________________
રત્નાકરાવતારિકા
ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૭
૫૨૨
તો ભરતશાસ્ત્રમાં જણાવેલી હંસપક્ષાદિ મુદ્રાઓમાં પણ અભિવ્યક્તિ માત્ર માની તેને નિત્ય માનવામાં તમને શું વાંધો આવે છે ? તથા આ અભિવ્યક્તિમાત્રની માન્યતાનું વધારે ખંડન આગળ સૂત્ર નવમામાં કરાશે.
श्रुतिः पौरुषेयी वर्णाद्यात्मकत्वात् कुमारसम्भवादिवत् - इत्यनुमानबाधः । पुरुषो हि परिभाव्याभिधेयभावस्वभावं तदनुगुणां ग्रन्थवीथीं ग्रथ्नाति तदभावे कौतस्कुतीयं सम्भवेत् ? । यदि हि शङ्खसमुद्रमेघादिभ्योऽपौरुषेभ्योऽपि कदाचित् तदात्मकं वाक्यमुपलभ्येत, तदाऽत्रापि सम्भाव्येत । न चैवम् ।
अथ वर्णाद्यात्मकत्वमात्रं हेतूचिकीर्षितं चेत्, तदानीमप्रयोजकम्, वल्मीकस्य कुलालपूर्वकत्वे साध्ये मृद्विकारत्ववत् । अथ लौकिक लोकादिविलक्षणं तत्, तर्हि विरुद्धम्, साधनशून्यं च कुमारसम्भवादिनिदर्शनम् । तत्रैव साध्ये विशिष्टमृद्विकारत्ववत्कुटदृष्टान्तवच्चेति चेत् - नैतच्चतुरस्रम्, यतस्तन्मात्रमेव हेतुः न चाप्रयोजकम्, विशिष्टवर्णाद्यात्मकत्वस्यैव क्वाप्यसम्भवात्, दुःश्रव-दुर्भणत्वादेस्तु श्रुतिविशेषस्य ।
नांष्टास्त्वाष्ट्रारिराष्ट्रे न भ्राष्ट्रे नादंष्ट्रिणो जनाः ।
धार्तराष्ट्राः सुराष्ट्रे न महाराष्ट्रे तु नोष्ट्रिणः ॥ १॥
-
इत्यादी लौकिकश्लोके सविशेषस्य सद्भावात् । अभ्यधिष्महि च कौमार कुमारसम्भवभवाद् वाक्यान्न किञ्चित् क्वचित् । वैशिष्टयं श्रुतिषु स्थितं, तत इमाः स्युः कर्तृशून्याः कथम् ॥ इति
यत्
‘પ્રજ્ઞાપતિવેંટ્સેમાસીત્, નાહવાસીત્, ન ત્રિરાસીત્, સ તપો તપ્થત, તસ્માત્તપનઃ, तपनाच्चत्वारो वेदा अजायन्त” इति स्वकर्तृप्रतिप्रादकागमबाधः ॥
મીમાંસકોના મતે શ્રુતિ અપૌરૂષય (નિત્ય) છે. આ વાતનું પ્રત્યક્ષપ્રમાણથી ખંડન કરીને હવે તે જ વાતનું અનુમાનપ્રમાણથી ખંડન કરે છે. તેઓના અનુમાનની સામે સાધ્યાભાવને સાધનારૂં પ્રતિસ્પર્ધી અનુમાન તૈનાચાર્યશ્રી જણાવે છે કે શ્રુતિઓ (પક્ષ), પૌરુષેય-પુરુષકૃત-અર્થાત્ અનિત્ય છે (સાધ્ય), કારણ કે વર્ણાદિ આત્મક હોવાથી (વર્ણ-પદ-વાકયાત્મક રચનાવિશેષ હોવાથી) હેતુ, કુમારસંભવ આદિ કાવ્યોની જેમ (ઉદાહરણ), આ પ્રમાણે પ્રતિસ્પર્ધી અનુમાન હોવાથી મીમાંસકોનું અનુમાન આ અનુમાન વડે પણ બાધિત છે. એટલે કે સત્પ્રતિપક્ષ હેત્વાભાસ થાય છે. કારણ કે પુરૂષ જ સમિધેયમાવસ્વમાનું અભિધેય (સમજાવવા યોગ્ય) પદાર્થોના સ્વભાવને રિમાન્ય - વિચારીને તનુનુનાં અભિધેય પદાર્થના સ્વભાવને અનુસરનારી (પ્રથવીથી) ગ્રન્થની રચના કરે છે. તદ્દમાવે અભિધેય પદાર્થના સ્વભવોનું પરિભાવન કર્યા વિના અથવા વિચાર કરનાર એવા તે પુરૂષ વિના વ્યવસ્થિત એવી આ ગ્રન્થરચના કેમ થઈ શકે ?
=
કારણ કે અપૌરૂષય એવા (એટલે કે જેનો કર્તા કોઈ પુરૂષ નથી એવા) શંખ-સમુદ્ર અને વાદળ આદિ પદાર્થોમાંથી પણ કોઈ વખત વર્ણાદિઆત્મક વાક્ય પ્રગટ થતું જે દેખાતું હોત તો
Jain Education International
=
For Private & Personal Use Only
www.jainelibrary.org