________________
રત્નાકરાવતારિકા
હેતુના ભેદ-પ્રતિભેદનું વર્ણન अथान्वयव्यतिरेकसमधिगम्यः कार्यकारणभावः । ततो व्यवधानाविशेषेऽपि यस्यैव कार्यमन्वयव्यतिरेकावनुकरोति तदेव तत्कारणम्, अन्यथाऽव्यवधानाऽविशेषेऽपि किं न काष्टकृशानुवत्तत्र स्थित एव शर्कराकणनिकरोऽपि धूमकारणं स्यात् । ततो नातिप्रसङ्ग इति चेत् -
__नन्वन्वयस्तद्भावे भावः, स चात्र तावत् नास्त्येव । जाग्रद्दशासंवेदनमरणयोरभाव एव सर्वदा तत्कार्योत्पादात् ।
अथ स्वकाले सतोरेव तयोस्तत्कार्योत्पत्तेरन्वयः कथं न स्यादिति चेत्, तहीदृशोऽयं रावणादिभिरप्यस्यास्त्येव । सत्यम्, अस्त्येव, व्यतिरेकस्तु रिक्त इति चेत् -
ननु कोऽयं व्यतिरेको नाम ? तदभावेऽभाव इति चेत् ? स तर्हि जाग्रद्दशासंवेदनादेः कथं स्यात् ? तदभाव एव सर्वदा प्रबोधार्भावात् । स्वकाले त्वभावस्तस्य नास्त्येव इति कथं व्यतिरेकः सिद्धिमधिवसेत्? इति न व्यवहितयोः कार्यकारणभावः सम्भवति ॥३-७६॥
ટીકાનુવાદ - પરંપરાએ વ્યવહિત એવા પણ અર્થાત્ કાલથી ઘણા દૂર દૂર એવા પણ પરેષાપિ = પર પદાર્થોની વચ્ચે પણ અર્થાત અન્યપદાર્થોની વચ્ચે પણ જેમકે અતીત એવા રાવણ અને આવતી ઉત્સર્પિણીમાં થનારા શંખચક્રવર્તીની વચ્ચે પણ તત્પનસ્થ = તે વ્યાપારની કલ્પના કરવી રોકી શકાશે નહીં.
જો તમે વ્યવહિતને પણ કાર્ય પ્રત્યે વ્યાપારવાળું માની કારણ છે એમ કલ્પશો તો અતીતકાળમાં થયેલા રાવણ અને અનાગત કાલે થનારા એવા શંખચક્રવર્તી વચ્ચે ઘણા ઘણા કાળનું વ્યવધાન હોવા છતાં પણ તે બન્નેની વચ્ચે પણ કાર્ય-કારણભાવના વ્યાપારની કલ્પના કોઈ કરશે તો તમે તેને અટકાવી શકશો નહીં. કારણ કે તમે વ્યવહિતમાં પણ કાર્યકારણભાવના વ્યાપારને માનો છો. આ રીતે અતિવ્યાપ્તિ આવશે.
પ્રશાકર :- વ્યવહિત હોય ત્યાં કાર્યકારણભાવ ન હોય, અને અવ્યવહિત હોય ત્યાં કાર્યકારણભાવ હોય આવી જૈનોની વાત ઉચિત નથી. કારણ કે વ્યવધાન કે અવ્યવધાન એ કાર્યકારણભાવમાં ગૌણ બાબત છે. પરંતુ “અન્વયવ્યતિરેકભાવ” એ કાર્યકારણભાવ જાણવામાં મુખ્ય બાબત છે.
સારાંશ કે જ્યાં “અન્વયવ્યતિરેકભાવ” હોય ત્યાં વ્યવહિત હોય કે અવ્યવહિત હોય તો પણ કાર્યકારણભાવ હોય જ છે. અને જ્યાં અન્વયવ્યતિરેકભાવ હોતો નથી ત્યાં વ્યવહિત હોય કે અવ્યવહિત હોય તો પણ કાર્યકારણભાવ સંભવતો નથી.
તેથી બન્ને દૃષ્ટાન્તોમાં (જાગ્રક્શાસંવેદન - પ્રબોધ, અરિષ્ટ-મરણ આ પ્રથમ દષ્ટાન્તમાં, તથા રાવણ-શંખ ચક્રવર્તીમાં, આ બીજા દષ્ટાન્તમાં) કાળનું વ્યવધાન સરખું હોવા છતાં પણ જે પદાર્થ અન્ય પદાર્થના અન્વય-વ્યતિરેક કાર્યને અનુસરનારા હોય તે જ પદાર્થ ત્યાં કારણ તરીકે કલ્પાય છે.
(જેમ કે દુધ-દહીં-માખણ અને ઘી આ રીતે કાર્યની ઉત્પત્તિનો ક્રમ છે. ત્યાં દુગ્ધાત્મક કારણ તે ધૃતાત્મકકાર્યથી કાળની દૃષ્ટિએ અતીત હોવાથી વ્યવહિત છે છતાં “દુધ હોય તો જ ઘી થાય”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org