SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૯ શબ્દને ભિન્ન પ્રમાણે ન માનનાર વૈશેષિકની ચર્ચા રત્નાકરાવતારિકા ___ अथ व्याप्तेः प्राक् प्रवृत्तावपि तदानीमभ्यासदशापन्नत्वेनानपेक्षात् प्रत्यक्षमेवैतत्, तदपेक्षायां तु भवत्येवैतदनुमानम् - कूटोऽयं कार्षापणः, तथाविधविशेषसमन्वितत्वात्, प्रासेक्षितकार्षापणवत् इति चेत् - एतदेव समस्तमन्यत्रापि तुल्यं विदाङ्करोतु भवान् । न खल्यभ्यासदशायां कोऽपि व्याप्तिं शब्देऽप्यपेक्षते । सहसैव तज्ज्ञानोत्पत्तेः । अनभ्यासे तु को नाम नानुमानतां मन्यते ? । यथा कस्यचिद् विस्मृतसङ्केतस्य कालान्तरे पनसशब्दश्रवणे - यः पनसशब्दः स आमूलफलेग्रहिविटपिविशेषवाचकः, यथा यज्ञदत्तोक्तः प्राक्तनः, तथा चायमपि देवदत्तोक्त इति । વૈશેષિક :- સત્યાસત્ય કાર્દાપણના જ્ઞાન પ્રસંગે પહેલાં વ્યાતિ પ્રવર્તેલી હોવા છતાં પણ (એટલે કે કોઈ ઉપદેશક પાસેથી સાચા-ખોટા કાર્દાપણને જાણવાનાં લિંગો અને તેનાથી થતી વ્યાતિ પૂર્વે જાણેલી હોવા છતાં પણ) જ્યારે પ્રયોગ થાય ત્યારે અતિશય અભ્યાસદશા યુક્ત હોવાના કારણે પ્રયોગ વખતે વ્યાતિની અપેક્ષા ન હોવાથી કૂદાકૂટ કાર્દાપણના આ જ્ઞાનને પ્રત્યક્ષ જ કહેવાય છે. પરંતુ અનુમાન કહેવાતું નથી. કારણ કે અતિશય અભ્યાસદશા હોવાથી વ્યામિની અપેક્ષા નથી માટે. તથા વળી જ્યારે અનભ્યાસ દશા હોય, અથવા પૂર્વે અનુભવેલું વિસ્મૃત થઈ ચુકયું હોય અને તેના કારણે પ્રયોગકાળે તપેક્ષાવાં = વ્યાપ્તિની અપેક્ષા રાખવામાં આવે છે. તેથી આ જ કૂદાકૂટકાર્દાપણનું જ્ઞાન અનુમાન પણ થાય જ છે. તે અનુમાન પ્રયોગ આ પ્રમાણે છે - આ કાર્લાપણ (પક્ષ), કૂટ છે (ખોટો છે) (સાધ્ય), કારણ કે તેવા પ્રકારના ખોટા સિકકાના જે જે વિશેષ ધર્મો છે તેનાથી સમન્વિત છે માટે (હેતુ) પહેલાં જોયેલા ખોટા સિક્કાની જેમ (ઉદાહરણ), અનભાસદશામાં અથવા વિસ્મૃતદશામાં આવું અનુમાન કરવું જ પડે છે. માટે તે કાલે તેને અનુમાન કહેવાય છે. પરંતુ અભ્યાસદશામાં અનુમાન કહેવાતું નથી. સારાંશ કે જ્યારે અભ્યાસદશા હોય છે. ત્યારે વ્યાપ્તિની અપેક્ષા નથી માટે અમે તેને પ્રત્યક્ષપ્રમાણ કહીશું અને જ્યારે અનભાસદશા અથવા વિસ્મૃતાવસ્થા હોય છે. ત્યારે વ્યાપ્તિની અપેક્ષા છે માટે તેને અમે અનુમાન કહીશું એમ પ્રત્યક્ષમાં પાગ પ્રત્યક્ષ અને અનુમાન એમ બે ભાગ કરીશું. જૈન - આ સઘળી વાત અન્ય સ્થાને પાગ તુલ્ય જ છે એમ આપશ્રી સમજોને ! શબ્દ દ્વારા અર્થનો બોધ કરાવવામાં પણ કૂટાકૂટ કાર્લાપાનની જેમ જ અભ્યાસ દશા હોય ત્યારે કોઈ પણ પુરૂષ વ્યાપ્તિની અપેક્ષા રાખતું જ નથી. અભ્યાસદશા જ્યારે હોય છે ત્યારે શબ્દો દ્વારા વપરાતા અથનો સતત મહાવરો (અનુભવ) હોવાથી તે તે શબ્દો સાંભળવાના કાલે અર્થબોધ કરવામાં કોઈ વ્યાપ્તિની અપેક્ષા રાખતું નથી. માટે ત્યાં પ્રત્યક્ષની જેમ જ સ્વતંત્ર એવું આગમપ્રમાણ જ કહેવાય છે. પરંતુ અનુમાન કહેવાય નહીં. વળી જ્યારે અનભાસદશા હોય ત્યારે શબ્દથી અર્થનો બોધ કરવામાં વ્યાતિગ્રહાગની અપેક્ષા હોવાથી અનુમાન પ્રમાણતા કહેવાય એમ કોણ ન માને? અર્થાત્ અમે જૈનો પણ ત્યારે અનુમાન પ્રમાણતા સ્વીકારીએ જ છીએ. અર્થાત જ્યારે અનભાસદશા હોય ત્યારે શબ્દથી અર્થબોધ કરવામાં અનુમાન પ્રમાણતા હોય જ છે. એમ અમે પણ માનીએ જ છીએ. તે આ પ્રમાણે - થી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001267
Book TitleRatnakaravatarika Part 2
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1999
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy