SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ હેતુના ભેદ-પ્રતિભેદોનું વર્ણન ૪૯૦ રત્નાકરાવતારિકા ટીકા :प्रतिषेध्येन सत्येन सह विरुद्धं सत्यम्, तस्य कारणं रागद्वेषकालुष्याकलङ्कितज्ञानम् । तत् कुतश्चित्सुक्ताऽभिधानादेः सिद्ध्यत् सत्यं साधयति । तच्च सिध्यदसत्यं प्रतिषेधति ॥३-८९॥ ટીકાનુવાદ :- આ અનુમાનમાં પ્રતિષેધ કરવા યોગ્ય એવું જે સાધ્ય, તે ‘‘અસત્ય’” છે. તેની સાથે વિરૂદ્ધ એવું તે ‘“સત્ય” છે. તેનું કારણ રાગ અને દ્વેષની કલુષિતતાથી રહિત જ્ઞાન છે. આવું ઉત્તમજ્ઞાન સુંદરવાણી આદિ કોઈ પણ બાહ્યકારણોથી સિદ્ધ થતું છતું તે મહર્ષિના વચનને સત્ય વચનને સિદ્ધ કરે છે. અને સિદ્ધ થતું તે સત્યવચન અસત્યવચનનો નિષેધ સૂચવે છે. ||૩-૮૯૫ विरुद्धपूर्वचरोपलब्धिर्यथा नोद्गमिष्यति मुहूर्तान्ते पुष्यतारा, રોયુિમાત્ ॥૩-૧૦ના હવે વિરૂદ્ધપૂર્વચર ઉપલબ્ધિનું ઉદાહરણ જણાવે છે કે એક મુહૂર્તના અંતે પુષ્યતારા નક્ષત્ર ઉદિત થશે નહીં. કારણ કે હમણાં વર્તમાન કાલે રોહિણીનો ઉદય થયેલ હોવાથી. ૫૩-૯૦ના ટીકા :- પ્રતિષધ્યોઽત્ર પુષ્યતારોામ: । તદ્ધિદ્ધો મૃગશીર્ષીયઃ, તદ્દનન્તાં પુનર્જસૂયÅત્ર માત્રાત્ तत्पूर्वचरो रोहिण्युदयस्तस्योपलब्धिः ॥३-९०॥ ટીકાનુવાદ સૂત્રમાં જણાવેલા આ અનુમાનમાં પ્રતિષેધ યોગ્ય ‘પુષ્યતારા નક્ષત્રનો'' ઉદય છે. તેનાથી પૂર્વચર તરીકે વિરૂદ્ધ મૃગશીર્ષનક્ષત્રનો ઉદય છે. આ વાત સમજવા માટે ૨૭ નક્ષત્રોના ઉદયનો ક્રમ સમજવો જરૂરી છે. તે ક્રમ આ પ્રમાણે છે (૧) અશ્વિની (૨) ભરણી (૩) કૃતિકા (૪) રોહિણી (૫) મૃગશિર (૬) આદ્રા (૭) પુનર્વસુ (૮) પુષ્ય (૯) અશ્લેષા - Jain Education International (૧૦) મઘા (૧૧) પૂર્વફાલ્ગુની (૧૨) ઉત્તરાફાલ્ગુની (૧૩) હસ્ત (૧૪) ચિત્રા (૧૫) સ્વાતિ (૧૬) વિશાખા (૧૭) અનુરાધા (૧૮) જ્યેષ્ઠા (૧૯) મૂલ (૨૦) પૂર્વાષાઢા (૨૧) ઉત્તરાષાઢા (૨૨) શ્રવણ (૨૩) ધનિષ્ઠા (૨૪) શતભિષા કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય વિરચિત અભિધાનચિંતામણિ દેવકાણ્ડ શ્લોક ૧૦૮ થી ૧૧૫ માં નક્ષત્રોનો આ ક્રમ બતાવેલો છે. આ અનુમાનમાં એક મુહૂર્ત પછી પુષ્યનક્ષત્ર ઉદય પામશે નહીં એમ આઠ નંબરના નક્ષત્રના ઉદયનો નિષેધ જણાવેલો છે. તેનાથી મૃગશિરનક્ષત્રનો ઉદય For Private & Personal Use Only (૨૫) પૂર્વભાદ્રપદ (૨૬) ઉત્તરાભાદ્રપદ (૨૭) રેવતી. www.jainelibrary.org
SR No.001267
Book TitleRatnakaravatarika Part 2
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1999
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy