________________
૪૭૫
તૃતીય પરિચ્છેદ સૂત્ર-૭૪/૭૫
રત્નાકરાવતારિકા અને જ્યાં જ્યાં કારણનો વ્યાપાર ન હોય ત્યાં ત્યાં કાર્યની ઉત્પત્તિ ન જ હોય તે વ્યતિરેક, એમ કારણના વ્યાપારની સાથે જ કાર્યની ઉત્પત્તિનો અન્વયવ્યતિરેક સંબંધ છે. માટે ક્ષેત્ર અને કાલથી જે વ્યવહિત હોય તેનો કાર્યની ઉત્પત્તિમાં વ્યાપાર ન હોવાથી તેને કારણ કહેવાય નહીં તેથી પૂર્વચર અને ઉત્તરચર હેતુનો સમાવેશ કારણહેતુમાં થાય નહીં. ૩-૭૩મા
ननु चातिक्रान्तानागतयोर्व्यवहितत्वेऽपि व्यापारः कथं न स्यादित्यारेकामधरयन्ति -
न च व्यवहितयोस्तयोापारपरिकल्पनं न्याय्यमतिप्रसक्तेः ॥३-७४॥ અહીં કદાચ કોઈ એવો પ્રશ્ન કરે કે અતિકાન્ત એવી જાગ્રશામાં થયેલું સંવેદન, અને અનાગત એવું મરણ આ બંન્ને કારાગો જાગૃદદશાસંવેદન પ્રબોધ અને અરિષ્ટમાં વ્યવધાનવાળું (કાળની અપેક્ષાએ) હોવા છતાં પણ વ્યાપારાત્મક હોય એમ કેમ ન બને ? અર્થાત્ અતીતકાળભાવિ જાગૃદૃશાભાવિ સંવદન રૂપ કારાણ વર્તમાનકાળમાં ઉત્પન્ન થતા પ્રબોધરૂપ કાર્યમાં કાળથી દૂર હોવા છતાં પણ કાર્યની ઉત્પત્તિનો વ્યાપાર કરે છે એમ માનવામાં શું દોષ ? એવી જ રીતે ભાવિમાં આવનારૂ મરણાત્મક કારાગ વર્તમાનમાં થતા અરિષ્ટદર્શનરૂપ કાર્યમાં કાળથી વ્યવહિત હોવા છતાં પણ વ્યાપારાત્મક હોય એવું કેમ ન બને? આવી શંકાનો જવાબ આપે છે કે -
કાળની અપેક્ષાએ વ્યવધાનવાળા એવા તે અતીત-અનાગત બન્ને પદાર્થમાં વ્યાપારની કલ્પના કરવી તે ઉચિત નથી. કારણ કે તેમ કરીએ તો અતિવ્યામિ દોષ આવે છે. ૧૩-૭૪
ટીકા :- તયોતિન્તાના તિથોનગ્રાસંવેદનમાયો રૂ -૭કા
ટીકાનુવાદ :- અહીં મૂલસૂત્રમાં વદિતોઃ તાઃ એવું જે પદ છે તેનો અર્થ એવો સમજવો કે અતિક્રાન્ત એવી જાગ્રદશાનું સંવેદના અને અનાગત એવું જે મરણ, તે બન્ને કાલની અપેક્ષાએ વ્યવહિત હોવા છતાં પણ તે બન્નેના વ્યાપારની કલ્પના કરવી તે અતિવ્યાપ્તિ દોષયુક્ત હોવાથી ઉચિત નથી. ભ૩-૭૪
अतिप्रसक्तिमेव भावयन्ति - परम्पराव्यवहितानां परेषामपि तत्कल्पनस्य निवारयितुमशक्यत्वात् ॥३-७५॥
કાલથી વ્યવહિત જે હોય તેમાં પણ જે વ્યાપારની કલ્પના કરીએ તો અતિવ્યાપ્તિ આવે છે એવી જે ઉપર વાત કહી તે જ અતિવ્યાપ્તિ હવે સમજાવે છે -
જો આમ વ્યવહિતમાં પણ તે વ્યાપારની કલ્પના કરશો તો જે પરંપરાથી વ્યવહિત હોય - અર્થાત ઘણાં દૂર દૂર હોય તેમાં પણ તે વ્યાપારની કલ્પના અટકાવવી અશક્ય બનશે ૩-૭પા ' અર્થાત્ કાળથી વ્યવહિત હોવા છતાં નજીકના પદાથોને જેમ વ્યાપારાત્મક કહી કારણ કહો છો તેમ પરંપરાએ વ્યવહિત એવા દૂર દૂરના પદાથોને પણ વ્યાપારાત્મક કહી કારણત્વની કલ્પના કરવી પડશે, તેને તમે જરા પણ અટકાવી શકશો નહીં.
ટીકા :- પામ રાવરાવર્યાવીનામુ, તન્યનસ્થ થાપાણિનW I
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org