________________
રત્નાકરાવતારિકા હેતુના ભેદ-પ્રતિભેદોનું વર્ણન
૪૬૮ તેથી નિશ્ચિત થાય છે કે કારણ પણ હેતુરૂપે હોઈ શકે છે. માત્ર તેમાં એટલી વિશેષતા છે કે
જ્યાં અપ્રતિબદ્ધશક્તિ હોય અને અપર સકલકારણનું સાન્નિધ્ય હોય તે જ કારણ હેતુરૂપ બને છે. અન્યકારણ હેતુરૂપે બનતું નથી. - અહીં મૂલસૂત્રમાં “તમક્વિન્યામ્'' એટલે “ગાઢ અંધકારવાળી- રાત્રિમાં,” આ જે પદ છે તે જે આ રૂપનું અનુમાન સમજાવ્યું છે તેના પ્રત્યક્ષત્વના પ્રતિષેધ માટે છે. કારણ કે જો પ્રકાશવાળું ક્ષેત્ર હોય તો આમ્રફળનું રૂપ પ્રત્યક્ષ ચક્ષુ દ્વારા થઈ જ જાય એટલે અનુમાન કરવાનું રહે જ નહીં. માટે પ્રત્યક્ષત્વના નિષેધ માટે “ગાઢ અંધકારવાળી રાત્રિમાં' એમ કહ્યું છે.
વળી “ ગપ્રતિસવઢનમ્” એવું જે કહ્યું તે કારણમાં રહેલી કાર્ય કરવાની શક્તિ મંત્રતંત્ર-જડીબુટ્ટી આદિથી રંધાઈ ન હોય તો જ કારણ કાર્ય કરી શકે છે. તે સમજાવવા માટે કારણમાં રહેલું કાર્ય કરવાનું જે સામર્થ્ય તેનો મંત્ર-તંત્રાદિ કોઈ પ્રતિબંધક તત્ત્વો વડે પ્રતિબંધ ન કરાયો હોય તો કારણ અવશ્ય કાર્ય દર્શાવનાર બને જ છે.
તથા “પારણસર્ચ' એવું પદ સૂત્રમાં કહ્યું છે તે પણ શેષ (બાકીનાં) સર્વ સહકારી કારણોનો સંપર્ક હોય તો જ અપ્રતિબંધિત એવું કારણ કાર્ય કરી શકે છે. જેમ ભૂમિમાં વાવેલું બીજ ભલે અવધ્ય હોય તથાપિ ઈલા-અનિલ અને જલાદિ સર્વ સહકારી કારણોનો સંપર્ક હોય તો જ કાર્યજનક બને છે. માટે તે સમજાવવા સારૂં ૩૫૨%ાર સ ન્યનું એમ કહ્યું છે.
આ રીતે રાત્રિમાં (જ્યાં ચાક્ષુષ પ્રત્યક્ષથી રૂપ દેખાતું નથી ત્યાં) આસ્વાદ કરાતા રસથી તેઝનસામગ્રી = વિશિષ્ટ રસને ઉત્પન્ન કરનારી સામગ્રીનું પ્રથમ અનુમાન થાય છે. અને ત્યારબાદ તતોfપ = તે વિજાતીય રસજનસામગ્રીથી વળી રૂપનું અનુમાન થાય છે. તેનો ન્યાય પ્રમાણે પ્રયોગ આ રીતે છે - ___ अत्र (अस्मिन्नाम्रफले) पक्षे, तथाविधरसजनकसामग्री अस्ति (साध्य), तथाविधविशिष्टरसानुभवात्, અથવા તથાવિધવિશિષ્ટસિચિયાનુપપદ (હેતુ) .
આ પ્રથમ અનુમાન છે. તેનો અર્થ એવો છે કે આ આમ્રફલમાં તેવા પ્રકારના રસને ઉત્પન્ન કરનારી વિશિષ્ટ સામગ્રી થઈ છે. કારણ કે તેવા પ્રકારનો ભૂતકાળ કરતાં ભિન્ન એવો વિશિષ્ટ રસ હવે અનુભવાય છે અથવા આવો વિશિષ્ટ મીઠો રસ અન્યથા સંભવી શકે નહીં.
આ પ્રથમ અનુમાનથી “વિશિષ્ટસામગ્રી” ની સિદ્ધિ થઈ. ત્યારબાદ હવે રૂપને જગાવનારું બીજું અનુમાન થાય છે. તે આ પ્રમાણે - મત્ર (પક્ષ), તથાવિધ વિકરાઈ મરત્યેવ (સાધ્ય), નાવાયમાનરસેન પચૈસામાં આ બીજું અનુમાન છે. આ આમ્રફળમાં તથા પ્રકારનું વિશિષ્ટ રૂપ અવશ્ય છે જ, કારણ કે આસ્વાદ કરાતા રસની સાથે રૂપની ઉત્પત્તિ એક જ સામગ્રીવાળી છે. અર્થાત્ જે સામગ્રીથી રસ બદલાયેલો જણાય છે તે જ સામગ્રીથી રૂપ પણ આ કેરીમાં અવશ્ય બદલાયેલું હોવું જ જોઈએ એટલે આ આમ્રફળમાં હવે વિશિષ્ટ રૂપ ઉત્પન્ન થયું જ છે. એમ (ચાક્ષુષપ્રત્યક્ષ વિના) રૂપનું અનુમાન રાત્રિમાં થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org