________________
રત્નાકરાવતારિકા ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૩-૪
૫૧૪ તે તીર્થકર ગણધરાદિ લોકોત્તર આપ્ત કહેવાય છે. તે બે પ્રકારના આસ પુરૂષોની અપેક્ષાએ અનુક્રમે બે ઉદાહરણો આ સૂત્રમાં ગ્રંથકારશ્રીએ કહ્યાં છે. આ પ્રદેશમાં રત્નનિધાન છે” આ પ્રથમ વાય લૌકિક એવા જનકાદિ આત પુરૂષો વડે ઉચ્ચારાયે છતે અર્થ બોધ કરાવે છે. ઘરની કોઈ અમુક ભૂમિમાં રત્નભંડાર છે. એમ પિતા પૂત્રાદિને કહે છે.
તથા જગતમાં “મેરૂપર્વત” આદિ પર્વતો છે આ વાકય લોકોત્તર એવા તીર્થંકરાદિ (સર્વજ્ઞ અને વીતરાગ) મહાત્માઓ વડે બોલાયે છતે તે વાકય અર્થબોધ કરાવે છે. બન્ને પ્રકારના આત વડે ઉચ્ચારાયેલા શબ્દોથી જે અર્થબોધ થાય તે વાસ્તવિક આગમ” અને તે અર્થબોધના કારણભૂત અને કાર્યભૂત બન્ને પ્રકારના આતોનાં જે વચનો છે તે કારણમાં કાર્યનો ઉપચાર કરીને તથા કાર્યમાં કારણનો ઉપચાર કરીને ઉપચરિત “આગ” પ્રમાણ કહેવાય છે ૪-જા
आप्तस्वरूपं प्ररूपयन्ति - अभिधेयं वस्तु यथावस्थितं यो जानते, यथाज्ञानं चाभिधत्ते, स आप्तः ॥४-४॥
હવે આત પુરૂષનું સ્વરૂપ સમજાવે છે કે -
જે મનુષ્ય અભિધેય વસ્તુને યથાવસ્થિત (જેમ છે તેમ' જાણે છે. અને જેવી જાણે છે તેવી જ કહે છે. તે આખપુરૂષ કહેવાય છે. ૪-૪
At - आप्यते प्रोक्तोऽर्थोऽस्मादित्याप्तः । यद्वा आप्ती रागादिदोषक्षयः, सा विद्यते यस्येत्यर्शआदित्वाद् अति आप्तः । जाननपि हि रागादिमान् पुमानन्यथाऽपि पदार्थान् कथयेत्, तद्व्यवच्छित्तये यथाज्ञानमिति । तदुक्तम् -
___ आगमो ह्याप्तवचनमाप्तिं दोषक्षयं विदुः ।
क्षीणदोषोऽनृतं वाक्यं न ब्रूयाःत्वसम्भवात् ॥१॥ इति ટીકાનુવાદ - માણસે કર્થ સ્માર્ = જે વકતા પાસેથી વચનો દ્વારા યથાર્થ બોધ પ્રાપ્ત થાય તે આમ કહેવાય છે. (આ વ્યુત્પત્તિમાં માન્ ધાતુથી અપાદાનકારકમાં ત પ્રત્યય થયેલો છે) અથવા બારિ = શબ્દનો અર્થ રાગ-દ્વેષ આદિ દોષોનો ક્ષય, (મૂલટીકામાં મારી જે દીર્ઘ છે તે છે રે સુદ્દીર્ઘારિતઃ થી થયેલ છે) સા વિદ્યતે ય = તે આમિ (રાગાદિદોષોનો ક્ષય) વર્તે છે જેને તે આત. ગરિ ગણપાઠમાં આમિ શબ્દ હોવાથી મત્વથય એવો પતિ = સત્ પ્રત્યય થયે છતે વાવણી સૂત્રથી ટુ નો લોપ થવાથી મીત શબ્દ બને છે. આવા પ્રકારનો રાગાદિદોષોના ક્ષયવાળો પુરૂષ જ જ્ઞાનને અનુસારે યથાર્થ કહેનાર હોય છે કારણ કે રાગ-દ્વેષ આદિ વાળો પુરૂષ વસ્તુને યથાવસ્થિત જાણવા છતાં પણ અન્યથાગરિ = અન્યથા પણ કહે છે. તેવા રાગાદિવાળામાં આમત્વનું લક્ષણ ચાલ્યું ન જાય તેથી તેના વ્યવચ્છેદ માટે સૂત્રમાં કહ્યું છે કે “જેવું યથાર્થ જ્ઞાન હોય તેવું જ યથાર્થ જે કહે તે જ આપ્ત કહેવાય છે” શાસ્ત્રમાં કહ્યું છે કે –
આસપુરૂષોનું જે વચન તે આગમ કહેવાય છે. અને રાગાદિદોષોનો જે ક્ષય તે આસિ કહેવાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org