभावेन, न स्युर्दोषाः निराश्रयाः ।
ततः प्रामाण्यनिर्णयान्यथाऽनुपपत्तेरपौरुषेयोऽयमिति ॥४॥ મીમાંસક - વેદની અપૌરુષેયતાનો નિર્ણય અમે હવે અનુમાનથી નહી કરીએ પરંતુ “અપત્તિ” પ્રમાણથી કરીશું. સર્વ પુરૂષોને આ અનુભવસિદ્ધ વાત છે કે જે જે શાસ્ત્રોમાં સંવાદદર્શન અને વિસંવાદ અદર્શન હોય તે જ શાસ્ત્ર પ્રમાણ કહેવાય છે. સંવાદ- એટલે સંગત-યથાર્થ-પૂર્વાપર અવિરૂદ્ધ, પ્રત્યક્ષાદિ પ્રમાણોથી અબાધિત, અને વિસંવાદ એટલે અસંગત-અયથાર્થ-પૂર્વાપરવિરૂદ્ધ અને પ્રત્યક્ષાદિ પ્રમાણોથી બાધિત. જે જે શાસ્ત્રોમાં વાક્યો પૂર્વાપર અવિરૂદ્ધ અને યથાર્થવાચી હોય તે સંવાદવાળાં કહેવાય અને પૂર્વાપર વિરુદ્ધ અને અયથાર્થવાચી હોય તે વિસંવાદવાળાં કહેવાય છે જ્યાં સંવાદ જ દેખાતો હોય, અને વિસંવાદ ન જ દેખાતો હોય, તો તે શાસ્ત્રો પ્રમાણયુક્ત છે એમ સર્વ પુરુષો વડે નિર્ણય કરાય જ છે.
હવે જો આ વેદશાસ્ત્રને પૌરૂષય માનીએ તો તેની પ્રમાણિતાનો નિર્ણય કરવો દુષ્કર છે. કારણ કે જો આ વેદ પૌરુષેય હોય તો તેનો જે કર્તા માનીએ તે કર્તા પુરૂષમાં સર્વજ્ઞતા ન હોવાથી કોઈને કોઈ ભુલ તો થવાની જ છે. અસર્વજ્ઞતા એ જ મોટો દોષ હોવાથી વાકયરચના પૂર્વાપરવિરૂદ્ધવિસંવાદવાળી બનવાની જ છે. તેથી વિસંવાદના દર્શનથી અને સંવાદના અદર્શનથી વેદની પ્રમાણતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org