SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નાકરાવતારિકા હેતુના ભેદ-પ્રતિભેદોનું વર્ણન ૪૭૨ ટીકાનુવાદ જ્યારે સાધ્ય અને સાધનની વચ્ચે તાદાત્મ્ય સંબંધ હોય (અર્થાત્ અભેદસંબંધ હોય) ત્યારે હેતુનો સમાવેશ ‘“સ્વભાવહેતુમાં’’ અવશ્ય થાય - જેમ કે પર્વતો વૃદ્ધિમાનું વાહાત્ અહીં સાધ્ય વહ્નિને અને સાધન એવા દાહને પરસ્પર તાદાત્મ્ય (અભેદ) સંબંધ છે માટે આ વ ્ હેતુ એ સ્વભાવહેતુ છે. એવી જ રીતે નૌઃ નીવઃ ચૈતન્યવત્ત્વાત, ઘટ: પૌછિ:, વિિતમત્ત્વાત્ ઈત્યાદિ અનુમાનો જાણવાં - આ સર્વ અનુમાનોમાં સાધ્યને અને સાધનને તાદાત્મ્યસંબંધ છે માટે સ્વભાવહેતુ છે. r = તથા જ્યારે સાધ્ય અને સાધનની વચ્ચે ‘તદુત્પત્તિ’” સંબંધ હોય (અર્થાત્ જન્ય-જનક સંબંધ હોય) ત્યારે હેતુનો સમાવેશ ‘“કાર્યહેતુમાં’” અથવા ‘“કારણહેતુમાં'' અવશ્ય થાય છે. જેમ કે ‘‘પર્વતો વૃદ્ધિમાન્ ધૂમા'' અહીં વહ્નિમાંથી ધૂમ જન્મે છે એટલે વહ્નિ અને ધૂમની વચ્ચે તદુત્પત્તિ (જન્મ-જનક) સંબંધ છે. માટે ધૂમહેતુ વહ્નિનું કાર્ય હોવાથી કાર્યહેતુ કહેવાય છે. તેવી જ રીતે ‘અત્ર, પાળો. મવિષ્યતિ, વક્ષ્યાવિસ્મૃતત્વાત્ હવે અહીં તુરત રસોઈ થશે કારણ કે અગ્નિ પ્રગટી ગઈ હોવાથી. આ અનુમાનમાં પણ પાક અને વહ્નિના આવિર્ભાવની વચ્ચે તદુત્પત્તિસંબંધ છે અને વહ્નિની આવિર્ભાવ એ પાકની ઉત્પત્તિનું અપ્રતિબંધિત - ઈતરકારણાન્તરસાપેક્ષ કારણ છે જ. તેથી આ હેતુનો સમાવેશ કારણહેતુમાં અવશ્ય થાય છે. પરંતુ આ તાદાત્મ્યસંબધ અને તદુત્પત્તિસંબંધ સમસમયમાં (એક જ કાળમાં) હોય છે. વ્યવહિતકાળમાં કદાપિ સંભવતા નથી. જેમ કે રાઃ પરિગામી પ્રયત્નાન્તરીયાત્ આ અનુમાનમાં સાધ્ય જે પરિણામિત્વ અને હેતુ જે પ્રયત્નાનન્તરીયકત્વ આ બન્ને સમસમયભાવી જ ઉત્પન્ન થાય છે. તેથી જ સમસમયમાં ઉત્પન્ન થયેલા આ પ્રયત્નાન્તરીયકત્વ અને પરિણામિત્વ આદિની વચ્ચે ‘“તાદાત્મ્ય’” સંબંધ ઉત્પન્ન થયેલો છે. સમસમયભાવિ વિના તાદાત્મ્ય સંબંધ ઘટતો નથી. - એવી જ રીતે ‘તદુત્પત્તિ સંબંધ'' પણ અન્યોન્ય અવ્યવહિત એવા પૂર્વોત્તરક્ષણભાવિ ધૂમ અને વહ્નિ આદિની વચ્ચે જણાય છે. કાલાન્તરે વ્યવહિત વચ્ચે તદુત્પત્તિ જણાતી નથી. વહ્નિ ગયા વર્ષમાં હોય અને ધૂમ આવતા વર્ષમાં પ્રગટે અને તો પણ તે બે વચ્ચે તદુત્પત્તિ સંબંધ કહેવાય એવું સંભવતું નથી. જો એમ થાય તો અતિવ્યાપ્તિ આવે. સારાંશ કે જ્યાં તાદાત્મ્યસંબંધ હોય ત્યાં સમસમયભાવિ છે અને તે સ્વભાવહેતુમાં ગણી શકાય. અને જ્યાં તદુત્પત્તિ સંબંધ છે ત્યાં અવ્યવહિત પૂર્વોત્તરક્ષણવર્તિતા છે અને તે કાર્યહેતુમાં તથા કારણહેતુમાં ગણી શકાય છે. પરંતુ પૂર્વચર અને ઉત્તરચર હેતુ સાધ્યની સાથે તાદાત્મ્યસંબંધ પણ ધરાવતા નથી અને તદુત્પત્તિસંબંધ પણ ધરાવતા નથી. કારણ કે આ પૂર્વચર અને ઉત્તરચરહેતુઓ ‘‘સમસમયભાવી’’ પણ નથી અને અવ્યવહિત-પૂર્વોતરક્ષણભાવી પણ નથી. પરંતુ વ્યવહિત પૂર્વઉત્તરકાલવર્તી છે. તેથી આ પૂર્વચર-ઉત્તરચરહેતુનો સમાવેશ સ્વભાવહેતુમાં કે કાર્યહેતુમાં કે કારણહેતુમાં થતો નથી. માટે તે બન્નેને ભિન્ન હેતુ તરીકે સ્વીકારવા જોઈએ. Jain Education International હવે અહીં પ્રજ્ઞાકર (કોઈ બુદ્ધિ વિશેષ) એવી દલીલ કરે છે કે પૂર્વચરહેતુ અને ઉત્તરચર હેતુ સાધ્યની સાથે ભલે સમસમયવર્તી ન હોય અથવા અવ્યવહિત પૂર્વોત્તરક્ષણવર્તી પણ ભલે ન For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001267
Book TitleRatnakaravatarika Part 2
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1999
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy