SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૩ તૃતીયપરિચ્છેદ સૂત્ર-૭૨/૭૩ રત્નાકરાવતારિકા હોય, અને ભલે વ્યવહિત પૂર્વોત્તરક્ષણવર્તી હોય તો પણ કાર્યહેતુ અને કારણહેતુમાં તેનો સમાવેશ થઈ શકે છે, કારણ કે વ્યવહિત પદાર્થો વચ્ચે પણ કાર્ય-કારણભાવ જગતમાં દેખાય છે. તો અહીં પણ તેમ માનવામાં શું દોષ ? આવો પ્રશ્ન હવે પ્રજ્ઞાકર કરે છે. ૩-૭૧૫ ननु कालव्यवधानेऽपि कार्यकारणभावो भवत्येव, जाग्रद्बोधप्रबोधयोर्मरणारिष्टयोश्च तथादर्शनादिति प्रतिजानानं प्रज्ञाकरं प्रतिक्षिपन्ति - न चातिक्रान्तानागतयोर्जाग्रद्दशासंवेदनमरणयोः ' હવે કોઈ “પ્રજ્ઞાકર = प्रबोधोत्पातौ प्रति कारणत्वं व्यवहितत्वेन निर्व्यापारत्वात् ॥३-७२॥ (બૌદ્ધવિશેષ)' જૈનોને કહે છે કે કાલનું વ્યવધાન હોય તો પણ કાર્યકારણભાવ હોઈ શકે છે. જેમ કે જાગૃતદશાનો બોધ જે છે તે પ્રબોધ પ્રત્યે (સુઈને ઉઠ્યા પછીના જ્ઞાન પ્રત્યે) અને મરણ જે છે તે અરિષ્ટદર્શન પ્રત્યે તથાદર્શનાદ્ તેમ-કાર્યકારણભાવ રૂપે દેખાય છે. એટલે કે સૂતા પહેલાંનું જે જ્ઞાન છે તે જાગ્રર્દશાસંવેદન કહેવાય છે અને તે કારણ છે. તથા સૂઈને ઉઠ્યા પછીનું જે જ્ઞાન છે તે પ્રબોધ કહેવાય છે અને તે કાર્ય છે. આ દૃષ્ટાન્તમાં અતીતાવસ્થાભાવિ જ્ઞાન કારણ છે. અને વર્તમાનાવસ્થાભાવિ જ્ઞાન કાર્ય છે તથા ધ્રુવતારાનું અદર્શન તેને અરિષ્ટ-અમંગલ કહેવાય છે. તેના ઉપલક્ષણથી આવા ચિત્તભ્રમો બધા જ સમજી લેવા. આવું અરિષ્ટ-અમંગલ જે થયું. તે ભાવિમાં આવનાર મરણને સૂચવે છે. અર્થાત્ ભાવિમાં નજીકમાં આવનારા મરણના કારણે જ આ અરિષ્ટ-અમંગલ થાય છે. અહીં વર્તમાનકાલભાવિ અરિષ્ટઅમંગલદર્શન તે કાર્ય છે. તે કેમ થયું ? તેનું કારણ અનાગતમરણ છે, આ પ્રમાણે વર્તમાનકાલવર્તી પ્રબોધનું અતીતકાલવર્તી જાગૃર્દશાસંવેદન અને વર્તમાનકાલવર્તી અરિષ્ટદર્શનનું અનાગતકાલવર્તી મરણ વ્યવહિત હોવા છતાં પણ કારણ બને છે. આવું કહેતા એવા પ્રજ્ઞાકરનું ખંડન કરતાં ગ્રંથકારશ્રી હવે જણાવે છે કે - અતિક્રાન્તાવસ્થાભાવિ જાગૃત્ત્તાસંવદન અને અનાગત અવસ્થાભાવિ મરણ, આ બન્ને વર્તમાનકાલવર્તી પ્રબોધ પ્રત્યે અને ઉત્પાત (અકસ્માત થનારા અરિષ્ટ) પ્રત્યે અનુક્રમે કારણ નથી. કારણ કે કાળનું વ્યવધાન હોવાથી જન્યજનકરૂપે વ્યાપાર વિનાના છે. ૫૩-૭૨ા ટીકા ઃअयमर्थः - जाग्रद्दशासंवेदनमतीतं सुप्तावस्थोत्तरकालभाविज्ञानं वर्तमानं प्रति मरणं चानागतं ध्रुबावीक्षणादिकमरिष्टं साम्प्रतिकं प्रति व्यवहितत्वेन व्यापारपराङ्मुखम् - इति कथं तत्तत्र कारणत्वमबलम्बेत ? निर्व्यापारस्यापि तत्कल्पने सर्वं सर्वस्य कारणं स्यात् ॥ ३-७२॥ ટીકાનુવાદ સુવાની અવસ્થા પૂર્વે જાગ્રદ્ અવસ્થામાં જે જ્ઞાન છે તે સુઈને ઉઠ્યા પછીની અવસ્થામાં થનારા સ્મરણની અપેક્ષાએ અતીત છે. તેથી સુપ્તાવસ્થાના ઉત્તરકાલમાં થનારૂં જ્ઞાન વર્તમાન છે. ત્યારે તે પ્રબોધ પ્રત્યે અતીત એવું જાગ્રદવસ્થાસંવદન કારણ કેમ બને ? તેવી જ રીતે ભાવિમાં થનારૂં મરણ તે અનાગત છે અને ધ્રુવતારાનું અદર્શન રૂપ જે અરિષ્ટ (અમંગલ) Jain Education International : = For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001267
Book TitleRatnakaravatarika Part 2
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1999
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy