SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૫ આમ પુરૂષની વ્યાખ્યા છે. ક્ષીણ દોષવાળો પુરૂષ કારણોના અસંભવથી અસત્યવાકય બોલતો નથી. अभिधानं च ध्वनेः परम्परयाऽप्यत्र द्रष्टव्यम् । तेन अक्षरविलेखनद्वारेण, अङ्कोपदर्शनमुखेन, करपलव्यादिचेष्टाविशेषवशेन वा शब्दस्मरणाद्यः परोक्षार्थविषयं विज्ञानं परस्योत्पादयति सोऽप्याप्त इत्युक्तं भवति । स च स्मर्यमाणः शब्द आगम इति ॥ ४-४ ॥ અહીં ‘“શબ્દો દ્વારા અર્થનું જે કથન કરે છે તે” આ વાકયમાં શબ્દની અંદર પરંપરાએ પણ અર્થનું કથન હોય તો પણ સમજી લેવું. જે શબ્દો ઉચ્ચારણ કરાયા છતા શ્રોતાઓને શબ્દશ્રવણ થતાંની સાથે તુરત જ અર્થબોધ કરાવે તે જેમ અનંતરપણે શબ્દથી અર્થકથન કહેવાય છે. એજ રીતે જ્યાં શબ્દ ઉચ્ચારણ ન હોય પરંતુ પાટીયા આદિ ઉપર અક્ષરોનું વિલેખન કરવા દ્વારા, સંખ્યાવાચી આંકડાઓને જણાવવા દ્વારા, તથા કરપલ્લવી (હાથ-મુખ અને આંખ આદિના ઈસારા રૂપ) આદિ ચેષ્ટાઓ દ્વ્રારા શબ્દસ્મરણ કરાવે અને તેવા શબ્દસ્મરણથી પરોક્ષ પદાર્થના વિષયવાળું વિશિષ્ટ જ્ઞાન પક્ષ = એટલે શ્રોતાઓને જે ઉત્પન્ન કરાવે, તે પણ આમ જ કહેવાય છે. રત્નાકરાવતારિકા જે વક્તા શબ્દનું ઉચ્ચારણ કરીને પરને અર્થ બોધ કરાવે તે શબ્દથી અનંતરપણે બોધ કરાવનાર જેમ આસ કહેવાય છે. તેવી રીતે જે વકતા શબ્દોચ્ચારણ ન કરે પરંતુ પાટીયા આદિ ઉપર અક્ષરો લખે, અંકો લખે કે હાથ-મુખની અર્થ સમજાવવા માટેની ચેષ્ટા કરે તે વકતા તેવી ક્રિયાઓ દ્વારા તે તે વિષયનું શબ્દસ્મરણ કરાવવા વડે શ્રોતાઓને અર્થબોધ કરાવે છે. માટે તે પણ પરંપરાએ બોધ કરાવનાર આમ જ કહેવાય છે. શબ્દોચ્ચારણ દ્વારા શ્રોતાના હૈયામાં જે અર્થબોધ થાય તે વાસ્તવિક આગમ છે. પરંતુ શબ્દોચ્ચારણ તે અર્થબોધનું કારણ હોવાથી કારણમાં કાર્યનો ઉપચાર કરીને જેમ તે શબ્દોચ્ચારણને પણ આગમ કહેવાય છે એવી જ રીતે આવા લેખન કે ચેષ્ટા દ્વારા શ્રોતાના હૈયામાં જે અર્થબોધ થાય તે વાસ્તવિક આગમ છે પરંતુ લેખન કે ચેષ્ટા દ્વારા જે સ્મરણ કરાતો શબ્દ છે તે શબ્દ તથા લેખનક્રિયા અથવા સમજાવવાની ચેષ્ટા પણ અર્થબોધનું કારણ હોવાથી કારણમાં કાર્યનો ઉપચાર કરીને ‘“આગમ’' કહેવાય છે. ૪-૪ कस्मादमूदृशस्यैवाप्तत्वमित्याहुः - तस्य हि वचनमविसंवादि भवति ॥४-५॥ આવા પુરૂષને જ આમ કયા કારણથી કહેવાય છે ? તે સમજાવે છે કારણ કે તે પુરૂષનું (જ) વચન અવિસંવાદિ હોય છે ।।૪-પા 2231 - यो हि यथावस्थिताभिधेयवेदी, परिज्ञानानुसारेण तदुपदेशकुशलश्च भवति, तस्यैव यस्माद् वचनं विसंवादशून्यं संजायते । मूढवञ्चकवचने विसंवाददर्शनात् । ततो यो यस्यावञ्चकः, स तस्याप्त इति ऋष्यार्यम्लेच्छसाधारणं वृद्धानामाप्तलक्षणमनूदितं भवति ॥४-५॥ ', ટીકાનુવાદ - જે પુરૂષ જે પદાર્થનું સ્વરૂપ જેમ છે તેમ જ યથાર્થ જાણનાર છે અને વળી પોતાના જ્ઞાનને અનુસારે પદાર્થનો યથાર્થ ઉપદેશ આપવામાં કુશલ છે. તેવા પુરૂષનું જ વચન વિસંવાદ Jain Education International For Private & Personal Use Only · www.jainelibrary.org
SR No.001267
Book TitleRatnakaravatarika Part 2
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1999
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy