________________
૪૭૭
તૃતીયપરિચ્છેદ સૂત્ર-૭૫
રત્નાકરાવતારિકા
અને દુધ ન હોય તો ઘી ન થાય'' એમ દુધ પદાર્થનો અન્વયવ્યતિરેક સંબંધ ઘી કાર્યને અનુસરે છે. માટે વ્યવહિત હોવા છતાં પણ અન્વયવ્યતિરેક સંબંધ હોવાથી દુધ એ ઘીનું કારણ કહેવાય છે. અને ઘી એ દુધનું કાર્ય કહેવાય છે. એમ દુધ-ઘી વચ્ચે કાર્યકારણભાવ છે.)
તથા જ્યાં ભલે અવ્યવહિત હોય તો પણ જો અન્વયવ્યતિરેક સંબંધ ન હોય તો તે પદાર્થને તે કાર્યનું કારણ મનાતું નથી. જેમ કે જ્યાં કાષ્ટ સળગે છે. ત્યાં કાષ્ટમાં રહેલ અગ્નિદ્રવ્ય ધૂમાત્મક કાર્યને જેમ અવ્યવહિત છે તેમ ત્યાં પડેલ રેતીના કણનો સમુહ પણ ધૂમાત્મક કાર્યની સાથે અવ્યવહિત જ છે. છતાં ધૂમાત્મક કાર્યની સાથે કાષ્ટગતઅગ્નિનો અન્વયવ્યતિરેક સંબંધ જેવો છે તેવો અન્વયવ્યતિરેક સંબંધ શર્કરાકણનિકરની સાથે નથી. માટે કાષ્ટગત અગ્નિ અને શર્કરાકણનિકર આ બન્નેમાં અવ્યવહિતતા સમાન હોવા છતાં પણ કાષ્ટગતઅગ્નિ અને ધૂમ વચ્ચે કાર્યકારણભાવ મનાશે, પરંતુ શર્કરાકણનિકર અને ધૂમ વચ્ચે કાર્યકારણભાવ મનાશે નહીં, માટે વ્યવહિત-અવ્યવહિત એ કાર્યકારણ ભાવ માનવામાં પ્રધાન નથી. પરંતુ અન્વય વ્યતિરેક સંબંધ એ કાર્યકારણભાવ માનવામાં પ્રધાન કારણ છે.
અન્યથા = જો એમ ન માનો તો અવ્યવધાનતા એક સરખી હોતે છતે પણ કાષ્ટમાં રહેલ કૃશાનુ (અગ્નિ)ની જેમ ત્યાં રહેલો રેતીના કણનો સમુહ પણ ધૂમનું કારણ કેમ ન બને ? તેથી અન્વયવ્યતિરેક સંબંધ હોય ત્યાં જ કાર્યકારણભાવ અમે માનીશું. એટલે અતીત એવા રાવણ અને ભાવિ એવા શંખચક્રવર્તી વચ્ચે વ્યવહિત હોવાથી કાર્યકારણભાવ માનવાની આપત્તિ આવવાનું જે તમે (જૈનોએ) કહ્યું તે અતિવ્યાપ્તિ અન્વયવ્યતિરેક ન હોવાથી અમને આવતી નથી. જાગ્રશાસંવેદન
અને પ્રબોધ, તથા અરિષ્ટ અને મરણ આ બન્નેમાં વ્યવહિતતા હોવા છતાં અન્વયવ્યતિરેક સંબંધ છે માટે ત્યાં કાર્યકારણભાવ કહેવાશે. અને રાવણ-શંખ ચક્રવર્તી વચ્ચે વ્યવહિત હોવા છતાં અન્વયવ્યતિરેક સંબંધ નથી માટે કાર્યકારણભાવ કહેવાશે નહીં તેથી તમારી આપેલી આપત્તિ અમને આવતી નથી.
-
જૈન : - તમારી (પ્રજ્ઞાકરોની) વાત સાચી છે. વ્યવહિત હોય કે અવ્યવહિત હોય પરંતુ અન્વયવ્યતિરેક સંબંધ હોય ત્યાં જ કાર્યકારણભાવ સંભવે છે, આ તમારી વાત સો ટકા સાચી છે. પરંતુ અન્વય એટલે “તે હોતે છતે તે હોય''= તમારે માવઃ આ અન્વય કહેવાય છે તે અન્વય અહીં (જાગ્રશાસંવેદન- પ્રબોધ, તથા અરિષ્ટ-મરણમાં) સંભવતો નથી જ.
જાગ્રશાસંવેદનાત્મક કારણ અને મરણાત્મક કારણ આ બન્નેના અભાવકાલે જ હંમેશાં પ્રબોધ અને અરિષ્ટાત્મક કાર્યની ઉત્પત્તિ દેખાય છે. કારણ કે જાગ્રશાસંવેદન એ કારણ સુતા પહેલાંના કાળમાં હોય છે અને પ્રબોધ ઉઠ્યા પછીના કાળમાં થાય છે. એવી જ રીતે અરિષ્ટ વર્તમાનકાળમાં છે અને મરણ ભાવિ છે. તેથી જાગ્રશાસંવેદન અને મરણનો વર્તમાનકાળમાં અભાવ વર્તે છે. તેથી જાગ્રશાસંવેદન અને મરણનો જે વર્તમાનકાળમાં અભાવ વર્તે છે. તે જ વર્તમાનકાળમાં પ્રબોધઅરિષ્ટ વર્તે છે. માટે અન્વય સંબંધ સંભવતો નથી.
પ્રજ્ઞાકર :- જે કાળે પ્રબોધ-અરિષ્ટાત્મક કાર્ય છે તે વર્તમાનકાળમાં ભલે જાગ્રદ્દશાસંવેદન અને મરણાત્મક કારણ ન હો, તો પણ તે જાગ્રશાસંવેદન અને મરણ પોતપોતાના કાલમાં વિદ્યમાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org