________________
૪૬૯ તૃતીય પરિચ્છેદ સૂત્ર-૭૦.
રત્નાકરાવતારિકા પ્રીનો દ્િ પક્ષ = ઉપર સમજાવ્યા મુજબ પૂર્વસમયવર્તી રૂપેક્ષણ ઉત્તરસમયમાં સજાતીય રૂપાન્તરક્ષણાત્મક કાર્યને કરતો છતો જ અવશ્ય વિજાતીય રસાત્મક કાર્ય કરે છે. કારણ કે વિજાતીય રૂપજનક અને વિજાતીયરસજનક સામગ્રી બન્નેની એક જ છે. તેથી જો વિજાતીય રસ ઉત્પન્ન થયેલો રાસન પ્રત્યક્ષથી અનુભવાય છે તો તે જ આમ્રફળમાં એક જ સામગ્રીજન્ય હોવાથી અંધારાના કારણે રૂપ ભલે ચાક્ષુષપ્રત્યક્ષથી દેખાય નહીં પરંતુ વિશિષ્ટ રૂપ ઉત્પન્ન થયું જ છે. આવા પ્રકારનું પ્રાદ્ધનરૂપક્ષણથી સજાતીયરૂપ ઉત્પન્ન કરવા યોગ્ય રૂપેક્ષણાન્તરનું અનુમાન માનતા એવા બૌદ્ધોએ કોઈક કારણને અવશ્ય હેતુરૂપે સ્વીકારેલું જ છે.
પ્રશ્ન :- કોઈક કારણને જ હેતુ મનાય ! એમ કેમ ? સર્વ કારણોને કાર્યની સિદ્ધિમાં શું હેતુરૂપે ન કહેવાય? અને જો સર્વ કારણો હેતુરૂપે ન બનતા હોય અને કોઈક જ કારણો જો હેતુરૂપે બનતાં હોય તો તે કોઈક કારણો એટલે કયાં કયાં કારણો ?
ઉત્તર :- જે કારણમાં કાર્ય કરવાનું સામર્થ્ય મંત્ર-તંત્ર આદિથી પ્રતિબંધિત કરવામાં આવ્યું ન હોય, એટલે કે કારણમાં રહેલ કાર્યજનક શક્તિ કુંઠિત ન કરાઈ હોય તેવું કારણ જ કાર્યસિદ્ધિમાં હેતુ બને છે. તથા વળી તે વિવક્ષિત કારણ વિના અન્ય સર્વ કારણો જેનો જેનો સહકાર લેવાતો હોય તે સર્વ અપરકારણોનો સંપર્ક ચાલુ હોય તો જ વિવક્ષિતકારાણ કાર્ય કરી શકે છે. જેમ કે બીજમાં અંકુરાના ઉત્પાદનની શક્તિ છે તથાપિ ઈલા-અનિલ-અને જલાદિ અન્ય કારણાન્તરની સકલતા હોય તો જ કાર્ય કરે છે. માટે (૧) શક્તિનો અપ્રતિબંધ અને (૨) કારણાન્તર સકલતા, એમ બે કારણો સાથે હોય તો જ કારણ કાર્યસિદ્ધિનો હેતુ બને છે. તેથી કોઈક કારણ એમ અમે કહ્યું છે. પરંતુ સકલકારણ કાર્યસિદ્ધિનું અંગ થતું નથી. ____ अथ नैतत् कारणात् कार्यानुमानम्, किन्तु स्वभावानुमानमदः, ईदृशरूपान्तरोत्पादसमर्थमिदं रूपम्, ईदृशरसजनकत्वादित्येवं तत्स्वभावभूतस्यैव तज्जननसामर्थ्यस्यानुमानादिति चेत् ? नन्वेतदपि प्रतिबन्धाभावकारणान्तरसाकल्यनिर्णयमन्तरेण नोपपद्यत एव । तनिश्चये तु यदि कारणादेव तस्मात् कार्यमनुमास्यते तदा किं नाम दुश्चरितं चेतस्वी विचारयेत् । एवम् - अस्त्यत्र छाया छत्रादित्यादीन्यव्यभिचारनिश्चयादनु मानान्येवेत्युक्तं भवति ॥३-७०॥
બૌદ્ધ :- હે જૈન ! તમારી વાત વ્યાજબી નથી. કારણ કે ઉપર જે આ અનુમાન કહ્યું તે “કારણથી કાર્યસિદ્ધિ રૂ૫ અનુમાન” નથી. પરંતુ આ તો સ્વભાવાનુમાન જ છે. (બૌદ્ધો સ્વભાવહેતુ અને કાર્ય હેતુ બે જ હેતુ માને છે એટલે આ અનુમાનને સ્વભાવહેતુમાં અંતર્ગત કરે છે.) તે આ પ્રમાણે - આ પ્રથમક્ષણવર્તી રૂ૫ (પક્ષ) અવશ્ય દ્વિતીયક્ષણમાં રૂપાન્તરને ઉત્પન્ન કરવાના સામર્થ્ય (સ્વભાવ)વાળું છે(સાધ્ય). કારણ કે આવા પ્રકારનો વિશિષ્ટ રસ ઉત્પન્ન કરનાર હોવાથી (હેતુ), એટલે કે આ પ્રથમક્ષણના રૂપનો એવો સ્વભાવ જ છે કે જે દ્વિતીયક્ષણમાં વિશિષ્ટ રસની જેમ વિશિષ્ટ રૂપને પણ ઉત્પન્ન કરે છે. આ પ્રમાણે આ હેતુ તે કારણહેતુ નથી પરંતુ સ્વભાવહેતુ જ છે કારણ કે દ્વિતીયક્ષણના વિશિષ્ટ રૂપનું જનનભૂત જે સામર્થ્ય છે. તે પ્રથમક્ષણના રૂપના
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org