________________
૪૬૭ તૃતીય પરિચ્છેદ સૂત્ર-૭૦.
રત્નાકરાવતારિકા તથા ઉગ્રસામગ્રીવાળો અગ્નિ-અર્થાત્ ધૂમકાર્યને ઉત્પન્ન કરનાર આલ્પનાદિ પૂર્ણ સામગ્રીવાળો એવો જે અગ્નિ તે અગ્નિરૂપ કારણહેતુ સાધ્ય એવા ધૂમનો ગમક થાય છે એમ અમે માનીશું. અમે જૈનો કેવળ એકલા અગ્નિકારણને ધૂમકાર્યનો ગમક માનતા નથી. પરંતુ અપ્રતિબદ્ધસામર્થ્યવાળા અને ઉગ્ર સામગ્રીવાળા એવા અગ્નિકારણને ધૂમકાર્યનો ગમક માનીએ છીએ એટલે અમને જૈનોને કોઈ દોષ આવતો નથી.
ત તું - વતન્ત = આ પ્રમાણે જો જૈનો સ્વબચાવ કરે તો બૌદ્ધો કહે છે કે ભલે એમ હો. પરંતુ આ અગ્નિ અપ્રતિબદ્ધ-સામર્થ્યવાળો છે કે પ્રતિબદ્ધસામર્થ્યવાળો છે ? તથા આ અગ્નિ ઉગ્રસામગ્રીવાળો છે કે અપૂર્ણસામગ્રીવાળો છે ? ઈત્યાદિ જાણવું અર્વાગ્દષ્ટિવાળા એવા આપણા માટે શક્ય નથી. અગ્નિના આવા ભેદને જાગવો આપણા માટે અશક્ય છે. એટલે ધૂમકાર્ય કરવામાં વ્યભિચાર પ્રત્યક્ષ દેખાય છે માટે જૈનોનો આ બચાવ પણ બરાબર નથી. અને કારણની હેતુ તરીકેની કલ્પના પણ બરાબર નથી. ૩-૬૯
બૌદ્ધના ઉપરોક્ત તે કથનનું ખંડન કરતાં હવે ગ્રંથકારથી “કારાગહેતુ પાણ નિર્દોષ જ છે'' તે સમજાવતાં જણાવે છે કે - तमस्विन्यामास्वाद्यमानादाम्रादिफलरसादेकसामग्यनुमित्या रूपाद्यनुमितिमभिमन्यमानैरभिमतमेव किमपि कारणं हेतुतया यत्र शक्तेप्रतिस्खलन
मपरकारणसाकल्यं च ॥३-७०॥ અંધકારમય રાત્રિમાં, આસ્વાદ કરાતા આમ્રાફિલના રસથી એક જ સામગ્રીની અનુમિતિ વડે રૂપાદિનું અનુમાન માનતા એવા બૌદ્ધો વડે કોઈક પણ કારણને હેતુ તરીકે સ્વીકારાયું જ છે કે જે કારણમાં કાર્યજનક શકિતની અપ્રતિખલના હોય અને અન્ય સર્વ કારણોની પરિપૂર્ણતા હોય. ૩-૭૦
ટીકા :- તમપ્રિચારમતિ પઢિપ્રત્યક્ષસૂચનાથા રીતે પ્રતિવનં સામર્થ્યયાતિવા પરकारणसाकल्यं शेषनिःशेषसहकारिसम्पर्कः । रजन्यां रस्यमानात् किल रसात् तज्जनकसामग्ग्रनुमानम्, ततोऽपि रूपानुमानं भवति ।।
प्राक्तनो हि रूपक्षणः सजातीयरूपान्तरक्षणलक्षणं कार्यं कुर्वन्नेव विजातीयं रसलक्षणं कार्यं करोतीति प्राक्तनरूपक्षणात् सजातीयोत्पाद्यरूपक्षणान्तरानुमानं मन्यमानैः सौगतैरनुमतमेव किश्चित्कारणं हेतुः, यस्मिन्सामर्थ्याप्रतिबन्धः, कारणान्तरसाकल्यं च निचेतुं शक्यते ।
ટીકાનુવાદ :- બૌદ્ધો પણ કારાગ હેતુ માટે જ છે અર્થાત્ કારાગથી કાર્યનું અનુમાન માને જ છે. ફક્ત અધુરી સમજણથી કોલાહલ જ મચાવે છે. આ સૂત્રમાં વિજાતીય રસના આસ્વાદનથી વિજાતીયરસોત્પાદક સામગ્રીનું અનુમાન પ્રથમ સમજાવે છે. અને ત્યારબાદ તે જ વિજાતીયાજનક સામગ્રીથી વિજાતીય રૂપનું અનુમાન સમજાવે છે. અને આ અનુમાન બૌદ્ધો સ્વીકારે જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org