________________
રત્નાકરાવતારિકા
ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૭
૫૨૪
જોઈએ. પરંતુ તમારા આ ઉદાહરણમાં પૌષય સાધ્યનું અસ્તિત્વ છે. પરંતુ લોકો ન સમજી શકે તેવું = લૌકિક શ્લોકાદિથી વિલક્ષણ એવું વિશિષ્ટ વર્ગાઘાત્મકત્વ નથી. માટે ઉદાહરણ સાધન વિનાનું થશે. કોની જેમ ? ચૈવ સાથે = તે જ વાલ્મીકના કુલાલપૂર્વકત્વ સાધ્યતાવાળા અનુમાનમાં વિશિષ્ટમુદ્વિકારત્વ હેતુની જેમ અને કુટ (ઘટ)ના દૃષ્ટાન્તની જેમ. ભાવાર્થ આ પ્રમાણે છે કે
=
જો મૃદ્ધિારીત્વ ને બદલે વિશિષ્ટમૃદ્ધિારત્વ હેતુ લેવામાં આવે તો આ હેતુ કલાલપૂર્વકત્વ સાધ્યમાં કદાપિ હોય જ નહીં. પરંતુ કુલાલપૂર્વકત્વના અભાવમાં જ (ઉપર કહેલા પર્વતાદિ ઉદાહરણોમાં જ) હોય છે. તેથી હેતુ સાધ્યાભાવમાં વર્તતો હોવાથી વિરૂદ્ધહેત્વાભાસ થાય છે તેની જેમ તમારો વિશિષ્ટ વર્ણાઘાત્મકત્વ હેતુ પણ વિરૂદ્ધ હેત્વાભાસ જ થાય છે. તથા જેમ ઘટ કુલાલપૂર્વક છે પરંતુ વિશિષ્ટ સ્મૃદ્વિકારતા વાળો નથી. તેથી તે ઘટમાં સાધ્ય છે પરંતુ હેતુ નથી તેમ તમારૂં કુમારસંભવનું ઉદાહરણ પણ પૌરૂષય એવા સાધ્યવાળું છે પરંતુ લૌકિક શ્લોકાદિથી વિલક્ષણ એવા વર્ષાઘાત્મક રૂપ હેતુ વાળુ નથી. તેથી સાધનશૂન્યતાનો દૃષ્ટાન્તદોષ પણ હે જૈનો! તમને આવશે. જૈન - નૈતવતુસ્રમ્ = મીમાંસકની ઉપરોકત વાત મનોહર નથી, યુક્તિસંગત નથી. કારણ કે આ અનુમાનમાં અમે સામાન્યથી તન્માત્રમેવ તે વર્ણાત્મકત્વ માત્રને જ હેતુ કહીએ છીએ. અર્થાત્ પહેલા પક્ષવાળો જ હેતુ લઈએ છીએ વિલક્ષણવર્ણાઘાત્મકત્વ હેતુ લેતા નથી. અને તે પ્રથમ અર્થવાળો હેતુ લેવા છતાં તે અપ્રયોજક નથી. તમે જે વેદો અપૌરૂષય છે છતાં સામાન્યથી વર્ષાઘાત્મક છે એમ કહીને હેતુ સાધ્યાભાવમાં વર્તે છે એમ ઉપર જે કહ્યું તે બરાબર નથી. કારણ કે વેદો અપૌરૂષય છે કે પૌરૂષય છે તે વાત અમારા તમારા વચ્ચે હજુ વિવાદાસ્પદ છે. તમારી દૃષ્ટિએ વેદો ભલે અપૌરૂષય હોતે છતે વર્ણાઘાત્મક હોય, પરંતુ અમારી દિષ્ટએ તે વેદો પૌષય હોતે છતે વર્ણાઘાત્મક છે. માટે હેતુ સાધ્યમાં જ વર્તે છે સાધ્યાભાવમાં નહીં તેથી આ હેતુ અપ્રયોજક નથી. જે વસ્તુ હજુ વિવાદાસ્પદ હોય તે વિવાદાસ્પદ વસ્તુનું ઉદાહરણ અપાય નહીં. વેદો વિના એવું એક પણ દૃષ્ટાન્ત આપો કે જે અપૌરૂષય હોતે છતે વર્ષાઘાત્મક હોય અને અમને-તમને ઉભયને માન્ય હોય. આવું કોઈ દૃષ્ટાન્ત છે જ નહીં. માટે હેતુ સાધ્યમાત્રવૃત્તિ જ છે. સાધ્યાભાવવવૃત્તિ નથી.
‘‘વિશિષ્ટવર્ણાઘાત્મકત્વ' હેતુ અમે કહેતા જ નથી. તેથી તેનો (બીજા પક્ષનો) ઉત્તર આપવાનો રહેતો જ નથી. તથા વળી તમારી આ શ્રુતિઓમાં વિશિષ્ટ વર્ગાઘાત્મકત્વ કયાંય છે જ નહીં. તમે મીમાંસકો શ્રુતિઓમાં દુ:શ્રવત્વ (દુ:ખે સંભળાય તેવી-કર્ણકટુ) અને દુર્વ્યણત્વ (દુ:ખે ઉચ્ચારણ થાય તેવી - જિહ્વાકટુ) કહીને તે દ્વારા વિશિષ્ટવર્ણાઘાત્મકતા સિદ્ધ કરો છો અને તેના કારણે અપૌરૂષય કહેવાની જે વાત કરો છો તે વાત પણ બરાબર નથી. કારણ કે શ્રુતિઓનું તમે માનેલું દુ:થવત્વ અને દુર્ભણત્વાદિ રૂપ આવું વિશિષ્ટવÍઘાત્મકત્વ તો “નાંટ્રાસ્વાથ્રા'', ઈત્યાદિ લૌકિક શ્લોકોમાં એટલે પૌરૂષય શ્લોકોમાં પણ સવિશેષે દેખાય જ છે.
સારાંશ કે તમારી શ્રુતિઓ અને સ્મૃતિઓમાં દુ:શ્રવ અને દુર્ભણત્વ છે જ નહીં, છતાં તમે
Jain Education International
—
For Private & Personal Use Only
www.jainelibrary.org