SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨૫ શ્રુતિ અપૌરુષેય છે એમ માનનાર મીમાંસકની સાથે ચર્ચા રત્નાકરાવતારિકા કદાચ ત્યાં દુઃશ્રવ અને દુર્ભણત્વ માનો તો પણ દુઃશ્રવ અને દુર્ભણત્વ હોય એટલે અપૌરુષેય હોય એવો નિયમ નથી. કારણ કે આ હમાણાં કહેલા શ્લોકમાં પણ દુશવત્વ અને દુર્ભણત્વ છે છતાં પૌરુષેય છે. માટે વિશિષ્ટ વર્ણાઘાત્મક હેતુ જો કે અમે કહેતા જ નથી. પરંતુ કદાચ કહીએ તો પણ તે હેતુ પૌરૂષયમાં જ સંભવે છે અપૌરૂષયમાં સંભવતો નથી, તેથી વિરૂદ્ધહેત્વાભાસ તમે જે કહ્યો હતો તે થતો નથી અને સાધનશૂન્યતા રૂપ ઉદાહરણદોષ પણ અમને (જૈનોને) આવતો નથી. નાંદૃાવાદૃ શ્લોકનો અર્થ આ પ્રમાણે છે. નાંણૂઃ = એટલે ઉલૂંઠ-નાંઢ-તોફાની, લુંટારા, ત્વષ્ટા, એટલે સૂર્ય, ચનપત્ય વાષ્ટ્ર = કર્ણ, તસ્ય સરિ = ત્વપૂરિ = કર્ણનો શત્રુ એટલે અર્જુન, તી રાષ્ટ્ર = ત્રીપૂરિરાષ્ટ્ર ન= અર્જુનનું રાજ્ય હસ્તિનાપુરમાં હતું તેથી તે હસ્તિનાપુરથી ઓળખાતા કુરૂદેશમાં લુંટારા મનુષ્યો નથી. તેથી માછું ન મદ્રષ્ટિ નની ભ્રાષ્ટ્ર નામના દેશમાં મનુષ્યો વિશિષ્ટબળવાળી એવી દાઢ વિનાના નથી. સર્વે પ્રબળ દાઢવાળા જ છે. તે દેશની ભૂમિનો એવો સ્વભાવ છે. તથા ધાર્તરાષ્ટ્ર સુરાષ્ટ્ર ન = સૌરાષ્ટ્ર દેશમાં હંસો નથી. અહીં ધાર્તરાષ્ટ્ર શબ્દ હંસાવાચી છે પરંતુ ધૃતરાષ્ટ્રના પુત્ર (કૌરવ) વાચી નથી. મહારાષ્ટ્ર દેશમાં ઉંટવાળા લોકો નથી કારણ કે તે દેશમાં ઉંટ જ નથી. આ શ્લોકમાં છુ વિગેરે જોડાક્ષરો અનેકવાર આવેલા હોવાથી દુ:શવ અને દુ:ભણ છે. પરંતુ અપૌરુષેય નથી પૌરૂષય છે તેમ કૃતિઓમાં કદાચ કયાંક આવું દુ:શવ અને દુર્ભત્વ હોય તો પણ તેથી તે શ્રુતિઓ અપૌરુષેય સિદ્ધ થતી નથી. પરંતુ પૌરુષેય જ છે. આ કારણથી જ અમે અન્યત્ર કહ્યું છે કે – - કુમારસંભવમાં આવેલા વાકયોથી શ્રુતિઓમાં કયાંય પણ કંઈ પણ વિશેષતા નથી તેથી તે શ્રુતિઓને કáશૂન્ય (નિત્ય) કેમ કહેવાય ? આ પ્રમાણે અમારું અનુમાન નિદૉષ અને સત્ય હોવાથી તમારૂ અનુમાન અમારા અનુમાન વડે બાધિત થવાથી તમોને અનુમાનબાધ દોષ પણ લાગે છે એટલે કે તમારો હેતુ સત્પતિપક્ષહેત્વાભાસપણાને પામે જ છે. તથા વળી તમારું અનુમાન આગમથી પણ બાધિત છે. તે આગમ પાઠ આ પ્રમાણે છે. “ઘનાપતિઃ વા મ્ ામ્ = પહેલાં પ્રજાપતિ (બ્રહ્મા) એકલા જ હતા, દિવસ ન હતો, રાત્રિ ન હતી, તેઓએ તપ કર્યું. તેમાંથી (તપન=) સૂર્ય પ્રગટ થયો, તે સૂર્યમાંથી ચાર વેદો થયા” આવા પ્રકારના સ્વર્ણ = વેદોના કર્તાને જણાવનારા એવા તમારા જ આગમની સાથે પણ તમારું અનુમાન બાધિત થાય છે. માટે આગમ બાધિત પણ છે. ननु नायमागमः प्रमाणम्, भूतार्थाभिधायकत्वात् । कार्य एव ह्यर्थे वाचां प्रामाण्यम्, अन्वयव्यतिरेकाभ्यां लोके-कार्यान्वितेषु पदार्थेषु पदानां शक्त्यवगमादिति चेत् - तदश्लीलम् । कुशलोदर्कसम्पर्ककर्कशः साधूपास्याप्रसङ्ग इत्यादेर्भूतार्थस्यापि शब्दस्य लोके प्रयोगोपलम्भात् । अथात्रापि कार्यार्थतैव, तस्मादत्र प्रवर्तितव्यम् इत्यवगमादिति चेत् - स तयवगम औपदेशिकः औपदेशिकार्थकृतो वा भवेत् ? न तावदाद्यः, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001267
Book TitleRatnakaravatarika Part 2
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1999
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy