________________
રત્નાકરાવતારિકા ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૨
૫૧૦. પૂર્વે અનુભવેલો સંકેત જેને વિસ્મૃત થઈ ચુકયો છે એવા કોઈ પુરૂષને (અથવા જે પુરૂષ પૂર્વે સર્વથા અનુભવ જ નથી કર્યો તેવા અનનુભવી પુરૂષને) કાળાન્તરે “પનસ' શબ્દ સાંભળતાની સાથે જ પનસ એવા શબ્દ માત્રથી પનસનો વાચ્ય અર્થ યાદ આવતો નથી. તેથી તે વ્યાપ્તિનું સ્મરણ અવશ્ય કરે જ છે. જે આ પનસ શબ્દ સંભળાય છે તે પનસ શબ્દ (પક્ષ) મૂળથી માંડીને ફળ આપે ત્યાં સુધીના આવા પ્રકારના વિશિષ્ટ વૃક્ષનો વાચક છે (સાધ્ય) જેમ યજ્ઞદત્તે પહેલાં પનસ શબ્દ કહ્યો હતો ત્યારે તે આવા વિશિષ્ટ વૃક્ષ અર્થને કહેનારા તરીકે પ્રયોગાયો હતો, તેવી જ રીતે અત્યારે દેવદત્તે કહેલા પનસશબ્દનો અર્થ પણ આવા જ પ્રકારનું એક વૃક્ષવિશેષ જ થાય છે. આ પ્રમાણે વ્યાપ્તિપૂર્વક જ અર્થગ્રહણ કરે છે. અને તેને અવશ્ય અનુમાન જ કહેવાય છે એમ અમે જૈનો પણ માનીએ છીએ. અમારૂં જૈનોનું કહેવું એટલું જ માત્ર વિશેષ છે કે જ્યારે પરિચિત વિષય હોય છે ત્યારે વ્યાપ્તિની અપેક્ષા રહેતી નથી માટે તે શબ્દબોધને આગમપ્રમાણ કહેવાય છે.
एवं च पक्षकदेशे सिद्धसाध्यता, शब्दोऽनुमानमित्यत्र सकलवाचकानां पक्षीकृतानामेकदेशस्यानुमानरूपतया स्वीकृतत्वात् । यस्त्वागमरूपतया स्वीकृतः शब्दः, तत्राभ्यासदशापन्नत्त्वेन व्याप्तिग्रहणापेक्षैव नास्ति, अन्यथा कुटाकुटकार्षापणप्रत्यक्षेण व्यभिचारापत्तेः । तथा च हेतोरसिद्धिः । एवं च शब्दत्वस्य व्याप्तिग्रहणानपेक्षत्वे सिद्धे विवादास्पदः "शब्दो नानुमानम्, तविभिन्नसामग्रीकत्वात् कूटाकूटकार्षापणविवेकप्रत्यक्षवत् રૂતિ સિદ્ધમ્ |
આ પ્રમાણે “શબ્દમાં અનુમાનરૂપતા’ સિદ્ધ કરવા માટે તમોએ જે અનુમાન કહેલ છે તેમાં અનભ્યાસ દશા વાળા પક્ષના એક દેશમાં સિદ્ધસાધ્યતા રૂપ દોષ તમને આવશે, કારણ કે તમે
સકલ શબ્દોને” જે પક્ષરૂપે કહ્યા છે એટલે કે સકલ શબ્દો અનુમાન રૂપ છે. એવો પક્ષ તમે કર્યો છે. તેમાંથી અભ્યસ્ત દશાવાળા શબ્દોને તો અમે પાણ અનુમાન રૂપે સ્વીકારેલો જ હોવાથી આ એકદેશમાં અમોને જે અનુમાનતા સિદ્ધ છે તેને જ તમે સાધો છો તે સાધવાનો કંઈ જ અર્થ નથી. સિદ્ધને સાધવું તે નિરર્થક છે. તેથી અનભતદશા સ્વરૂપ જે પક્ષનો એકદેશ, તેમાં અમને અનુમાન પ્રમાણતા માન્ય હોવાથી તમને “સિદ્ધસાધ્યતા નામનો દોષ” આવશે.
તથા અમે જે શબ્દને અભ્યાસદશાકાતે આગમપ્રમાણ સ્વરૂપે સ્વીકાર્યો છે ત્યાં અભ્યાસદશા યુક્ત હોવાથી વ્યાતિગ્રહણની અપેક્ષા જ નથી. અને જો એમ માનવામાં ન આવે તો, એટલે કે અભ્યસ્તદશામાં પણ વ્યાતિગ્રહણતા હોય છે એમ જો માનવામાં આવે તો કૂદાકૂટ કાર્દાપણના પ્રત્યક્ષમાં પણ વ્યાતિગ્રહણતા માનવી જ પડશે અને તેમ માનવાથી અનુમાનાભાવ-રૂપ સાધ્યાભાવમાં (પ્રત્યક્ષમાં) પણ વ્યાતિગ્રહાગતા હેતુ જવાથી વ્યભિચાર દોષની આપત્તિ આવશે. તથા જેમ કૂદાકૂટ કાર્લાપાળના પ્રત્યક્ષમાં અભ્યસ્ત વિષય હોવાથી વ્યાતિગ્રહાગ નથી, તેવી જ રીતે પરિચિત શબ્દબોધમાં પણ અભ્યસ્ત વિષય હોવાથી વ્યાતિગ્રહણતા હેતુ વર્તતો નથી. આ રીતે પરિચિત શબ્દ રૂપ પક્ષના એકદેશમાં હેતુની અવૃત્તિ હોવાથી હેતુની અસિદ્ધિ થશે. અર્થાતુ અસિદ્ધ હેત્વાભાસ દોષ આવશે.
સારાંશ કે અપરિચિત શબ્દ પક્ષમાં અમે પાગ અનુમાન પ્રમાણતા માનતા હોવાથી તમને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org