________________
રત્નાકરાવતારિકા હેતુના ભેદ-પ્રતિભેદોનું વર્ણન
૪૭૪ છે તે સાંપ્રતિક (વર્તમાન) છે. તેવા અરિષ્ટ (અમંગલ) પ્રત્યે અનાગત એવું મરણ કારાગ કેમ બને?
અતીત અને વર્તમાન વચ્ચે તથા વર્તમાન અને અનાગત વચ્ચે કાલનું ઘણું જ વ્યવધાન હોવાથી વર્તમાન કાળમાં થતા પ્રબોધમાં અતીતકાળનું જાગ્રદેવસ્થાભાવિસંવેદન અને વર્તમાન કાલમાં થતા અરિષ્ટમાં અનામત એવું મરણ વ્યાપાર રહિત છે. ઉત્પન્ન થતા કાર્યમાં જે કારણ ત્યાં વિદ્યમાન ન હોય તથા કાર્ય કરવામાં પ્રયત્નશીલ ન હોય તેને ત્યાં કારાગપણે કેમ માની શકાય ? અને જો નિર્ચાપારને પાણ (કાર્યમાં કંઈ પણ પ્રયત્ન ન કરતા અને દૂર દૂર ક્ષેત્રમાં અને દૂર દૂર કાળમાં રહેલાને પણ) કારણ માનશો તો સર્વ પદાર્થો સર્વ કાર્યનું કારણ બની જશે.
ઘટોત્પત્તિમાં જેમ મૃત-ચક્ર-કુલાલ-દંડ-ચીવર ઈત્યાદિ ત્યાં વિદ્યમાન અને કાર્યની ઉત્પત્તિમાં કંઈકને કંઈક વ્યાપાર કરનાર એવાં આ કારણોને કારણ કહેવાય છે, તેમ ઘટોત્પત્તિમાં કંઈ પણ વ્યાપાર ન કરનાર કુલાલપિતા- અને તુરીમાદિને પણ ઘટોત્પત્તિનાં કારણ માનવાં પડશે - માટે કાર્યોત્પત્તિમાં જે ત્યાં વિદ્યમાન હોય અને કાર્યની ઉત્પત્તિમાં વ્યાપારાત્મક હોય તેને જ કારાગ કહેવાય છે. પરંતુ દૂર દૂર કાળમાં અને દૂર દૂર ક્ષેત્રમાં રહેલાં અને કાયોંત્પત્તિમાં વ્યાપારશૂન્યને કારણ કહેવાય નહીં. માટે જાગ્રશાસંવેદન એ પ્રબોધનું અને મરણ એ અરિષ્ટનું કારણ નથી. તેથી વ્યવહિત જે હોય તે કારણમાં અંતર્ગત થાય નહીં, અહીં પૂર્વચર અને ઉત્તરચર હેતુ વ્યવહિત હોવાથી કારણહેતુમાં તે બન્નેનો સમાવેશ અસંભવિત છે. [૩-૭રા इदमेव भावयन्ति - स्वव्यापारापेक्षिणी हि कार्य प्रति पदार्थस्य कारणत्वव्यवस्था,
રાજસ્થવ શરીફ પ્રતિ રૂ-૭રૂા. ઉપરના સૂત્રમાં જે વાત કહી તે જ વાત વધુ સ્પષ્ટ સમજાવે છે કે (કારણ પોતે કાર્ય ઉત્પન્ન કરવામાં કંઈને કંઈ વ્યાપાર કરતું હોય તો જ) પોતાના તે તે વ્યાપારની અપેક્ષાએ જ પદાર્થની કાર્ય કરવા પ્રત્યે કારણપણાની વ્યવસ્થા છે. (અન્યથા કારણત્વ ઘટે નહીં). જેમ કે ઘટાત્મક કાર્ય પ્રત્યે કુલાલની ઘડો બનાવવાની વ્યવસાયાત્મક પ્રવૃત્તિની અપેક્ષાએ જ કુલાલની કારણત્વવ્યવસ્થા છે. ૩-૭૩
ટીકા - મીતિક્ષણે દિ સર્વત્ર પર્યRળમ: ત = કાર્યસ્થ શRMવ્યાપસવ્યોक्षावेव युज्यते । कुम्भस्येव कुम्भकारव्यापारसव्यपेक्षाविति ॥३-७३॥
ટીકાનુવાદ - કાર્ય-કારણભાવનો નિર્ણય સર્વત્ર અન્વયવ્યતિરેક વડે જ ગમ્ય હોય છે. કાર્યનો તે અન્વય અને વ્યતિરેક કારાણના વ્યાપારની અપેક્ષાએ જ સંભવે છે. જેમ કે કુંભકારનો ઘડો બનાવવાનો વ્યાપાર હોય તો જ કુંભકાર્યની ઉત્પત્તિ થાય છે આ અન્વય સંબંધ છે. તથા જો કુંભકારનો ઘડો બનાવવાનો વ્યાપાર ન હોય તો ઘટકાર્યની ઉત્પત્તિ થતી નથી. આ વ્યતિરેક સંબંધ છે.
આ રીતે સર્વત્ર કારણનો વ્યાપાર જ્યાં જ્યાં હોય ત્યાં ત્યાં જ કાર્યની ઉત્પત્તિ હોય તે અન્વય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org