________________
રત્નાકરાવતારિકા ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૨
૫૦૮ પણ તે ઉપદેશની સહાયતા પરીક્ષામાં અનુભવીમાં છે માટે ત્યાં પ્રત્યક્ષજ્ઞાન થાય છે અને તે ઉપદેશની સહાયતા અપરીક્ષકમાં બીનઅનુભવીમાં નથી તેથી ત્યાં પ્રત્યક્ષજ્ઞાન થતું નથી.
જૈન - તો ‘શબ્દના બોધમાં પણ આ વાત સમાન જ છે’ ‘જેટલા જેટલા (ભિન્ન ભિન્ન ક્ષેત્ર અને કાળમાં પ્રયોગ કરાયેલા) પનસ શબ્દો હોય તેટલા તેટલા સઘળા તે પનસશબ્દો પનસનામના વિશિષ્ટ એવા એક વૃક્ષ નામના પદાર્થના વાચક છે એમ તારે નિશે જાણવું” આવા પ્રકારના “સંવિત્તિસાય: રાષ્ટ્રોft = ઉપદેશની સહાયતાવાળો શબ્દ પણ તે પનસના અર્થના પ્રતિપાદનમાં પટુતા વાળો જ છે. અર્થાત્ જેમ પ્રત્યક્ષજ્ઞાનમાં ઉપદેશની સહાયતાવાળો જ ચક્ષુરાદિ ઈન્દ્રિય સન્નિકર્ષ પ્રત્યક્ષજ્ઞાન ઉત્પન્ન કરી શકે છે અન્યથા નહીં તેવી જ રીતે અહીં પણ વાચ્ય-વાચકભાવના સંબંધના ઉપદેશની સહાયતાવાળો શબ્દ જ પોતાના વાચ્ય અર્થને (વ્યાતિ વિના) જણાવી શકે છે અન્યથા નહીં. તેથી તે આગમપ્રમાણ પણ સ્વતંત્ર પ્રમાણ કહેવાય છે.
નાલિકેરદ્વીપવાસી મનુષ્યને પહેલાં રૂથે = આ સંવિત્તિ પ્રગટ થયેલી નથી. તેથી તસ્ય = તે અપરીક્ષકને તત્રતીતિઃ વાચ્ય એવા પનસપદાર્થની પ્રતીતિ કેવી રીતે થાય ? અર્થાત્ ન જ થાય. આગમપ્રમાણમાં પણ અમે એમ જ માનીએ છીએ કે જેને પ્રથમ વાચ્ય-વાચકભાવના સંબંધની પ્રતીતિનો ઉપદેશ મળેલો હોય તેવા પરીક્ષકને જ (વ્યાતિવિના) અર્થ બોધ થાય છે માટે તે જ્ઞાન પ્રત્યક્ષજ્ઞાનની જેમ અનુમાનમાં અંતર્ગત થતું નથી પરંતુ સ્વતંત્ર પ્રમાણ છે.
વૈશેષિક - “જેટલા જેટલા પનસ શબ્દો છે. તેટલા તેટલા તે સર્વે પનસનામના પદાર્થના વાચક છે “આવા પ્રકારનું સંવિત્તિજ્ઞાન (સંવેદનશાન), તે જ્યાં જ્યાં ધૂમ હોય ત્યાં ત્યાં વહ્નિ હોય જ' એવા પ્રકારના વ્યાતિજ્ઞાન સ્વરૂપ જ છે. તેથી આવા પ્રકારનો શાબ્દબોધ થવામાં તમારો કહેલો ઉપદેશ તે વ્યાપ્તિસ્વરૂપ હોવાથી અને તે વ્યાપ્તિની તેમાં અપેક્ષા હોવાથી આ શાબ્દજ્ઞાન વ્યાતિગ્રહાનપૂર્વક જ થયેલું કહેવાય છે માટે અનુમાન જ કહેવાય છે.
જૈન - જો એમ કહેશો તો સાચા-ખોટા કાર્લાપણના વિવેકને જણાવનારૂં પ્રત્યક્ષજ્ઞાન પણ શું તેવું (અનુમાનરૂપ) નહી બની જાય ? અર્થાત્ બની જ જશે, કારણ કે ત્યાં પણ આવા આવા વિશેષ ધમોંવાળું જે જે કાષપણ હોય તે તે સાચું કાર્દાપણ હોય છે અને આવા આવા ધમોંવાળું જે જે કાર્લાપાણ હોય છે તે તે ખોટુ કાર્દાપણ હોય છે” આવા ઉપદેશની સહાય જે ત્યાં ઈચ્છાય છે તે ઉપદેશ પણ વ્યાપ્તિના ઉલ્લેખ રૂપ જ છે. તેમાં પણ “યત્ર-તત્ર” અથવા પાવાતીવીનું શબ્દો હોવાથી વ્યાણિગ્રહણતા રહેલી જ છે. તો તે પ્રત્યક્ષપ્રમાણ પણ અનુમાનતાને કેમ ન પામે ? તમારું પ્રત્યક્ષ પણ અનુમાનમાં અંતર્ગત થશે જ.
સારાંશ એ છે કે શાબ્દબોધમાં યત્ર-તત્ર અને વીવી-તાવાન્ શબ્દપ્રયોગ હોવાથી જો તેને વ્યાપ્તિ કહેશો અને વ્યાપ્તિપૂર્વક હોવાથી આ શાબ્દબોધને અનુમાનમાં ગણશો તો કુટાકુટ કાષપાણના પ્રત્યક્ષબોધમાં પણ આવા પ્રકારના ઉપદેશાત્મક વ્યાપ્તિની સહાયતા હોવાથી તે પ્રત્યક્ષબોધ પણ અનુમાનમાં અંતર્ગત થશે જ. અને જો પ્રત્યક્ષબોધમાં વ્યાપ્તિ નથી તો શાબ્દબોધમાં પણ વ્યાપ્તિ નથી જ. માટે અનુમાનમાં અંતર્ગત થશે નહી જ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org