SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નાકરાવતારિકા ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૭ ૫૩૬ ઘણા પશુઓના પ્રાણોની હિંસામાં જ ઓતપ્રોત એવો પ્રચુર (ઘણો) ઉપદેશ વેદોમાં આપેલો હોવાના કારણે વેદો અપવિત્ર હોવાથી આ વેદો અપ્રમાણ જ છે. આજ અનુત્તર એવો અમારો ઉત્તર છે. જ્યાં કેવળ જીવોની હિંસાનો જ ઉપદેશ અને તેને જ ધર્મ બતાવ્યો હોય તે શાસ્ત્ર પાપોનું ઉત્તેજક હોવાના કારણે અપવિત્ર હોવાથી જ અપ્રમાણ છે. માટે વેદો અપૌરૂષય હોય તો પણ હિંસક ઉપદેશવાળા હોવાથી જ અપ્રમાણ છે. અહીં ટીકામાં ‘“અનુત્ત’’ જે શબ્દ છે તેનો બહુવ્રીહિ સમાસ કરીને પાછળ આવતા ઉત્તર શબ્દનું વિશેષણ બનાવવું. નાસ્તિ ઉત્તરોધો યસ્માત્ તેવું અનુત્તરમ્ નથી ઉત્તર એટલે અધિક જવાબ જેનાથી તે અનુત્તર, અર્થાત્ સર્વોત્તમ એવો આ ઉત્તરપ્રકાર છે. ‘“અનુત્તવિમાનવાસી દેવ”માં આવતા અનુત્તર શબ્દની જેમ આ સમાસ કરવો. સારાંશ કે વેદો અપૌરૂષય હોય તો પણ અતિશય હિંસાના ઉપદેશક હોવાના કારણે અપવિત્ર હોવાથી અપ્રમાણ છે. હવે આમ હોવા છતાં માની લો કે તમારા કહેવા મુજબ વેદો પ્રમાણ છે. એમ માની લઈએ તો પણ અપૌરૂક્ષેય સાધ્યની સિદ્ધિ તો થતી જ નથી. અર્થાત્ જો કે વેદો હિંસાના ઉપદેશક હોવાથી પ્રમાણ જ નથી. માટે તેના કર્તા કે અકર્તાની ચર્ચા કરવી જ નિરર્થક છે. છતાં ધારો કે તે વેદો પ્રમાણ છે એમ માનીને તેને પ્રમાણ કદાચ માની લઈએ તો પણ (પ્રમાણતાનો નિર્ણય માનવા છતાં પણ) આ વેદના અપૌરૂપેયત્વ સાધ્યની સિદ્ધિ થતી નથી. કારણ કે વિરૂદ્ધહેત્વાભાસ થવાથી તે સાધ્ય સિદ્ધ થતું નથી. કારણ કે ગુણવાન્ વક્તા હોતે છતે જ વાક્યોમાં પ્રમાણતાનો નિર્ણય સંભવે છે. જેમ રાગ-દ્વેષ અને અજ્ઞાનવાળો પુરૂષ મૃષાવાદી હોય છે. તેવી જ રીતે સત્ય શૌચ આદિ ગુણોવાળો પુરૂષ જ અવિતથવચનવાળો અર્થાત્ સત્યવાદી હોય છે. શ્રુતિમાં તો અપૌરૂષય માનવાથી ગુણવાન્ કે રાગાદિમાન્ કોઈ વકતા જ જ્યાં માનવામાં આવ્યો નથી ત્યાં ગુણવાન્ અને રાગાદિમાન્ એમ ઉભય કર્તાનો અભાવ સ્વીકારાયે છતે પ્રમાણ-અપ્રમાણની ચર્ચા જ નિરર્થક બને છે, જેનો વકતા ગુણવાન હોય તે જ શાસ્ત્ર પ્રમાણ કહેવાય તેથી જેનો કોઈ કર્તા જ નથી તે, અને જેનો વકતા દોષવાન્ છે તે બન્ને આપોઆપ અપ્રમાણ સિદ્ધ થઈ જ જાય છે અકર્તૃક વાકય વાદળના ગર્જવરની જેમ અપ્રમાણ છે. તથા દોષવદ્વકતૃકવાકય પણ લુચ્ચા-માયાવી-પુરૂષોની જેમ અપ્રમાણ છે. માત્ર ગુણવસ્તૃકવાકય જ આમવચન હોવાથી પ્રમાણ છે. વેદોનું અપૌરૂષત્વ સાધવા માટે “પ્રમાણાન્યથાનુપપત્તે:' એવો જે હેતુ તમે કહ્યો છે. તે હેતુ નિયમા અપૌરૂષય એવા સાધ્યના અભાવમાં (પૌરૂષયમાં) જ વર્તે છે. જે પૌરૂષય હોય તે જ પ્રમાણની ઉપપત્તિવાળું અથવા પ્રમાણની અનુપપત્તિવાળું હોય છે. અપૌરૂષયમાં પ્રમાણ કે અપ્રમાણનો વ્યવહાર જ અસંભવિત છે. માટે ઉપરોક્ત તમારો હેતુ સાધ્યના અભાવ એવા (પૌજ્ઞેયપુરૂષકૃત)માં જ વર્તે છે તેથી વિદ્ધાત્ વિરૂદ્ધહેત્વાભાસ થવાથી અપૌરૂષયત્વ સાધ્યની સિદ્ધિ થતી નથી. મીમાંસક હે જૈનો ! તમારી વાત સાંભળતાં એટલું ચોકકસ સમજાય છે કે અકર્તૃકવચન Jain Education International - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001267
Book TitleRatnakaravatarika Part 2
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1999
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy